જો તમારો પાસવર્ડ આ લિસ્ટમાં સામેલ છે તો તેને ઝડપથી અપડેટ કરો, નહીંતર તમારો પર્સનલ ડેટા ચોરી થઈ શકે છે

|

May 07, 2022 | 3:01 PM

આજે અમે તમને સૌથી વધુ ઉપયોગમાં લેવાતા 10 પાસવર્ડ (Passwords) વિશે જણાવીશું. જેની મદદથી તમે અંદાજ લગાવી શકો છો કે તમારો પાસવર્ડ તમે વિચારો છો તેના કરતા કેટલો સુરક્ષિત છે.

જો તમારો પાસવર્ડ આ લિસ્ટમાં સામેલ છે તો તેને ઝડપથી અપડેટ કરો, નહીંતર તમારો પર્સનલ ડેટા ચોરી થઈ શકે છે
Password (File Photo)

Follow us on

આજે જ્યારે બાયોમેટ્રિક્સ (Biometrics) અને પાસવર્ડલેસ ઓથેન્ટિકેશનની (Authentication) રજૂઆતે ઘણા યુઝર્સ માટે વસ્તુઓને ઘણી સરળ બનાવી છે, ત્યારે મોટાભાગના લોકો હજી પણ તેમના ઑનલાઇન ડેટાને સુરક્ષિત રાખવા માટે ટિપિકલ પાસવર્ડ્સનો (Password) ઉપયોગ કરવાનું પસંદ કરે છે. જો કે, આ પદ્ધતિ હેકર્સ માટે પણ ખૂબ જ સંવેદનશીલ છે કારણ કે લોકો હજુ પણ તેમના પાસવર્ડ તરીકે ‘12345’ અથવા ‘111111’નો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, જે આજની તારીખમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડ પૈકી એક છે. આવા સરળ પાસવર્ડ રાખવાથી તમારો કિંમતી પર્સનલ ડેટા જોખમમાં આવી જાય છે.

સાયબર સિક્યોરિટી ફર્મ લુકઆઉટના રિપોર્ટ અનુસાર, 2022માં, વૈશ્વિક સ્તરે પુષ્કળ પ્રમાણમાં થતી ડેટા ચોરી કારણે ડાર્ક વેબ પર સૌથી વધુ જોવા મળતા પાસવર્ડ્સની યાદી આ મુજબ છે: જેમાં, 123456789, Qwerty, Password, 12345, 12345678, 111111, 1234567, Q32111, Q3231નો સમાવેશ થાય છે.

આવી પરિસ્થિતિમાં, જો તમે તમારા અંગત ડેટાને સુરક્ષિત રાખવા માટે આ પાસવર્ડ્સનો ઉપયોગ કરો છો, તો તમે તાત્કાલિક ધોરણે અપડેટ અથવા બદલી નાખો. અહીંયા કેટલીક ટીપ્સ આપી છે જેનો ઉપયોગ તમે સુરક્ષિત અને મજબૂત પાસવર્ડ બનાવવા માટે કરી શકો છો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

મજબૂત પાસવર્ડ કેવી રીતે બનાવવો

તમારા પાસવર્ડ તરીકે ફોન નંબર, સરનામાં, જન્મદિવસ, તમારા નામ, કુટુંબના સભ્યો અથવા પાલતુ પ્રાણી એટલે કે પેટ્સના નામનો ઉપયોગ કરશો નહીં. તમારા પાસવર્ડ માટે હંમેશા અપરકેસ અને લોઅરકેસ અક્ષરો, સંખ્યાઓ અને પ્રતીકોનો ઉપયોગ કરો. ‘qwerty’ અથવા ‘123456’ જેવા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા પાસવર્ડ્સથી દૂર રહો.

ડેટા ચોરી અથવા સાયબર હુમલાથી બચવા માટે સુરક્ષિત પાસવર્ડ ઓછામાં ઓછા 16 અક્ષર જેટલો લાંબા હોવા જોઈએ. શબ્દકોષના શબ્દોનો પાસવર્ડ તરીકે ઉપયોગ કરશો નહીં કારણ કે હેકર્સ આવા શબ્દોને શબ્દકોશમાં સ્કેન કરવા અને પાસવર્ડ ક્રેક કરવા માટે માલવેરથી બનેલા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે.

પાસવર્ડ મેનેજમેન્ટ ટિપ્સ

તમારા એકાઉન્ટમાં સિક્યોરિટીમાં વધારાનું સ્તર ઉમેરવા માટે હંમેશા ટુ સ્ટેપ વેરિફિકેશન પસંદ કરો. હંમેશા ખાતરી કરો કે તમે ઉપયોગ કરી રહ્યાં છો તે તમામ એપ્સ પ્રમાણિત છે અને સત્તાવાર એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરેલ છે. જો તમને લાગતું હોય કે તમે તમારો પાસવર્ડ ભૂલી જશો, તો તેને યાદ રાખવા માટે પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો. હંમેશા કોઈપણ લિંક કરેલા ટેક્ષ્ટ સંદેશાઓ માટે ધ્યાન રાખો, કારણ કે, તે તમારા ડિવાઇસને હેક કરી શકે છે અને વ્યક્તિગત માહિતી ચોરી શકે છે. તમારો પાસવર્ડ હંમેશા નિયમિતપણે બદલતા રહો.

Next Article