‘ગૂગલ પિક્સેલ વોચ’ હવેથી જેસ્ચર સપોર્ટ માટે તમારી ત્વચાનો ઉપયોગ કરશે, જાણો કેવી રીતે કરશે કામ

|

Mar 07, 2022 | 11:46 PM

Google દ્વારા સમયાંતરે અનેક સ્માર્ટ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવતી હોય છે. ટેકનો વર્લ્ડમાં આજે પણ લોકો Googleની પ્રોડક્ટ્સને જ માન્ય ગણે છે. ત્યારે Google દ્વારા આ વર્ષના મધ્યભાગમાં એક સ્માર્ટવોચ લોન્ચ કરાય તેવી શક્યતા છે.

ગૂગલ પિક્સેલ વોચ હવેથી જેસ્ચર સપોર્ટ માટે તમારી ત્વચાનો ઉપયોગ કરશે, જાણો કેવી રીતે કરશે કામ
Google Pixel Watch - File Photo

Follow us on

Google એ ટેકનોલોજી વર્લ્ડમાં ‘જાયન્ટ’ ગણાય છે. Google દ્વારા વર્ષમાં થોડા- થોડા મહિનાના અંતરે ‘સ્માર્ટ પ્રોડક્ટ્સ’ લોન્ચ કરવામાં આવતી હોય છે. ટેકનોસેવી લોકો દ્વારા એડવાન્સમાં જ Google Smart Products નું બુકિંગ કરાવવામાં આવતું હોય છે. ત્યારે ગૂગલ (Google) દ્વારા નજીકના ભવિષ્યમાં Google પિકસેલ વોચ લોન્ચ કરવામાં આવી રહી છે. Google ખૂબ જ ટૂંક સમયમાં સ્માર્ટવોચ (Smart Watch) માર્કેટમાં પ્રવેશ કરશે તેવી અપેક્ષા છે અને આ નવી પ્રોડક્ટ એવા યુઝર્સ માટે ઉત્સાહ વધારશે જેઓ હંમેશા ન્યુ પ્રોડક્ટ્સ ટ્રાઇ કરવા માંગતા હોય છે.

Google દ્વારા વર્ષોથી તેમની ઘણી બધી ટેક્નોલોજીને પેટન્ટ કરવામાં આવી છે, પરંતુ Google દ્વારા Wearable Gadgets માં કોઈ ખાસ સંશોધન કરવામાં આવ્યું નથી. પરંતુ એક નવો અહેવાલ સૂચવે છે કે Google નજીકના ભવિષ્યમાં Wearable Gadgets માટેના તેના નવા પેટન્ટ ફીચર સાથે તે ટેક માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે.

ગૂગલે વર્ષ 2020માં ‘વેરેબલ્સ માટે સ્કીન ઇન્ટરફેસ અને સિગ્નલ ક્વોલિટી સુધારવા માટે સેન્સર ફ્યુઝન’ નામની પેટન્ટ ફાઇલ કરી છે. Google તેની Pixel સ્માર્ટવોચ લોન્ચ કરવા જઈ રહ્યું છે, ત્યારે યુઝર્સ તેમની ત્વચા દ્વારા જેસ્ચર સપોર્ટનો ઉપયોગ કરીને સ્ક્રીનને સ્વાઇપ કરી શકશે અને ડિવાઇસ નેવિગેટ કરી શકશે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

તાજેતરમાં, Google દ્વારા વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO)ને ફાઈલ કરવામાં આવેલી પેટન્ટની તસવીરો લીક થઈ છે. તમે જે હાથમાં સ્માર્ટવોચ પહેરો છો તેની નજીકની ત્વચા દ્વારા જેસ્ચર સપોર્ટ અવેલેબલ બને છે. આ ડિવાઇસમાં સપોર્ટ સ્વાઇપ અથવા ટેપના રૂપમાં કામ કરે તેવી શક્યતા છે. આ નવી ટેક્નોલોજી વેરેબલ ડિવાઇસ દ્વારા નોંધાયેલા ડિજિટલ વેવઝ પર આધાર રાખે છે, જેના માટે Google એવા સેન્સરનો સમાવેશ કરે તેવી શક્યતા છે જે ત્વચા દ્વારા પ્રસારિત આવા વેવઝને વાંચી શકે છે.

Google દ્વારા નવી પેટન્ટ ભવિષ્યમાં બહાર આવતા પૂર્વે Pixel Buds વેરિયન્ટ જેવા વાયરલેસ ઇયરબડ્સ પણ લોન્ચ ક્રી શકે છે. જેમાં પિક્સેલ બડ્સ પરના સેન્સર્સ પર વેવઝને પાછા ટ્રાન્સમિટ કરી શકે છે અને તમને આગલા ટ્રેક, પોડકાસ્ટ પર ઝડપથી સ્વિચ કરવામાં તમારી ત્વચાના સૌથી નજીકના ભાગનો ઉપયોગ કરીને પ્લેબેકને નિયંત્રિત કરવામાં તમારી મદદ કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્વચા આધારિત જેસ્ચર સપોર્ટમાં પ્રયોગ કરનાર Google પ્રથમ કંપની નથી. અગાઉ પણ, સોનીએ તેના વેરેબલ્સ સાથે કંઈક આવી જ ટેકનોલોજી અપનાવી હતી. આ ઉપરાંત, Huawei કંપની દ્વારા પણ વર્ષ 2018માં આ સમાન ટેકનોલોજી પર કામ કરવામાં આવ્યું હતું.

Google I/O દ્વારા આ વર્ષે 2022 મે-જૂન મહિનાની આસપાસ આ સ્માર્ટ વોચ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. ટેકનોસેવી લોકો દ્વારા આ ગેજેટની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Netflixની આ ટીપ્સ અને ટ્રિક્સ તમારી સ્ટ્રીમિંગ સર્વિસને વધુ સારી બનાવશે, જાણો અહીંયા

આ પણ વાંચો : WhatsApp Update: Delete For Everyone ફિચરમાં વોટ્સએપ કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર, જાણો શું છે

Next Article