ભારતમાં Google મેસેજ એપમાં આવી રહ્યાં છે આ જબરદસ્ત ફીચર ,જાણો વિગતે

|

Jun 29, 2021 | 7:23 PM

Google મેસેજ એપમાં તમારા સંદેશાઓ મશીન લર્નીગ ટેકનિકથી ઓટોમેટિક શોર્ટ કરશે. જ્યારે કેટેગરીમાં તમને સંદેશા સરળતાથી શોધવામાં સહાય થશે. આ ઉપરાંત OTP ને ઓટોમેટિક ડિલીટ કરવાની સુવિધા પણ ઉમેરશે

ભારતમાં Google મેસેજ એપમાં આવી રહ્યાં છે આ જબરદસ્ત ફીચર ,જાણો વિગતે
ભારતમાં Google મેસેજ એપમાં આવી રહ્યાં છે આ જબર જસ્ત ફીચર

Follow us on

Google મેસેજ એપમાં ભારતમાં હવે કેટલીક નવી સુવિધાઓ મળી રહી છે. આ ફીચર એપ્લિકેશનના ઉપયોગની સરળતાને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ફીચરમાં OTP થોડા સમય પછી ઓટોમેટિક ડિલીટ થઇ જશે. જ્યારે બીજી સુવિધા સંદેશાઓને વિવિધ કેટેગરીમાં વર્ગીકૃત કરશે.

સંદેશાઓ મશીન લર્નીગ ટેકનિકથી ઓટોમેટિક શોર્ટ કરશે

આ નવી સુવિધામાં તમારા સંદેશાઓ મશીન લર્નીગ ટેકનિકથી ઓટોમેટિક શોર્ટ કરશે. જ્યારે કેટેગરીમાં તમને સંદેશા સરળતાથી શોધવામાં સહાય થશે. જેમાં વ્યક્તિગત, વ્યવહાર, OTP અને ઓફર્સ કેટેગરી છે. એનો અર્થ એ છે કે ટ્રાંઝેક્શન ટેબમાં બેંક ટ્રાંઝેક્શન અને બીલ ફિલ્ટર કરવામાં આવશે. જ્યારે સેવ નંબરો સાથેની વાતચીતને વ્યક્તિગત ટેબમાં રાખવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

OTP ને ઓટોમેટિક ડિલીટ કરવાની સુવિધા પણ ઉમેરશે

આ પ્રક્રિયા તમારી ડિવાઇસ ઓફલાઇન થાય છે. એનો અર્થ એ કે કોઈ પણ ડેટા ગુગલના સર્વર અથવા ઓનલાઇન ક્યાંય સંગ્રહિત નથી.ગૂગલ મેસેજ એપ્લિકેશન અવ્યવસ્થા મુક્ત અનુભવ માટે OTP ને ઓટોમેટિક ડિલીટ કરવાની સુવિધા પણ ઉમેરશે. મેસેજનો ઓટીપી થોડા સમય પછી એક્સપાયર થાય છે એનો અર્થ છે કે સંદેશનો કોઈ ઉપયોગ નથી.

Google હવે આ મેસેજને શોધશે અને 24 કલાક પછી ઓટોમેટિક ડિલીટ કરી નાખશે, તેથી તમારે જાતે તે ડિલીટ કરવાની જરૂર નથી. આ સુવિધા શરૂ કરવા માટે જ્યારે તમે સિલેક્શન વેરિફિકેશન માટે મેસેજ એલર્ટ આવે ત્યારે ચાલુ રાખીને ટેપ કરો.

Android 8 અને તેનાથી નવા Android વર્ઝન ફોન પર અંગ્રેજીમાં ઉપલબ્ધ

Google આગામી અઠવાડિયામાં આ સુવિધાઓને રોલ કરવાનું શરૂ કરવાની યોજના ધરાવે છે. તે ભારતમાં  Android 8 અને તેનાથી નવા Android વર્ઝન ફોન પર અંગ્રેજીમાં ઉપલબ્ધ હશે. આ સુવિધાઓ વૈકલ્પિક છે અને સેટિંગ્સમાંથી તે મેનેજ કરી શકાય છે. ગૂગલ મેસેજની આ સુવિધાથી લોકોને જીમેલ જેવો અનુભવ થશે.

ગૂગલને લગતા સમાચારોમાં કંપનીએ તાજેતરમાં તેના પિક્સેલ ડિવાઇસીસ માટે એન્ડ્રોઇડ 12 બીટા 2.1 પ્રકાશિત કર્યું છે. આ અપડેટ અનેક સુધારાઓ લાવે છે અને Android 12 ને વધુ સ્થિર બનાવશે. આ ઉપરાંત બીટા 2.1 એ યુઝર્સને નવી સુવિધા સાથે જોડે છે.

આ પણ  વાંચો : Mehul Choksi ને મુંબઈ હાઇકોર્ટે આપી રાહત, હજુ આર્થિક ભાગેડુ જાહેર નહિ કરી શકાય 

Published On - 7:16 pm, Tue, 29 June 21

Next Article