સરકાર લોન્ચ કરશે કોમન પોર્ટલ Jan Samarth, તમામ સરકારી યોજનાઓની માહિતી એક જ જગ્યાએ થશે ઉપલબ્ધ
ન્યૂનતમ સરકાર મહત્તમ શાસનના નરેન્દ્ર મોદી સરકાર(Narendra Modi Government)ના વિઝનને અનુરૂપ, સરકારની ક્રેડિટ સંબંધિત 15 યોજનાઓને નવા પોર્ટલ પર શરૂઆતમાં સામેલ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓના પુરવઠા માટે એક કોમન પોર્ટલ જન સમર્થ (Jan Samarth) શરૂ કરવા જઈ રહી છે. સરકારનું માનવું છે કે આ કોમન પોર્ટલથી સામાન્ય લોકોનું જીવન સરળ બનશે. ન્યૂનતમ સરકાર મહત્તમ શાસનના નરેન્દ્ર મોદી સરકાર(Narendra Modi Government)ના વિઝનને અનુરૂપ, સરકારની ક્રેડિટ સંબંધિત 15 યોજનાઓને નવા પોર્ટલ પર શરૂઆતમાં સામેલ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે આ પોર્ટલને ધીમે ધીમે વિસ્તારવામાં આવશે. આ વિસ્તરણ પોર્ટલની કામગીરી પર આધારિત હશે, કારણ કે ઘણી એજન્સીઓ કેટલીક કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓમાં સામેલ રહે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana)અને ક્રેડિટ લિંક્ડ કેપિટલ સબસિડી સ્કીમ (CLCSS) વિવિધ મંત્રાલયો હેઠળ આવે છે. સૂત્રોએ જણાવ્યું કે પ્રસ્તાવિત પોર્ટલનો હેતુ આ યોજનાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો છે. આનાથી લાભાર્થીઓ માટે આ યોજનાઓ સુધી પહોંચવામાં સરળતા રહેશે.
ક્રેડિટ સ્કીમ માટે પોર્ટલ 2018 માં શરૂ થયું
સૂત્રોએ જણાવ્યું કે જન સમર્થ પોર્ટલની પાયલોટ ટેસ્ટ ચાલી રહી છે. પોર્ટલમાં રહેલી ખામીઓને દૂર કરવામાં આવી રહી છે. જે બાદ આ પોર્ટલ શરૂ કરવામાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને (SBI) અન્ય ધિરાણકર્તાઓ પોર્ટલનું પરીક્ષણ કરી રહ્યા છે. લોન લેનારાઓને રાહત આપવા માટે, સરકારે 2018 માં વિવિધ ક્રેડિટ યોજનાઓ માટે એક પોર્ટલ શરૂ કર્યું હતું. તેમાં MSME, ઘર, વાહન અને વ્યક્તિગત લોનનો સમાવેશ થાય છે.
લોન 59 મિનિટમાં મંજૂર થઈ જાય છે
આ પોર્ટલ પર સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) અને અન્ય માટે લોન વિવિધ જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા 59 મિનિટમાં મંજૂર કરવામાં આવે છે, જ્યારે અગાઉ તે 20 થી 25 દિવસ લેતી હતી. સૈદ્ધાંતિક મંજૂરી પછી, 7-8 વર્કિંગ ડેમાં લોનનું વિતરણ કરવામાં આવે છે.
MSME ને લોનની સૈદ્ધાંતિક મંજૂરી માટે કોઈ દસ્તાવેજ પ્રદાન કરવાની જરૂર નથી. લોન લેનારાઓની યોગ્યતા ચકાસવા માટે આ પ્લેટફોર્મ MSE ના ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ (CGTMSE) સાથે સંકલિત કરવામાં આવ્યું છે. આ પોર્ટલની શરૂઆતના બે મહિનામાં, જાહેર ક્ષેત્રની બેંકોએ 37,412 કરોડ રૂપિયાની સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની 1.12 લાખ લોન અરજીઓને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.