Googleનો મોટો નિર્ણય, 18 વર્ષથી નાની ઉંમરના યૂઝર્સને નહીં બતાડવામાં આવે ફોટોઝ અને જાહેરાત

|

Aug 11, 2021 | 8:15 PM

ગુગલ 13 વર્ષથી નાના બાળકોને ગુગલ એકાઉન્ટ બનાવવાની અનુમતી નથી આપતું. જો કે એ વાતની જાણકારી મેળવવા માટે કોઈ અલ્ગોરિથમ નથી કે કોઈ નાની ઉંમરના બાળકે પોતાની ખોટી ઉંમર જણાવીને એકાઉન્ટ બનાવ્યુ છે કે નહીં.

Googleનો મોટો નિર્ણય, 18 વર્ષથી નાની ઉંમરના યૂઝર્સને નહીં બતાડવામાં આવે ફોટોઝ અને જાહેરાત
Google

Follow us on

Google ઈન્ટરનેટને 18 વર્ષથી નાના લોકો માટે એક સિક્યોર સ્પેસ બનાવવા માટે પોતાની પોલીસીમાં સુધારો કરી રહ્યું છે. આ દિગ્ગજ કંપનીએ જાહેરાત કરી છે કે સગીરોને તેમના ડિજિટલ ફુટપ્રિન્ટ પર વધુ કન્ટ્રોલ આપશે. એટલે કે Google હવે 18 વર્ષથી નાની ઉંમરના યૂઝર્સને ગુગલ સર્ચ રિઝલ્ટ પર પોતાની તસવીરોને હટાવવાની રિક્વેસ્ટ કરવા દેશે. જો યંગ યૂઝર તેના માટે એપ્લાય કરવા માટે સક્ષમ નથી તો તેમના માતા-પિતા તેમની તરફથી ગુગલને રિક્વેસ્ટ કરી શકે છે.

 

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જોકે ગુગલે સ્પષ્ટ કર્યુ છે કે તે વેબ પરથી તસવીરોને નહીં હટાવે. કંપનીએ પોસ્ટમાં જણાવ્યુ છે કે આવનારા સમયમાં અમે એક નવી પોલીસી લઈને આવવાના છીએ. જે પ્રમાણે 18 વર્ષથી નાનું કોઈ પણ યૂઝર અથવા તો તેમના માતા-પિતાને ગુગલ ફોટો રિઝલ્ટ્સમાંથી તેમની તસવીરોને હટાવવા માટે રિક્વેસ્ટ કરવા માટે સક્ષમ બનાવે છે. જોકે કોઈ પણ ફોટોને સર્ચમાંથી હટાવી દેવાથી તે વેબ પરથી નથી હટતી. પરંતુ અમારુ માનવુ છે કે આ પરિવર્તનથી યુવાનોને પોતાની તસવીરો પર ઓનલાઈન કંટ્રોલ મેળવવામાં મદદ મળશે.

 

 

13 વર્ષથી નાની ઉંમરના બાળકોને ગુગલ એકાઉન્ટ બનાવવાની મંજૂરી નહીં

ગુગલ 13 વર્ષથી નાના બાળકોને ગુગલ એકાઉન્ટ બનાવવાની અનુમતી નથી આપતું. જો કે એ વાતની જાણકારી મેળવવા માટે કોઈ અલ્ગોરિથમ નથી કે કોઈ નાની ઉંમરના બાળકે પોતાની ખોટી ઉંમર જણાવીને એકાઉન્ટ બનાવ્યુ છે કે નહીં. આ કમીઓને ધ્યાનમાં રાખીને Google YouTube, Google સર્ચ એપ, Google હેલ્પ અને બાકીની એપ્સમાં બદલાવ કરી રહ્યું છે.

 

કંપનીએ વધુમાં જણાવ્યુ કે તે મેચ્યોર કંટેન્ટને શો નહીં કરે કે જેને સગીર યૂઝર્સે ઈન્ટરનેટ પર સર્ચ ન કર્યુ હોય. ગુગલ એક સિક્યોર સર્ચ સેફ્ટી ઓફર કે છે, જે ક્લિયર રિઝલ્ટને ફિલ્ટર કરવામાં મદદ કરે છે અને તે 13 વર્ષથી નાની ઉંમરના લોકો યૂઝર્સ માટે પહેલાથી જ ડિફોલ્ટ રૂપથી ચાલુ છે. કંપનીનું કહેવુ છે કે તે 18 વર્ષથી નાની ઉંમરના હાલના યૂઝર્સ માટે સિક્યોર સર્ચ સુરક્ષા ચાલુ કરી દેશે અને નવું એકાઉન્ટ બનાવનાર સગીરો માટે તેને ડિફોલ્ટ સેટિંગ્સ બનાવી દેશે.

 

 

આ પણ વાંચો – WhatsApp યૂઝ કરવા માટે હવે તમને મોબાઇલ નંબરની જરૂર નથી, વર્ચ્યુઅલ નંબર મેળવીને કરી શકો છો લોગીન

 

આ પણ વાંચો – Ahmedabad શહેરમાં વકરેલા રોગચાળાને કાબૂમાં લેવા કોર્પોરેશન તંત્ર એકશનમાં, 30 લાખ દંડ વસુલ્યો

Next Article