ફક્ત 18 મહિનામાં Koo એ બનાવ્યો શાનદાર રેકોર્ડ, ઝડપથી પાર કર્યો 1 કરોડ યૂઝર્સનો આંકડો

|

Aug 27, 2021 | 8:28 AM

કૂ (Koo App) એક જ ભાષામાં કોમન ઇન્ટરેસ્ટ ધરાવતા યૂઝર્સને સર્ચ કરવામાં મદદ કરીને અલગ અલગ ભાષા-કમ્યુનિટીમાં એક ડીપ કનેક્શન બનાવવામાં મદદ કરે છે.

ફક્ત 18 મહિનામાં Koo એ બનાવ્યો શાનદાર રેકોર્ડ, ઝડપથી પાર કર્યો 1 કરોડ યૂઝર્સનો આંકડો
Koo made a great record crossed the figure of 10 million users

Follow us on

ભારતની મલ્ટી લેંગ્વેજ માઇક્રો-બ્લોગિંગ એપ કૂએ (Koo) માર્ચ 2020 માં લોન્ચ થયા બાદ ફક્ત 18 મહિનામાં ભારે ગ્રોથ નોંધાવ્યો છે. તેણે 1 કરોડ (10 મિલિયન) ડાઉનલોડ્સનો આંકડો પાર કરી દીધો છે. પ્લેટફોર્મ પર કેટટલાક પ્રમુખ ચહેરાઓ પણ સામેલ છે જેવા કે ફિલ્મ સ્ટાર, રાજનેતા, પ્લેયક, રાઇટર્સ, જર્નલિસ્ટ. આ તમામ 8 ભાષાઓમાં પોતાના અપડેટ્સ શેયર કરે છે અને પોતાના ફોલોવર્સ સાથે જોડાયેલા રહે છે.

કૂ હવે હિન્દી, કન્નડ, મરાઠી, તમિલ, તેલુગુ, અસમિયા, બાંગ્લા અને અંગ્રેજી સહિત 8 ભાષાઓમાં ઉપલબ્ધ છે. ભારતને પહેલા સ્થાન પર રાખવાના ટાગરેટ સાથે ડેવલપ કરવામાં આવેલા આ પ્લેટફોર્મે કેટલાક ટેકનિકલ ફિચર્સ આપ્યા છે જે વધુ ભારતીયોને ઓનલાઇન વાતચીત કરવા માટે સામેલ થવા સક્ષમ બનાવે છે. આના દ્વારા તેમને પ્લેટફોર્મ પર પોતાની જાતને સ્વતંત્ર રીતે એક્સપ્રેસ કરવાનો અધિકાર મળે છે.

કૂ એક જ ભાષામાં કોમન ઇન્ટરેસ્ટ ધરાવતા યૂઝર્સને સર્ચ કરવામાં મદદ કરીને અલગ અલગ ભાષા-કમ્યુનિટીમાં એક ડીપ કનેક્શન બનાવવામાં મદદ કરે છે. કૂ આવનાર કેટલાક મહિનાઓમાં ભારતીયો માટે કેટલીક સુવિધાઓ લોન્ચ કરશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કૂ ના એક સ્પોક્સપર્સને જણાવ્યુ કે, કૂને એક ડિજીટલ પ્લેટફોર્મ બનાવવાના સપના સાથે શરૂ કરવામાં આવ્યુ હતુ જ્યાં લાખો ભારતીયો સ્વતંત્ર રૂપથી પોતાના વિચારોને વ્યક્ત કરી શકે અને પોતાની પસંદની ભાષામાં વિચારો શેયર કરી શકે. જ્યારથી અમે માર્ચ 2020 માં તેને લોન્ચ કર્યુ ત્યારથી જ પ્રતિક્રિયા ઉત્સાહજનક રહી છે. કૂ એ હમણા સુધી 1 કરોડ ડાઉનલોડ્સ મેળવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, હાલમાં અમે જે અનુભવ કર્યા છે તેની સરખામણીમાં ભવિષ્યમાં અમારી વૃદ્ધિ વધુ ઝડપી હશે. અમે પોતાના દેશમાં બનેલી ડિજીટલ કંપનીઓ માટે વૈશ્વિક સ્તર પર જવાનો માર્ગ પ્રશસ્ત કરવા માટે વિનમ્ર અને ઉત્સાહિ છીએ કારણ કે ભારત આત્મનિર્ભર ડિજીટલ ઇન્ડિયા ના સપનાને સાકાર કરવા, ટેક્નોલોજી અને ભાષાઓના માધ્યમથી દેશને એકત્ર કરવાની ઇચ્છા રાખે છે.

કૂ પ્લેટફોર્મ પર કેટલાક મોટા ચહેરાઓએ એકાઉન્ટ બનાવ્યુ છે. જેમાં ઇલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય, પ્રેસ સૂચના બ્યૂરો, રેલ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, માય ગોવ (MyGov), ડિજીટલ ઇન્ડિયા, બીએસએનએલ, ઇન્ડિયા પોસ્ટ, નિતીન ગડકરી, કમલનાથ, અશોક ગહેલોત. યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ, સુપ્રિયા સુલે, પીયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ, રવિશંકર પ્રસાદ, સંજય સિંહ. એચડી કુમારસ્વામી, ચંદ્રશેખર આઝાદ, મોહમ્મદ શમી, રિદ્ધીમા સાહા, આકાશ ચોપડા, જવાગલ શ્રીનાથ, સાઇના નેહવાલ, અભિનવ બિન્દ્રા, રવિ કુમાર દહિયા, મેરી કોમ, અનુપમ ખેર અને ટાઇગર શ્રોફ સામેલ છે.

આ પણ વાંચો-

Kabul Airport Attack: કાબુલ હુમલા બાદ વિશ્વ આઘાતમાં, બ્રિટિશ PM બોલ્યા જારી રહેશે ઓપરેશન PITTING, વાંચો કોણે શું કહ્યું ?

આ પણ વાંચો –

OMG: કરોડોમાં રમે છે અમિતાભ બચ્ચનનો બોડીગાર્ડ જિતેન્દ્ર શિંદે, જાણો કેટલો પગાર આપે છે Big B

Next Article