AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોબાઈલ વેચી રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો બાકી થઈ જશે મોટુ ‘સ્કેમ’

નવો ફોન લોન્ચ થતા જ ઘણાં ઉપભોક્તાઓ એવા હોય છે કે જે તેમનો જુનો હેન્ડ સેટ વેચીને તરત નવો લઈ લેતા હોય છે. જો કે વાત અહીં કયો નવો મોબાઈલ લેવો તે નથી પરંતુ એ જે જુનો ફોન વેચી રહ્યા છે તેને લઈને છે. જુનો મોબાઈલ વેચતા પહેલા એવી ઘણી વસ્તુઓ કરવી જરૂરી છે કેમકે તેને કર્યા વગર મોબાઈલ વેચવા પર તમારી સાથે થઆ શકે છે સ્કેમ.

મોબાઈલ વેચી રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો બાકી થઈ જશે મોટુ 'સ્કેમ'
મોબાઈલ વેચી રહ્યા હોવ તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો
| Updated on: Dec 01, 2023 | 3:01 PM
Share

નવો ફોન લોન્ચ થતા જ ઘણાં ઉપભોક્તાઓ એવા હોય છે કે જે તેમનો જુનો હેન્ડ સેટ વેચીને તરત નવો લઈ લેતા હોય છે. જો કે વાત અહીં કયો નવો મોબાઈલ લેવો તે નથી પરંતુ એ જે જુનો ફોન વેચી રહ્યા છે તેને લઈને છે. જુનો મોબાઈલ વેચતા પહેલા એવી ઘણી વસ્તુઓ કરવી જરૂરી છે કેમકે તેને કર્યા વગર મોબાઈલ વેચવા પર તમારી સાથે થઆ શકે છે સ્કેમ.

આ સ્કેમના થાય એટલા માટે જ અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવીશું જે જો તમે પહેલાથી જ કરી લો તો ફોન વેચ્યા પછી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. ફોનમાં સૌથી મહત્વની વસ્તુ છે ડેટા અને ડેટા ચોરી કે લીક થવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે. આવી સ્થિતિમાં આજે જ નીચે જણાવેલી ટિપ્સને પાક્કી કરી લો

બ્રાઉઝરમાંથી સેવ કરેલા પાસવર્ડને હટાવી દો

સ્માર્ટ ફોનના સમયમાં સ્વાભાવિક પણ બ્રાઉઝરમાં પાસવર્ડ સેવ કરી રાખવો આદત બની જાય છે, પરંતુ જ્યારે તમે ફોન વેચવા માટે જાવ છો ત્યારે આ જ સેવ કરેલા પાસવર્ડ તમારા માટે મુશ્કેલીનો સબબ બની શકે છે. હેકર તેનાથી તમારી ઘણી વસ્તુ હેક કરી શકે છે. એક ઉદાહરણ આપી દઈએ તો  નેટ બેંકિંગ પાસવર્ડ વગેરે વિગતો સેવ છે અને જો ફોન ખરીદનારને આ વિશે પછીથી ખબર પડે તો આર્થિક રીતે તમને નુક્શાન પોંહચી શકે છે. આવી સ્થિતિમાં, ફોન વેચતા પહેલા, તમારે બ્રાઉઝર સેટિંગ્સમાં જઈને પાસવર્ડ કાઢી નાખવો જોઈએ, જેથી તમને ભવિષ્યમાં કોઈ નુકસાન ન ઉઠાવવું પડે.

ફોનને રીસેટ કરી લેવો જોઈએ

મોબાઈલ વેચતા પહેલા દુકાનદાર પાસે સામે ઉભા રહીને મોબાઈલ રિસેટ કરાવી લેવો જોઈએ જેથી કરીને મોબાઈલના ડેટા સહિતની વિગતો ડિલીટ જશે. આનાથી ફાયદો એ રહેશે કે તમારી પોતાની ખાનગી વિગતચો પણ જાહેર થવાનું જોખમ ટળી જશે.

મોબાઈલમાંથી ખાસ રીમુવ કરો

ફોન વેચતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે તમારા ફોનમાં રહેલા માઈક્રોએસડી કાર્ડ છે. ભુલ્યા વગર એસડી કાર્ડ એટલે કાઢી લેવો જરૂરી છે કે કેમકે તમારા ઘણાં ડેટા તેમાં સ્ટોર કરવામાં આવેલા હોય છે અને કોઈના હાથમાં ગયા બાદ તેનો ઉપયોગ ખોટી રીતે થઈ શકે છે. નાંણાકિય ડેટા સાથે બેંક ખાતાની વિગતો અગર કોઈ હેકરના હાથમાં આવી જાય છે તો તે તમને નુક્શાન પોંહચાડી શકે છે.

ગુગલ એકાઉન્ટ લોગ આઉટ

મોબાઈલ વેચતા પહેલા ડિવાઈસમાંથી ગુગલ એકાઉન્ટથી લોગ આઉટ કરવાનું ના ભૂલો, ઘણી વાર લોકો આ પ્રકારની ભૂલ કરી બેસે છે અને ફોન વેચતા પહેલા આવું ન કરો. ફોનના સેટિંગમાં જઈને ગૂગલ એકાઉન્ટને હટાવી દો, આવું કરવાથી તમારો ડેટા લીક થવાથી બચી શકાય છે.

g clip-path="url(#clip0_868_265)">