Indian Railwaysએ Truecaller સાથે કરી પાર્ટનરશીપ, હવે IRCTC તરફથી આવતા તમામ કોલ અને મેસેજ હશે વેરિફાઇડ

|

Oct 31, 2021 | 9:52 AM

દરરોજ લાખો લોકો આ નંબર પર ફોન કરે છે અને તેમની ટિકિટ કે ટ્રેનની મુસાફરી વિશે પૂછપરછ કરે છે. આ રેલવે નંબર હવે Truecaller Business Identity Solutions દ્વારા ચકાસવામાં આવશે.

Indian Railwaysએ Truecaller સાથે કરી પાર્ટનરશીપ, હવે IRCTC તરફથી આવતા તમામ કોલ અને મેસેજ હશે વેરિફાઇડ

Follow us on

લોકોને છેતરપિંડીથી બચાવવા માટે ભારતીય રેલવેએ Truecaller સાથે ભાગીદારી કરી છે. રેલવે તરફથી આવતા કોલ સંદેશાઓ વિશે લોકોનો વિશ્વાસ વધારવા Truecaller સાથે ભાગીદારી કરવામાં આવી છે. ટ્રુકોલર રેલવેના તમામ મેસેજ અને કોલ વેરિફાય કરશે. આનાથી લોકોને વિશ્વાસ મળશે કે રેલવેના નામે તેમને કોઈ છેતરતું નથી.

જ્યારે યુઝર્સ રેલવે ટિકિટ બુક કરે છે, ત્યારે ટ્રુકોલર એ પણ કન્ફર્મ કરશે કે તેમની બુકિંગ વિગતો, PNR સહિતની તમામ માહિતી IRCTC દ્વારા મોકલવામાં આવી રહી છે કે નહીં. રેલવેનો સત્તાવાર નંબર 139 છે.

દરરોજ લાખો લોકો આ નંબર પર ફોન કરે છે અને તેમની ટિકિટ કે ટ્રેનની મુસાફરી વિશે પૂછપરછ કરે છે. આ રેલવે નંબર હવે Truecaller Business Identity Solutions દ્વારા ચકાસવામાં આવશે. હવે જ્યારે ગ્રાહકો 139 પર કૉલ કરશે, ત્યારે તેમને ત્યાં ગ્રીન વેરિફાઈડ બિઝનેસ બેજ દેખાશે, જે નંબરની ચકાસણીની પુષ્ટિ કરશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રેલવે અને ટ્રુકોલરની આ ભાગીદારીનો હેતુ ગ્રાહકોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવાનો છે. આ વિશે વાત કરતાં IRCTCના ચેરમેન રજની હસીજાએ કહ્યું, “અમે Truecaller સાથે ભાગીદારી કરીને એક નવી પહેલ શરૂ કરી છે.

IRCTC કોમ્યુનિકેશન ચેનલોને પહેલા કરતા વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે અમે Truecallerની ટેકનોલોજીનો ઉપયોગ કરીશું. અમને આશા છે કે આનાથી અમારા ગ્રાહકોનો વિશ્વાસ વધશે.

તે જ સમયે, Truecaller જણાવ્યું હતું કે, તેમની પાસે પહેલાથી જ વિશ્વભરમાં ઘણા સાહસો છે જેઓ વેરિફાઇડ કોમ્યુનિકેશન માટે અમારા Truecaller સોલ્યુશનનો ઉપયોગ કરી રહ્યાં છે. Truecallerએ કહ્યું, “અમે હવે IRCTC સાથે ભાગીદારી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.

આ પણ વાંચો –

The Big Picture : દીપિકા પાદુકોણને રણવીર સિંહે કહી ‘શેરની’, કહ્યું ‘દુનિયામાં એકમાત્ર પત્નીથી ડરું છું’

આ પણ વાંચો –

Crime: ‘પ્રેમિકાનો ગેંગરેપ થતો રહ્યો અને ચૂપચાપ જોતો રહ્યો, તું બોયફ્રેન્ડ કહેવાને લાયક નથી’ કહી ઇલાહાબાદ હાઈકોર્ટે આરોપીના જામીન કર્યા નામંજૂર

આ પણ વાંચો –

National Unity Day 2021: કેવડિયામાં સરદાર પટેલની 146 મી જન્મજયંતીની ઉજવણી, યોજાશે આ ખાસ કાર્યક્રમો

Next Article