જેફ બેજોસની ટીમનો હિસ્સો બની ભારતની Sanjal Gavande, નાનપણથી જ અંતરિક્ષમાં હતી રૂચી

|

Jul 19, 2021 | 7:19 PM

Sanjal Gavande ને નાનપણથી જ અંતિક્ષની દુનિયામાં રસ છે. સ્પેસ એક્સપ્લોરેશનના એરિયામાં કામ કરી રહેલી જેફ બેજોસની કંપનીએ બ્લૂ ઓરિજિન માટે ન્યૂ શેફર્ડ નામનું એક રોકેટ સિસ્ટમ બનાવ્યુ છે.

જેફ બેજોસની ટીમનો હિસ્સો બની ભારતની Sanjal Gavande, નાનપણથી જ અંતરિક્ષમાં હતી રૂચી
Sanjal Gavande became part of Jeff Bezos' team

Follow us on

એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ (Jeff Bezos) 20 જુલાઇના રોજ અંતરિક્ષની યાત્રાએ નિકળવાના છે. તેમની આ યાત્રા માટે જે રોકેટને પસંદ કરવામાં આવ્યુ છે તે રોકેટને બનાવનારી ટીમમાં ભારતીય સંજલ ગવાંડે (Sanjal Gavande) પણ સામેલ છે. 30 વર્ષીય સંજલ મહારાષ્ટ્રના કલ્યાણની રહેવાસી છે. તેમના માતા-પિતા બંને હાલમાં નિવૃત્ત છે. તેમના પિતા કલ્યાણ-ડોંબિવલી નગર નિગમના કર્મચારી રહ્યા છે.

સંજલના માતા-પિતાનું કહેવું છે કે તેને નાનપણથી જ અંતિક્ષની દુનિયામાં રસ છે. સ્પેસ એક્સપ્લોરેશનના એરિયામાં કામ કરી રહેલી જેફ બેજોસની કંપનીએ બ્લૂ ઓરિજિન માટે ન્યૂ શેફર્ડ નામનું એક રોકેટ સિસ્ટમ બનાવ્યુ છે. આજ મિશનનો હિસ્સો સંજલ પણ રહી છે. પોતાની આ ઉપલબ્ધી પર જણાવ્યુ કે, હું બહુ જ ખુશ છુ. મારુ નાનપણનું સપનું પૂરૂ થવા જઇ રહ્યુ છે. ટીમ બ્લૂ ઓરિજિનનો ભાગ બનીને હુ ખૂબ ગર્વ અનુભવુ છુ

સંજલના અભ્યાસની વાત કરીએ તો તેણે 2011 માં મુંબઇ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યાર બાદ તેમણે અમેરીકા જઇને મિશિગન ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાંથી આગામી અભ્યાસ પૂર્ણ કર્યો છે. અહીં તેમનો મુખ્ય વિષય એરોસ્પેસ હતો. 2013 માં ફર્સ્ટ ડિવિઝન સાથે તેમણે પોતાની માસ્ટર ડિગ્રી મેળવી

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સંજલે જ્યારે NASA માં એપ્લાય કર્યુ ત્યારે તેની સિટિઝનશીપ અમુક કારણોસર નામંજૂર થઇ હતી. ત્યાર બાદ તેણે બ્લૂ ઓરિજિનમાં (Blue Origin) જોબ માટે એપ્લાય કર્યુ. અહીં સિસ્ટમ એન્જીનિયરના પદ માટે તેમની પસંદગી કરવામાં આવી અને હવે તે જેફ બેજોસ અને તેમની કંપનીની ટીમનો એક ભાગ છે.

આ પણ વાંચો – Ahmedabad: ચોમાસાની શરૂઆત સાથે શહેરમાં મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળો શરૂ, જુઓ આંકડાઓ

આ પણ વાંચો – Neha Dhupia ફરીથી બનવા જઈ રહી છે માતા, બેબી બમ્પ સાથે ફોટો શેર કરીને ચાહકોને આપ્યા સારા સમાચાર

Next Article