AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં બ્લ્યૂ વ્હેલ બાદ લાગી શકે PUBG પર પ્રતિબંધ, જાણો કેમ નહીં રમી શકો આ ઑનલાઈન ગેમ? VIDEO

રાજ્યની શાળાઓમાં પબજી ગેમને લઈને પ્રાથમિક શિક્ષણ વિભાગે દરેક શાસનાધિકારી, ડીઇઓ અને ડીપીઓને પોતાની તાબાની તમામ સ્કૂલોમાં ‘પબજી’ને લઈને એક ખાસ પરિપત્ર જાહેર કર્યો છે. આ ઓનલાઇન ગેમને કારણે બાળકોના મગજ પર વિપરીત અસર થઇ રહી છે. જેને લઇને જાગૃત નાગરિક દ્વારા રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગને પત્ર લખીને આ ગેમ પર પ્રતિબંધ મૂકવાની માગ […]

ગુજરાતમાં બ્લ્યૂ વ્હેલ બાદ લાગી શકે PUBG પર પ્રતિબંધ, જાણો કેમ નહીં રમી શકો આ ઑનલાઈન ગેમ? VIDEO
| Updated on: Jan 23, 2019 | 4:46 AM
Share

રાજ્યની શાળાઓમાં પબજી ગેમને લઈને પ્રાથમિક શિક્ષણ વિભાગે દરેક શાસનાધિકારી, ડીઇઓ અને ડીપીઓને પોતાની તાબાની તમામ સ્કૂલોમાં ‘પબજી’ને લઈને એક ખાસ પરિપત્ર જાહેર કર્યો છે. આ ઓનલાઇન ગેમને કારણે બાળકોના મગજ પર વિપરીત અસર થઇ રહી છે.

જેને લઇને જાગૃત નાગરિક દ્વારા રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગને પત્ર લખીને આ ગેમ પર પ્રતિબંધ મૂકવાની માગ કરાઇ હતી. ઓનલાઇન પબજી ગેમ બાળકોથી લઇને મોટી ઉંમરના લોકોમાં પણ લોકપ્રિય બની છે. ત્યારે શિક્ષણ વિભાગે બાળકોને પબજી ગેમના નુકસાન અંગે જાગૃતિ કેળવવા પરિપત્ર જાહેર કર્યો છે.

દરેક શાળાઓના શિક્ષકોએ બાળકોને સમજાવવા કે ગેમના ગેરફાયદા શું છે અને તેની અસર અભ્યાસ પર કઇ રીતે થાય છે? આ સાથે વિદ્યાર્થીઓને ગેમ અંગે જાગૃત કરવાના કાર્યક્રમો યોજવા સૂચના આપવામાં આવી છે. તજજ્ઞોનું માનવું છે કે, પબજી ગેમ આક્રમક ગેમ હોવાથી બાળકોમાં આક્રમકતા વિકસી શકે છે અને બાળકોના માનસ પર ગંભીર અસર પહોંચાડે છે. ગેમને કારણે નાનપણમાં જ બાળકોને માનસિક બીમારી થઇ શકે છે અને તેમના અભ્યાસ પર પણ અસર કરી શકે છે. અગાઉ બાળકો ગેમથી દૂર રહે તે માટે બ્લૂ વ્હેલ અને પોકેમોન જેવી ગેમ પર પણ સ્કૂલ કક્ષાએ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સ્કૂલોમાં ‘પબજી’ અંગે ફેલાવાશે જાગરૂકતા

પ્રાથમિક શિક્ષણ વિભાગે કર્યો આદેશ એક જાગૃત નાગરિકે પ્રતિબંધ મૂકવાની કરી હતી માગ ગેમના નુકસાન અંગે જાગૃતિ કેળવવા પરિપત્ર જાહેર શિક્ષકોએ બાળકોને સમજાવવા કે ગેમના ગેરફાયદા શું છે?

ઓનલાઈન પબજી ગેમની અસર અભ્યાસ પર કઇ રીતે થાય છે? વિદ્યાર્થીઓને જાગૃત કરવા કાર્યક્રમો યોજવા અપાઈ સૂચના પબજી બાળકોથી લઇને મોટી ઉંમરના લોકોમાં લોકપ્રિય ગેમ અગાઉ બ્લૂ વ્હેલ અને પોકેમોન પર મુકાયો હતો પ્રતિબંધ

પબજીથી પરેશાની 

આ પણ વાંચો: એક યુવક બેડરૂમમાં PUBG રમતા રમતા પહોંચી ગયો હોસ્પિટલ, હવે શું તમારો વારો છે?

જુઓ VIDEO:

https://youtu.be/_iqnSdQTl5Q

ઓનલાઇન ગેમને કારણે બાળકોના મગજ પર વિપરીત અસર બાળકોના અભ્યાસ પર પણ અસર કરી શકે છે નાનપણમાં જ બાળકોને માનસિક બીમારી થઇ શકે છે આક્રમક ગેમ હોવાથી બાળકોમાં આક્રમકતા વિકસી શકે છે ગેમ બાળકોના માનસ પર ગંભીર અસર પહોંચાડે છે

[yop_poll id=751]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">