ઈન્સ્ટાગ્રામ લાવી રહ્યુ છે નવુ શાનદાર Features, આ રીતે ખબર પડશે યુઝરની ઉંમર

|

Jun 24, 2022 | 11:51 PM

ભારતમાં પણ ટૂંક સમયમાં આ ફીચર આવવાની સંભાવના છે. ભારતમાં આ ફીચર હજુ શરૂ થયું નથી. ઈન્સ્ટાગ્રામ ભવિષ્યમાં પણ આવા જોરદાર ફીચર લાવવાની તૈયારી કરી રહ્યુ છે.

ઈન્સ્ટાગ્રામ લાવી રહ્યુ છે નવુ શાનદાર Features, આ રીતે ખબર પડશે યુઝરની ઉંમર
Instagram New Feature
Image Credit source: Daily dots , instragram

Follow us on

ઈન્સ્ટાગ્રામે દુનિયામાં સૌથી યુઝર ધરાવતા એપ પૈકીનું એક છે. તે પોતાના યુઝર્સની સુવિધામાં વધારો કરવા માટે સતત પ્રયત્ન કરતુ રહે છે અને નવા નવા ઈન્સ્ટાગ્રામ ફીચર લાવતુ રહે છે. ઈન્સ્ટાગ્રામ (Instagram) એક નવા ફીચરનું (New feature) પરીક્ષણ કરી રહ્યું છે. આ ફીચર દ્વારા ઈન્સ્ટાગ્રામ ફેસ સ્કેનિંગ દ્વારા યુઝર્સની ઉંમરનો અંદાજ લગાવશે. આ કરવા પાછળ ઈન્સ્ટાગ્રામના બે હેતુ છે. પ્રથમ હેતુ યુઝરની સાચી ઉંમરનો અંદાજ લગાવવાનો અને બીજો તેમની ઓનલાઈન ઓળખ સાબિત કરવાનો છે. ઇન્સ્ટાગ્રામે યુએસ યુઝર્સ સાથે તેનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. ભારતમાં પણ ટૂંક સમયમાં આ ફીચર આવવાની સંભાવના છે. ભારતમાં આ ફીચર હજુ શરૂ થયું નથી. ઈન્સ્ટાગ્રામ ભવિષ્યમાં પણ આવા જોરદાર ફીચર લાવવાની તૈયારી કરી રહ્યુ છે.

ઉંમરની ચકાસણી થશે આ રીતે

મેટા પ્લેટફોર્મ અનુસાર ઉંમર ચકાસવાની બે રીત હશે, એકમાં યુઝર્સ તેમના આઈડી પ્રૂફ અપલોડ કરી શકશે, જેથી તેમની ચોક્કસ ઉંમર જાણી શકાય. આ સિવાય વીડિયો સેલ્ફી પણ અપલોડ કરવાની રહેશે, જેના કારણે ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી યુઝર્સની ઉંમરનો અંદાજ લગાવશે.

વયના આધારે યુઝર પોલિસી

મેટાના ડેટા ગવર્નન્સ ડિરેક્ટર એરિકાના જણાવ્યા અનુસાર યુઝર પોલિસી વયના આધારે નક્કી કરવામાં આવશે, ઉદાહરણ તરીકે જો 13થી 17 વર્ષની વચ્ચેનો કિશોર Instagram પર હોય તો તેને તેની ઉંમર અનુસાર કન્ટેનટ બતાવવામાં આવશે. આ સિવાય પ્રાઈવેટ એકાઉન્ટ, અનિચ્છનીય કન્ટેનટને રોકવા જેવી સુવિધાઓ આપવામાં આવશે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

ઈન્સ્ટાગ્રામ કિડ્સ

આ ફીચરનું પરીક્ષણ કરતા પહેલા Instagramએ તેનું બાળકોનું પ્લેટફોર્મ શરૂ કરવાનું મન બનાવ્યું હતું, જેમાં બાળક અથવા કિશોર માટે Instagramમાં જોડાતા પહેલા તેમના માતાપિતાની સંમતિ લેવી ફરજિયાત હતી, કંપનીની યોજના બાળકોને જાહેરાત મુક્ત સારુ કન્ટેન્ટ પ્રદાન કરવાની હતી. પરંતુ યુએસના કાયદા નિર્માતાઓ અને સલાહકારોએ આ યોજનાને પડતી મૂકવાનું સૂચન કર્યું હતું, જેના પછી કંપનીએ વય ચકાસણીના ટૂલ પર કામ કરવાનું શરૂ કર્યું હતું.

તમારા ફોલોઅર્સ ઉંમરની પુષ્ટિ કરશે

ઉંમર ચકાસવા માટે બીજો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેમાં યુઝર 3 ફોલોઅર્સ સિલેક્ટ કરી શકે છે, જે કન્ફર્મ કરશે કે યુઝરની ઉંમર શું છે. આવું કરનારા ફોલોઅર્સની ઉંમર 18 વર્ષથી વધુ હોવી ફરજિયાત શરત છે.

Published On - 11:50 pm, Fri, 24 June 22

Next Article