Whatsapp ને કેન્દ્ર સરકારની લપડાક, પ્રાઈવસી પોલિસી પરત લેવા કરી જાણ

|

Jan 19, 2021 | 4:51 PM

Whatsapp ની પ્રાઈવસી પોલીસીને લઇને ઉભા થયેલા વિવાદમાં બાદ ભારત સરકારે તે અસ્વીકાર્ય ગણાવીને કંપની તે પરત લેવા માટે જણાવ્યું છે. કેન્દ્ર સરકારે વોટ્સએપ સીઇઓ વિલ કેથાર્ટને પત્ર લખીને કહ્યું કે સર્વિસ ગોપનીયતા શરતો એકતરફી હોવી યોગ્ય ને અસ્વીકાર્ય છે.

Whatsapp ને કેન્દ્ર સરકારની લપડાક, પ્રાઈવસી પોલિસી પરત લેવા કરી જાણ
પ્રાઈવસીને લગતી પોલીસી પરત લેવા કેન્દ્ર સરકારે વોટ્સએપને કરી જાણ

Follow us on

Whatsapp ની પ્રાઈવસી પોલીસીને લઇને ઉભા થયેલા વિવાદમાં બાદ ભારત સરકારે તે અસ્વીકાર્ય ગણાવીને કંપની તે પરત લેવા માટે જણાવ્યું છે. કેન્દ્ર સરકારે વોટ્સએપ સીઇઓ વિલ કેથાર્ટને પત્ર લખીને કહ્યું કે સર્વિસ ગોપનીયતા શરતો એકતરફી હોવી યોગ્ય ને અસ્વીકાર્ય છે. સરકારે કહ્યું કે Whatsappની ગોપનીયતા નીતિમાં પ્રસ્તાવિત  બદલાવ ગંભીર ચિંતા પેદા કરે છે તેને પરત લેવી જોઇએ.

આઇટી મંત્રાલયે વોટસએપના સીઇઓ વિલ કેથાર્ટના કડક શબ્દોમાં લખેલા પત્રમાં કહ્યું કે ભારત દુનિયામાં Whatsapp નું સૌથી મોટું ઉપયોગકર્તા છે અને તેમની સેવાઓ માટે આ સૌથી મોટું બજાર છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપની સેવા અને પ્રાઇવેસી પોલિસીમાં પ્રસ્તાવિત બદલાવ ભારતીય નાગરિકોની પંસદ અને સ્વાયત્તતાને લઇને ગંભીર ચિંતા પેદા કરે છે.

કેન્દ્ર સરકારે વોટ્સએપને પ્રસ્તાવિત બદલાવ પરત લેવા અને માહિતીની પ્રાઈવસી અને પસંદગીની સ્વતંત્રતા અને ડેટા સુરક્ષા મુદ્દે કરી વિચાર કરવા માટે કહ્યું છે.લેટરમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોનું ઉચિત સન્માન થવું જોઇએ. તેમજ વોટ્સએપની સેવામા એકતરફી બદલાવ ઉચિત અને અસ્વીકાર્ય છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Whatsapp એ પ્રાઇવસી પોલિસી ત્રણ મહિના મોકૂફ રાખી

Whatsapp ની પ્રાઈવસી પોલીસીને લઇને યુઝર્સમા ઉભા થયેલા વિરોધ બાદ વોટસએપે પોતાની પ્રાઇવેટ પોલિસીના અમલને હાલ ત્રણ મહિના માટે મોકૂફ રાખ્યો છે. વાસ્તવમા ફેસબુક અને ઇંસ્ટાગ્રામમા ઇન્ટીગ્રેશન વધારે હતું જેના કારણે યુઝર્સનો વોટ્સએપ ડેટા ફેસબુક પર શેર કરવામા આવે છે. વોટ્સએપ પર ફેસબુકનો માલિકી હક છે. વોટ્સએપ ની આ પ્રાઇવસી પોલિસીથી પરેશાન થઈને યુજર્સ બીજી મેસેજિંગ એપ ટેલિગ્રામ અને સિગ્નલ પર શિફ્ટ થઈ રહ્યા છે.

જેમાં વોટ્સએપે નવી શરતોના સ્વીકાર કરવા માટે 8 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. જો કે આ હાલ વોટ્સએપે આ અપડેડને હાલ ત્રણ માસ સુધી મોકૂફ રાખ્યું છે. વોટસએપે આ અંગે કહ્યું છે કે આ દરમ્યાન યુજર્સ વચ્ચે ફેલાયેલી ભ્રામક જાણકારીઓ દૂર કરશે.

Published On - 4:50 pm, Tue, 19 January 21

Next Article