OMG !! મહિલાએ પોતાનો સોફો વેચવા ઇન્ટરનેટ પર આપી જાહેરાત, લોકોએ સોફાને બદલે તેના 7 મહિનાના દિકરાનો પૂછ્યો ભાવ, જાણો કેમ

ઓનલાઇન સોફો વેચવા માટે આ મહિલાએ સોફાની 2-3 તસવીર ખેંચી અને તેને અપલોડ કરી દીધી, સાથે જ તેણે જાહેરાતમાં લખ્યુ કે, 'હુ આજે જ આને વેચવા માંગુ છુ'

OMG !! મહિલાએ પોતાનો સોફો વેચવા ઇન્ટરનેટ પર આપી જાહેરાત, લોકોએ સોફાને બદલે તેના 7 મહિનાના દિકરાનો પૂછ્યો ભાવ, જાણો કેમ
Lucy Battle

સોશિયલ મીડિયા (Social Media) પર રોજ કેટલીક અજીબો ગરીબ ઘટનાઓ વાયરલ થતી હોય છે. કેટલાક કિસ્સાઓ એવા હોય છે જે તમને ચોંકાવી દે તો પછી કેટલાક કિસ્સા સાંભળીને તમે હસી હસીને લોટપોટ થઇ જાવ. હાલમાં એવી જ એક ઘટના ચર્ચાનો વિષય બની છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

ઇન્ટરનેટના યુગમાં દરેક કામ ચપટી વગાડતા જ થઇ જાય છે. લોકો કપડાથી લઇને ઘર વખરીનો સામાન, ઇલેકટ્રોનિક્સ આઇટમ્સ પણ ઓનલાઇન ખરીદી લે છે. વળી કેટલીક એપ્સ એવી પણ હોય છે જેની મદદથી લોકો પોતાના ઘરમાં પડેલી કામ વગરની વસ્તુઓ વેચી શકે છે. એટલે કે આવા પ્લેટફોર્મ પરથી ઓછી કિમતે સેકન્ડ હેન્ડ વસ્તુઓ ખરીદી શકાય છે. પરંતુ પોતાના ઘરમાં પડેલા એક જુના સોફાને વેચવા જતા લૂસી બૈટલ (Lucy Battle) નામની મહિલા સાથે કઇંક વિચિત્ર ઘટના બની.

ખરેખર, ઈંગ્લેન્ડના લીડ્ઝમાં (Leeds, England) રહેતી લૂસી બૈટલના ઘરમાં ઘણા સમયથી એક સોફા પડેલો હતો. તે તેને વેચવા માંગતી હતી. આ માટે તે સેલિંગ ઓન માર્કેટપ્લેસ પર એક જાહેરાત મૂકે છે, જેથી તેમને ઘરે બેઠા તેમના સોફા માટે સારા પૈસા મળી શકે અને તેઓ તેની જગ્યાએ નવો સોફા લાવી શકે. હવે તેને શું ખબર હતી કે તેના હાથે કેવી વિચિત્ર ભૂલ થવા જઈ રહી છે.

ઓનલાઇન સોફો વેચવા માટે આ મહિલાએ સોફાની 2-3 તસવીર ખેંચી અને તેને અપલોડ કરી દીધી, સાથે જ તેણે જાહેરાતમાં લખ્યુ કે, ‘હુ આજે જ આને વેચવા માંગુ છુ’ પરંતુ 20 વર્ષની લૂસીને જરા પણ અંદાજ ન હતો કે તેણે સોફાની સાથે પોતાના 7 મહિનાના દિકરા ઓસ્કરની તસવીર પણ અપલોડ કરી દીધી છે. તેણે આ વિશે વાત કરતા કહ્યુ કે તેણે ભૂલથી પોતાના દિકરાની તસવીર અપલોડ કરી દીધી હતી અને આ ઘટના બાદ લોકો તેનો દિકરો ખરીદવા માટે તેને મેસેજ કરવા લાગ્યા

લૂસીને લાગ્યું કે લોકો તેને સોફા વિશે પૂછે છે, પરંતુ જે પ્રતિક્રિયા આવી તે તેના પુત્રની તસવીર વિશે હતી. બધા આની મજાક ઉડાવી રહ્યા હતા અને લ્યુસીને કંઈક રમુજી કહી રહ્યા હતા. એક વ્યક્તિએ લખ્યું – શું હું તેને મારા કિશોર સાથે બદલી શકું? તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું – તે બાકીના બાળકો સાથે શું પસંદ કરશે. જ્યારે લ્યુસીને તેની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે કહ્યું કે આ તસવીર ભૂલથી પોસ્ટ કરવામાં આવી છે અને તે તેના બાળકને પોતાનાથી બિલકુલ દૂર કરવા માંગતી નથી.

આ પણ વાંચો –

LIC IPO : LIC પોલિસી ખરીદનારાઓ માટે ખુશખબર, PAN અપડેટ કરશો તો IPO માં મળશે આ વિશેષ લાભ, જાણો વિગતવાર

આ પણ વાંચો –

Uttar Pradesh: CM યોગી આજે 12.17 લાખ વિદ્યાર્થીઓને આપશે મોટી ભેટ, ખાતામાં 458.66 કરોડ રૂપિયાની સ્કોલરશિપ કરશે ટ્રાન્સફર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati