ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી પહેલ, ઝડપી વહીવટ માટે ઈ-સરકાર એપ્લીકેશનની શરૂઆત

|

Oct 31, 2021 | 7:01 PM

આ એપ્લિકેશન સચિવાલયના વિભાગો, ખાતાના વડાની કચેરીઓ, કલેક્ટર-ડીડીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં કાર્યરત થશે

GANDHINAGAR : વડાપ્રધાન મોદી (PM Modi)ના ડિજિટલ ઇન્ડિયા (Digital India)ના સ્વપ્નને સાકાર કરવા તથા રાજ્યમાં ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા આજથી “ઇ-સરકાર” એપ્લિકેશન શરૂ કરવા કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ઝડપી અને સરળ વહીવટ માટે ઈ-સરકાર એપ્લિકેશનની શરૂઆત કરી છે.વડાપ્રધાન મોદીના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા ઈ-સરકાર એપ્લિકેશનો પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે અને આગામી 25 ડિસેમ્બરે એટલે સુશાસન દિવસથી આ એપ્લિકેશનનો રાજ્યભરમાં સંપૂર્ણપણ અમલ કરવામાં આવશે.

આ એપ્લિકેશન સચિવાલયના વિભાગો, ખાતાના વડાની કચેરીઓ, કલેક્ટર-ડીડીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં કાર્યરત થશે..સાયન્સ અને ટેક્નોલોજી પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું, ઈ-સરકાર હેઠળ RTI અરજી, લોક ફરિયાદ તથા મુલાકાત માટે સમય મેળવવા જેવી નાગરિકલક્ષી સેવાઓને પણ આવરી લેવામાં આવી છે.

આ પણ વાંચો : દેશમાં ગયા વર્ષે દરરોજ 31 બાળકોએ કરી આત્મહત્યા, NCRB ના ડેટા પર નિષ્ણાતોએ કહ્યું – કોરોનાને કારણે વધ્યું માનસિક દબાણ

આ પણ વાંચો : IND vs NZ, T20 World Cup: વિરાટ કોહલી અને રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડના વખાણ કર્યા, મેચ પહેલા જ હરીફ પર ફિદા થઇ ગયા, જુઓ Video

Next Video