Happy Birthday Google: ગૂગલ પર 150 થી વધુ ભાષાઓમાં સર્ચ થાય છે, જાણો સર્ચ એન્જિન સાથે જોડાયેલી ખાસ વાતો

|

Sep 27, 2021 | 1:49 PM

Google Doodles: 4 સપ્ટેમ્બર 1998 ના રોજ ગૂગલની (Google) શરૂઆત કરવામાં આવી હતી. કંપનીએ પ્રથમ સાત વર્ષ સુધી આ તારીખે એટલે કે 4 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. જો કે, બાદમાં 27 મી સપ્ટેમ્બરે ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું.

Happy Birthday Google: ગૂગલ પર 150 થી વધુ ભાષાઓમાં સર્ચ થાય છે, જાણો સર્ચ એન્જિન સાથે જોડાયેલી ખાસ વાતો
Google turns 23 celebrating birthday

Follow us on

જો આપણે આજની તારીખમાં કંઈક શોધવું હોય તો આપણે સૌથી પહેલા ગૂગલ (Google) પર જઈને સર્ચ કરીએ છીએ. ગૂગલ પાસે આપણી પાસેના લગભગ દરેક સવાલનો જવાબ છે. આપણા દૈનિક જીવનમાં તેનું મહત્વ એટલું વધી ગયું છે કે મીમ-મટિરિયલમાં સર્ચ એન્જિનને ‘ગૂગલ પાપા’ કહેવામાં આવે છે. આ જ ગૂગલ આજે 27 મી સપ્ટેમ્બરે પોતાનો 23 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગની ઉજવણી માટે, સર્ચ એન્જીને તેના હોમપેજ પર એક સુંદર ડૂડલ મૂક્યું છે.

ગૂગલે (Google) ડૂડલમાં મીણબત્તી (Googleમાં “એલ” ની જગ્યાએ) સાથે ડબલ-લેયરની કેક બનાવીને મૂકી છે અને તેના પર 23 લખેલું છે. 4 સપ્ટેમ્બર 1998 ના રોજ ગૂગલની શરૂઆત કરવામાં આવી હતી. કંપનીએ પ્રથમ સાત વર્ષ સુધી આ તારીખે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. જો કે, બાદમાં 27 મી સપ્ટેમ્બરે આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. સહ-સ્થાપક સેરગેઈ બ્રિન અને લેરી પેજ દ્વારા બનાવેલ, ગૂગલ આજે વૈશ્વિક સ્તરે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સર્ચ એન્જિનમાંનું એક છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગૂગલ પર દરરોજ અબજો સર્ચ થાય છે
ગૂગલ ડૂડલ પેજ જણાવે છે કે, “દરરોજ વિશ્વભરમાં 150 થી વધુ ભાષાઓમાં ગૂગલ (Google) પર અબજો શોધ કરવામાં આવે છે, અને જ્યારે ગૂગલના પ્રારંભિક દિવસોથી ઘણું બદલાયું છે, ત્યારે તેના પ્રથમ સર્વર્સ રમકડાંના બ્લોક્સની બનેલી કેબિનેટમાં રાખવામાં આવ્યા હતા. ત્યારથી તેને વૈશ્વિક સ્તરે 20 થી વધુ ડેટા કેન્દ્રોમાં સ્થિત તેના સર્વર્સમાં બદલવામાં આવ્યું છે. તેનું મિશન વિશ્વની નાનામાં નામી માહિતી બધા માટે ઉપલબ્ધ બનાવવાનું છે. ”

ગૂગલ દુનિયામાં કેવી રીતે આવ્યું
1997 માં, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સ્નાતક વિદ્યાર્થી સેરગેઈ બ્રિનને લેરી પેજને કેમ્પસ બતાવવાનું કહેવામાં આવ્યું હતું, જે તે સમયે કેમ્પસની આસપાસ સ્ટેનફોર્ડમાંથી સ્નાતક થવાનું વિચારી રહ્યા હતા. આગામી વર્ષ સુધીમાં, ગૂગલના બન્ને સહ-સ્થાપકો તેમના હોસ્ટેલના રૂમમાં એકસાથે સર્ચ એન્જિન વિકસાવતા હતા અને તેમનો પ્રથમ પ્રોટોટાઇપ વિકસાવતા હતા. આ રીતે 1988 માં ગૂગલ ઇન્ક (Google Inc.) સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી હતી. નેવાડાના બ્લેક રોક સિટીમાં “બર્નિંગ મેન” ઇવેન્ટમાં પ્રથમ ગુગલ ડૂડલ બનાવવામાં આવ્યું હતું.

ગૂગલના હાલના સીઈઓ સુંદર પિચાઈ છે, જેમણે 24 ઓક્ટોબર 2015 ના રોજ લેરી પેજની જગ્યા લીધી હતી. દરમિયાન, લેરી પેજ આલ્ફાબેટ ઇન્ક ખાતે સમાન હોદ્દો ધરાવે છે. 3 ડિસેમ્બર, 2019 ના રોજ, પિચાઈ આલ્ફાબેટના સીઈઓ પણ બન્યા. આલ્ફાબેટ ઇન્ક. તે 2 ઓક્ટોબર 2015 ના રોજ ગૂગલના પુનર્ગઠન દ્વારા બનાવવામાં આવી હતી અને બાદમાં તેની પિતૃ કંપની બની હતી.

આ પણ વાંચોઃ Whatsappએ આપ્યો મોટો ફટકો! આ તારીખથી આવા સ્માર્ટફોનમાં મેસેજિંગ એપ નહીં ચાલે, તપાસો કે તમારો ફોન તો નથી ને લિસ્ટમાં ?

આ પણ વાંચોઃ BHARAT BANDH : નવા કૃષિ કાયદાના વિરોધમાં બંધનું એલાન, ગુજરાતમાં કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શનો

Next Article