સરકારની નવી ટેકનોલોજી: શું ખરેખર ભ્રષ્ટ અધિકારીઓ અને ટ્રાફિકના નિયમ તોડનારાઓ પર આવશે અંકુશ?

|

Feb 27, 2021 | 12:54 PM

રાજ્યોની પોલીસ અને પરિવહન વિભાગના અધિકારીઓએ સુરક્ષાને હાઈટેક બનાવવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત બોડી કેમેરા સાથે ડેસ બોર્ડ કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે.

સરકારની નવી ટેકનોલોજી: શું ખરેખર ભ્રષ્ટ અધિકારીઓ અને ટ્રાફિકના નિયમ તોડનારાઓ પર આવશે અંકુશ?
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

કેન્દ્ર સરકાર હાઈવે અને ટ્રાફિકની સુરક્ષાને ડીઝીટલ બનાવવા જઈ રહી છે. રાજ્યોની પોલીસ અને પરિવહન વિભાગના અધિકારીઓએ સુરક્ષાને હાઈટેક બનાવવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત ટ્રાફિક અને પરિવહનના અધિકારીઓના શરીર પર બોડી કેમેરા લગાવવામાં આવશે. સરકારના આ પગલાથી ટ્રાફિકના નિયમો તોડનારા ડ્રાઈવરો પર કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યો પોલીસ અને પરિવહન અધિકારીઓને હાઇટેક બનાવવા માટે તેમના વાહનોના ડેશબોર્ડ પર સીસીટીવી કેમેરા, હાઇવે-જંકશન પર સ્પીડ કેમેરા જેવા ડિજિટલ ઉપકરણો લગાવવામાં આવશે છે. જેના વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ્સને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે. આ જ પ્રકારે હાઇવેના ભ્રષ્ટ અધિકારીઓ પર પણ તપાસ થશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 25 મી ફેબ્રુઆરીએ માર્ગ સલામતી, વ્યવસ્થાપન દેખરેખ અને અમલ અંગેના નિયમ હિતાધારકોના સૂચનો અને આપત્તિઓ માટે જાહેર કર્યો છે.

મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મોનિટરિંગ અને એન્ફોર્સમેન્ટ સિસ્ટમની વિશેષતા એ હશે કે ટ્રાફિકના નિયમો લાલ બત્તીઓ ક્રોસ કરવા, ઓવર સ્પીડ, ખોટી પાર્કિંગ, સીટ બેલ્ટ, હેલ્મેટ, મોબાઈલ પર વાત કરવા જેવા ઘટનાની વીડિયો-ઓડિઓ રેકોર્ડિંગ હશે. કોર્ટમાં પુરાવા તરીકે જેને રજૂ કરવામાં આવશે અને આ સબૂતોને નકારી શકશે નહીં. ટ્રાફિક પોલીસ બિનજરૂરી ડ્રાઇવરને ખલેલ પહોંચાડશે નહીં અને અને જો તેમને બિનજરૂરી હેરાન કરવાની વૃત્તિ કાબૂમાં આવશે. ખાસ કરીને હાઇવે પર ટ્રકોમાંથી હજારો કરોડની ગેરકાયદેસર રિકવરીનો ધંધો ઘટશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પોલીસ અને સરકારી વાહનોના ડેશબોર્ડ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ વાહનો હાઈ-પ્રેશર રાષ્ટ્રીય ધોરીમાર્ગ, જંકશન, સ્ટેટ હાઇવે પર સ્પીડ કેમેરા સાથે વાહન રહેશે. આ સિવાય સ્પીડ ગન, વે-ઇન-મોશન અને અન્ય ડિજિટલ ટેકનોલોજીનાં ઉપકરણો પણ લગાવવામાં આવશે. જેના દ્વારા શહેરોમાં ટ્રાફિક સલામતી, રાજમાર્ગો ઉપર માર્ગ સલામતી વગેરે મજબૂત બનાવવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે ઉપરોક્ત સિસ્ટમ રાજ્યની રાજધાનીઓ અને 10 લાખ વસ્તીવાળા શહેરોમાં લાગુ કરવામાં આવશે.

હવે આ ટેકનોલોજી જાહેર જનતાને કેટલી ફાયદાકારક નિવળે છે એ તો સમય જ બતાવશે. આ હાઈટેક સિસ્ટમથી ભ્રષ્ટ્રાચાર અને બિનજરૂરી માર્ગમાં થતી હેરાનગતિ ઓછી થશે કે નહીં તે પણ સમય પર જોવું રહ્યું.

Next Article