Harassment in Google HQ : ગુગલ ઓફીસમાં સતામણી, 500 કર્મચારીઓએ CEO સુંદર પીચાઈને લખ્યા પત્રો

Harassment in Google HQ : અગાઉ ગુગલમાં એન્જિનિયર તરીકે કામ કરનારી એમી નીટફેલ્ડ (Emi Nietfeld)એ એક સમાચારપત્રમાં લખેલા તેના ઓપિનિયન પીસમાં લખ્યું કે મને પજવણી કરતો માણસ હજી પણ મારી બાજુમાં બેઠે છે.

Harassment in Google HQ : ગુગલ ઓફીસમાં સતામણી, 500 કર્મચારીઓએ CEO સુંદર પીચાઈને લખ્યા પત્રો
Google HQ
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 10:40 PM

Harassment in Google HQ : વિશ્વપ્રસિદ્ધ ટેક કંપની ગુગલ (Google)માં સતામણીની ફરિયાદી ઉઠી છે અને મોટા પ્રમાણમાં કર્મચારીઓએ ગુગલ અને આલ્ફાબેટના CEO સુંદર પીચાઈ (Sunder Pichai) ને પત્રો લખ્યા અને સતામણી બંધ કરવા અને રક્ષણ આપવાની માંગ કરી છે.

સતામણી અંગે 500 કર્મચારીઓએ લખ્યા પત્રો સુપ્રસિદ્ધ ટેક કંપની ગુગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઇને કંપનીના 500 કર્મચારીઓને પત્ર લખીને ગુગલ ઓફિસમાં ચાલી રહેલી સતામણી (Harassment in Google HQ) અંગે ફરિયાદ કરી છેડતી કરનારાઓને સુરક્ષા ન આપવા અને કર્મચારીઓને શાંતિપૂર્ણ માહોલ પૂરા પાડવાની વિનંતી કરી હતી. અગાઉ ગુગલમાં એન્જિનિયર તરીકે કામ કરનારી એમી નીટફેલ્ડ (Emi Nietfeld)એ એક સમાચારપત્રમાં લખેલા તેના ઓપિનિયન પીસમાં પોતાની સાથે થયેલી સતામણી અંગે લખ્યું અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

એમી નેટફિલ્ડએ સતામણી અંગે શું લખ્યું? અગાઉ ગુગલમાં એન્જિનિયર તરીકે કામ કરનારી એમી નીટફેલ્ડ (Emi Nietfeld)એ સામચારપત્રમાં લખ્યું કે તેની સાથે એક વ્યક્તિ વારંવાર સતામણી કરતો હતો.તે વ્યક્તિ એમીને તેની સાથે એક બાદ એક એમ વારંવાર મીટીંગો કરી હેરાન કરતો હતો. એમીના ઓપિનિયન પીસ પછી જ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને ગુગલ ઓફીસમાં થઇ રહેલી સતામણી સામે કર્મચારીઓએ અવાજ ઉઠાવ્યો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

એમીએ સતામણી કરનારા વિશે શું લખ્યું ? એમીએ તેનાઓપિનિયન પીસ માં એમ પણ લખ્યું છે કે મને પજવણી કરતો માણસ હજી પણ મારી પાસે બેસે છે. મારા મેનેજરે મને કહ્યું હતું કે HRએ તેના ડેસ્કને બદલવાની વાત કરતા કહ્યું કે તેણે ઘરેથી કામ કરવું જોઈએ અથવા રજાઓ પર ઉતરી જવું જોઈએ. જો કે આજ સુધી ગુગલ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી કે આ સમગ્ર મામલામાં કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.

આલ્ફાબેટમાં 20,000 થી વધુ કર્મચારીઓએ અવાજ ઉઠાવ્યો સુંદર પિચાઈને લખાયેલા પત્રમાં જણાવાયું કે આલ્ફાબેટના 20,000 થી વધુ કર્મચારીઓએ સતામણીના વિરોધમાં અવાજ ઉઠાવ્યા બાદ, તેમને સંરક્ષણ આપ્યા બાદ પણ સ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો અને ગુગલ ઓફીસ આ નિયમોના પાલનમાં ફેલ રહી છે. સતામણીની ફરિયાદ કરનાર વ્યક્તિને માનસિક ભાર સહન કરવાની ફરજ પાડવામાં આવે છે. ત્યારબાદ સતામણીનો ભોગ બનેલો વ્યક્તિ ઓફીસ છોડી દે છે, પણ સતામણી કરનારો વ્યક્તિ ઓફીસમાં જ રહે છે અને તેને ઓફીસ દ્વારા ઇનામ પણ આપવામાં આવે છે. આલ્ફાબેટના કર્મચારીઓએ પત્રમાં લખ્યું કે કમર્ચારીઓ એક એવા વાતાવરણમાં કામ કરવાની ઇચ્છા રાખે છે જે પજવણી-સતામણીથી મુક્ત થવું જોઈએ. કંપનીએ પીડિતોની ચિંતાને પ્રાધાન્ય આપતા તેમના કર્મચારીઓની સલામતીની કાળજી લેવી જોઈએ.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">