જો તમે તમારા ફોનને સુરક્ષિત રાખવા માંગતા હોવ તો આ 5 બાબતોનું હંમેશા રાખો ધ્યાન, નહીં આવે કોઇ સમસ્યા

|

Dec 02, 2021 | 9:55 AM

ટેક્નોલોજીના વિકાસની સાથે સાથે સિક્યુરીટીની પણ કેટલીક સમસ્યાઓ વધવા લાગી છે. સાયબર ક્રાઇમના વધતા કિસ્સાઓ વચ્ચે તમારા ફોનને સુરક્ષિત રાખવો ખૂબ જરૂરી છે.

જો તમે તમારા ફોનને સુરક્ષિત રાખવા માંગતા હોવ તો આ 5 બાબતોનું હંમેશા રાખો ધ્યાન, નહીં આવે કોઇ સમસ્યા
Smart Phone Hacks

Follow us on

મોબાઈલ ફોન (Smart Phone) આજકાલ બધાની જરુરિયાત બની ગયો છે. ફોન વિના કોઈપણને ચાલે પણ નથી એટલે કે મોબાઈલ ફોન આપણા જીવનનો એક હિસ્સો બની ગયો છે. જો તમે તમારા મોબાઈલ ફોનને સુરક્ષિત રાખવા માગતા હોય તો તમારે નીચેના સ્ટેપને ફોલો કરવાના છે. આ સામાન્ય સેંટિગથી તમારા ફોનની સુરક્ષા વધી જશે અને તમે કોઈપણ છેતરપિંડીનો (Fraud) ભોગ નહીં બનો.

1. હોમ સ્ક્રીન પર પાસવર્ડ સેટ

હોમ સ્ક્રીન પર પાસવર્ડ સેટ કરવાથી ફોનની સુરક્ષા વધી જાય છે. જો ફોન ખોવાઈ જાય તો પણ તેને સરળતાથી ખોલી શકાતો નથી. અજાણ્યા લોકો આ પાસવર્ડના લીધે ફોનને સીધી રીતે ખોલી શકતા નથી. તેમને ફોન ખોલવામાં સમય લાગે છે તેટલી વારમાં તમે પેેમેન્ટ એકાઉન્ટ બ્લોક કરાવી શકો છો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

2. સુરક્ષિત નેટ સર્ફિંગ

જ્યારે તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો કે અન્ય વેબસાઈટ પર જાઓ છો ત્યારે પોપ અપ સાથે એક નવી વેબસાઈટ ખૂલી જાય છે. વિવિધ જાહેરાતો સાથે તમને એક કલીક કરવાનું કહેવામાં આવે છે તો આવું થાય ત્યારે વેબસાઈટને તરત જ બંધ કરી દો અને કોઈપણ સાઈટ પર ક્લિક કરીને એપ ડાઉનલોડ કરવાનું ટાળો.

3. વાઈ-ફાઈ નેટર્વક ક્નેક્ટ કરો ત્યારે ધ્યાન રાખો

જો તમે બીજાના વાઈફાઈનો ઉપયોગ કરવાના શોખીન હોવ તો તમારે ચેતી જવાની જરુર છે. કારણ કે ક્યારેક આવા વાઈફાઈમાં કનેક્ટ થયા બાદ હેકર્સ તમારો સરળતાથી ચોરી લે છે.

4. ફોનનું બેકઅપ લેવાની ટેવ પાડો

ફોનમાં તમારી અગત્યની વસ્તુઓ અને ડોક્યુમેન્ટ પણ સચવાયેલાં હોય છે. આથી સમયાંતરે અન્ય જગ્યાએ તેનું બેકએપ લેવાની ટેવ રાખો જેના લીધે કોઈપણ ટેકનીકલ પ્રોબ્લેમ થાય અને ડેટાને નુકસાન થાય તો તેમાં નુકસાન ઘટાડી શકાય છે.

5.તમારા મોબાઈલ ફોનનો IMEI નંબર લખીને રાખો

કોઈપણ ફોનની ઓળખ તેના IMEI નંબરના આધારે થાય છે. જો મોબાઈલ ફોન ખોવાઈ જાય તો તેના પોલીસ સરળતાથી આ નંબરના આધારે ટ્રેસ કરીને શોધ શકે છે. આમ આ નંબર મોબાઈલ ફોનના બીલ તેમજ તેની પાછળ પણ હોય છે જો તમે એને નોંધી રાખો તો તમારા ફોનની સુરક્ષા તમે પહેલાં જ વધારી રહ્યાં છો.

આ પણ વાંચો –

Surya Grahan 2021: સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ન કરવું જોઈએ આ કામ, જાણો શું કહે છે માન્યતાઓ

આ પણ વાંચો –

OMG !! મહિલાએ પોતાનો સોફો વેચવા ઇન્ટરનેટ પર આપી જાહેરાત, લોકોએ સોફાને બદલે તેના 7 મહિનાના દિકરાનો પૂછ્યો ભાવ, જાણો કેમ

આ પણ વાંચો –

IND vs SA: વિરાટ કોહલીને વન ડે કેપ્ટનશિપ માટે બે જૂથમાં વહેંચાયુ BCCI! દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટેની ટીમ સિલેકશનમાં અંતિમ નિર્ણય

Next Article