Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Android ફોન ખોવાઈ અથવા ચોરી થવા પર આ રીતે ડિલીટ કરો તેમાંથી GPay એકાઉન્ટ

ઈન્ટરનેટનો ઉપયોગ વધવાથી હવે ઘણી બધી વસ્તુઓ સ્માર્ટફોન (Smartphone)થી જ થાય છે. હવે તમે તમારી બેંકમાંથી કોઈને પણ પૈસા ટ્રાન્સફર કરવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ પણ કરી શકો છો.

Android ફોન ખોવાઈ અથવા ચોરી થવા પર આ રીતે ડિલીટ કરો તેમાંથી  GPay એકાઉન્ટ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 8:55 AM

ઈન્ટરનેટનો ઉપયોગ વધવાથી હવે ઘણી બધી વસ્તુઓ સ્માર્ટફોન (Smartphone)થી જ થાય છે. હવે તમે તમારી બેંકમાંથી કોઈને પણ પૈસા ટ્રાન્સફર કરવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમે GPay જેવી એપ્સની મદદ લઈ શકો છો. જો કે, ફોન ખોવાઈ જવાના કિસ્સામાં, તમારું GPay એકાઉન્ટ ખોટા હાથમાં જઈ શકે છે અને નુકસાન થઈ શકે છે.

જો કે, પેમેન્ટ આધારિત ટેક કંપનીઓ વપરાશકર્તાઓ માટે વધારાની સુરક્ષા ઓફર કરે છે. આની મદદથી તેઓ એપ માટે પાસકોડ સેટ કરી શકે છે. સુરક્ષા માટે લોકો ફોનમાં સ્ક્રીન લોકનો પણ ઉપયોગ કરે છે. પરંતુ, હેકર્સ તેને સરળતાથી તોડી નાખે છે.

આવી સ્થિતિમાં, અમે તમને અહીં તે પ્રક્રિયા વિશે જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા Android ફોનમાંથી GPay એકાઉન્ટને રિમોટલી ડિલીટ કરી શકો છો. સૌ પ્રથમ અહીં GPay એકાઉન્ટ વિશે વાત કરીએ. જો તમારો એન્ડ્રોઈડ ફોન ખોવાઈ જાય છે, તો તમારે પહેલા તમારા બીજા ફોનમાંથી 18004190157 ડાયલ કરવું પડશે.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

આ પછી તમારે Other issues નો વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યાર બાદ તમારો કોલ કસ્ટમર કેર એજન્ટ સાથે કનેક્ટ થઈ જશે. તેઓ તમને Google એકાઉન્ટને બ્લોક કરવામાં મદદ કરશે. આ માટે તમારે તમારું રજિસ્ટર્ડ ગૂગલ એકાઉન્ટ અને મોબાઈલ નંબર વેરિફાઈ કરવાનો રહેશે.

આ સિવાય તમે વૈકલ્પિક પદ્ધતિ પણ અજમાવી શકો છો. આની મદદથી તમે તમારા એન્ડ્રોઈડ એકાઉન્ટમાંથી તમામ ડેટા રિમોટલી ઈરેઝ કરી શકો છો. આ માટે તમારે બ્રાઉઝરમાં android.com/find ઓપન કરવાનું રહેશે. આ પછી તમારે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરવું પડશે.

Google Find My Device માં, તમે Play Sound, Secure Device અને Erase Device માટેના વિકલ્પો જોશો. આમાં તમારે ઇરેઝ ડિવાઇસનો વિકલ્પ પસંદ કરવાનો છે. તે પછી નીચે સ્ક્રોલ કરો અને Erase Device પર ક્લિક કરો. તમારા ફોન પરનો તમામ ડેટા રિમોટલી દૂર કરવામાં આવશે.

આ પણ વાંચો: અમિત શાહે કહ્યું, પ્રાકૃતિક ખેતી ભારત માટે મહત્વપૂર્ણ, તેનાથી નવી હરિત ક્રાંતિ શરૂ કરે ખેડૂતો

આ પણ વાંચો: Viral: હિમવર્ષા વચ્ચે વોલીબોલ રમતા INDIAN ARMY ના જવાનોની લોકોએ કરી પ્રશંસા

g clip-path="url(#clip0_868_265)">