WhatsAppમાં આ મોટો ફેરફાર કરવાની માંગણી કરી રહી છે સરકાર
સરકારે વોટસએપ પર તમામ મેસેજને ડિજિટલી ફિંગરપ્રિન્ટ કરવા માટે કહ્યું છે. સરકારે કહ્યું કે વોટસએપ તેમના પ્લેટફોર્મથી મોકલતા દરેક મેસેજને ડિજિટલી ફિંગરપ્રિન્ટ કરે, જેનાથી વોટસએપ પર શેર કરનારા બધા જ કન્ટેન્ટને ટ્રેસ કરી શકાય સાથે જ મેસેજ વાંચ્યા વગર વોટસએપ પણ જાણી શકે કે મેસેજને કેટલા લોકોએ વાંચ્યો અને ફોરવર્ડ કર્યો છે. અધિકારીઓએ કહ્યું કે […]

સરકારે વોટસએપ પર તમામ મેસેજને ડિજિટલી ફિંગરપ્રિન્ટ કરવા માટે કહ્યું છે. સરકારે કહ્યું કે વોટસએપ તેમના પ્લેટફોર્મથી મોકલતા દરેક મેસેજને ડિજિટલી ફિંગરપ્રિન્ટ કરે, જેનાથી વોટસએપ પર શેર કરનારા બધા જ કન્ટેન્ટને ટ્રેસ કરી શકાય સાથે જ મેસેજ વાંચ્યા વગર વોટસએપ પણ જાણી શકે કે મેસેજને કેટલા લોકોએ વાંચ્યો અને ફોરવર્ડ કર્યો છે.
અધિકારીઓએ કહ્યું કે વોટસએપ મેસેજને ફિંગરપ્રિન્ટીંગથી જાણવા માટે મદદ મળશે કે કોઈ મેસેજ ક્યાંથી શરૂ થયો છે. તેમને કહ્યું કે અમે મેસેજને વાંચવા નથી માગતા પણ જો કોઈ ખોટો મેસેજ દેખાય છે તો વોટસએપ દ્વારા તેને શરૂ કરનારા વિશે પુછીએ તો તેની આ જાણકારી આપવા માટે સક્ષમ હોવું જોઈએ. કંપનીને તેનો રસ્તો કાઢવો પડશે, આ ટેકનીકલી સંભવ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
એક અધિકારીએ જણાવ્યું કે સરકાર ઘણા મામલામાં કંપની પાસેથી મેસેજના શરૂ થવાની જાણકારી માગશે. તેમને કહ્યું કે અમે ઓછામાં ઓછી રિક્વેસ્ટ મોકલવાના પ્રયત્નો કરીશુ. અત્યારે વોટસએપ મેસેજના ડેટા સ્ટોર નથી કરતી. ઈન્ડસ્ટ્રીઝના નિષ્ણાંતનું કહેવું છે કે જો તે સરકારની માંગ માનશે તો તેને પુરા આર્કિટેક્ચરને નવી રીતે તૈયાર કરવું પડશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સરકારી તપાસ એજન્સીઓની ફરિયાદ છે કે વોટસએપથી જે મેટાડેટા(નામ,યુઝર્સના ડિસ્પ્લે ફોટો, અને ગ્રુપમાં સભ્યોની સંખ્યા) મળે છે. તે ખોટા મેસેજ મોકલનારને શોધવા માટે પુરતુ નથી. ડિસેમ્બર 2008માં IT એક્ટમાં સંશોધન માટે મુદ્દો મુકવામાં આવ્યો હતો. તેમાં બધા જ ઈન્ટરનેટ પ્લેટફોર્મ્સ પર શેર કરવામાં આવતા મેસેજના ઓરિજિનને શોધવાની જવાબાદારી સંબંધિત કંપનીઓ પર નાખવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વોટસએપ તેમના પ્લેટફોર્મ દ્વારા ફેક ન્યૂઝ પર નિયંત્રણ રાખવા માટે ઘણાં પગલા લઈ રહી છે. કંપનીએ તાજેતરમાં જ જાહેર કર્યુ કે વોટસએપ પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરનારા પર ઝડપી કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. કંપનીએ કહ્યું કે એક સાથે ઘણાં બધા લોકોને એક મેસેજ મોકલવા, ઓટોમેટિક મેસેજ મોકલવા કે તેમના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરનારા પર પણ કાયદાકીય કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: સમગ્ર રાજ્યભરમાં જામ્યો વરસાદી માહોલ, તાપી, જામનગર, રાજકોટ અને સુરતમાં મેઘમહેર યથાવત, જુઓ VIDEO
વોટસએપે તેમના FAQ પેજના ‘અનઓથોરાઈઝ્ડ યુઝ ઓફ વોટસએપ પોલિસી’ સેક્શનમાં કહ્યું કે કોઈ પણ યુઝર કે સંસ્થા જે એક સાથે વધારે મેસેજ મોકલશે કે ઓટોમેટેડ મેસેજ મોકલશે, તેને 7 ડિસેમ્બર પછી કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]