ગૂગલે પોતાના એક સોફ્ટવેર એન્જિનિયરને નોકરીમાંથી કાઢી મૂક્યો, કારણ જાણી ચોંકી જશો

|

Jul 23, 2022 | 8:03 PM

કંપનીને LaMDA પરના તેમના દાવાઓ સંપૂર્ણ પાયાવિહોણા ગણાયા હતા. ગૂગલના જણાવ્યા અનુસાર લેંગ્વેજ મોડલ ફોર ડાયલોગ એપ્લિકેશન્સ (LaMDA) કંપનીના સંશોધનના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

ગૂગલે પોતાના એક સોફ્ટવેર એન્જિનિયરને નોકરીમાંથી કાઢી મૂક્યો, કારણ જાણી ચોંકી જશો
Google fired one of its software engineer
Image Credit source: google

Follow us on

દુનિયાનું સૌથી મોટુ સર્ચ એન્જીન એટલે ગૂગલ. આ ગૂગલ તમને લગભગ દરેક સવાલનો જવાબ આપે છે. આ જ ગૂગલ (Google) હાલમાં ફરી વિવાદમાં સપડાયુ છે. ગૂગલે 22 જુલાઈએ પોતના એક સીનિયર સોફ્ટવેર એન્જિનિયરને નોકરી પરથી નીકાળી દીધો છે. તેનું કારણ ખરેખર ચોંકાવનારુ છે. ગૂગલની માલિકીની આલ્ફાબેટ કહે છે કે તેણે એક સોફ્ટવેર એન્જિનિયરને બરતરફ કર્યો છે જેણે કંપનીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ LaMDA ને માનવ તરીકે વર્ણવ્યું હતું. કંપનીએ કાઢી મૂકેલા સોફ્ટવેર એન્જિનિયર બ્લેક લેમોઈન વિશે જણાવ્યું હતું કે તેણે કંપનીની નીતિઓનું ઉલ્લંઘન કર્યું હતું અને કંપનીને LaMDA પરના તેમના દાવાઓ સંપૂર્ણ પાયાવિહોણા ગણાયા હતા. ગૂગલના જણાવ્યા અનુસાર લેંગ્વેજ મોડલ ફોર ડાયલોગ એપ્લિકેશન્સ (LaMDA) કંપનીના સંશોધનના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

શું હોય છે LaMDA?

LaMDAનું પૂરું નામ લેંગ્વેજ મોડલ ફોર ડાયલોગ એપ્લિકેશન્સ છે. તે Googleના અત્યંત અદ્યતન ભાષા મોડેલ પર આધારિત ચેટબોટ છે. આ ચેટબોટ યુઝર્સ સાથે વાતચીત કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. ચેટબોટ આ માટે ઈન્ટરનેટમાંથી ટ્રિલિયન શબ્દોનો ઉપયોગ કરી શકે છે.

વૈજ્ઞાનિકોએ સોફ્ટવેર એન્જિનિયરના દાવાને નકાર્યો

સોફ્ટવેર એન્જિનિયર બ્લેક લેમોઈને દાવો કર્યો હતો કે ચેટબોટની વાતચીત પાછળ માનવ મગજનો હાથ હોઈ શકે છે. લેમોઇને જ LaMDA-આધારિત ચેટબોટ સાથેની વાતચીત લીક કરી હતી. તે જ સમયે ગૂગલ સહિત ઘણા અગ્રણી વૈજ્ઞાનિકોએ લેમોઈનના દાવાઓને ભ્રામક ગણાવીને ફગાવી દીધા હતા. તેમના મતે, LaMDA માત્ર એક જટિલ અલ્ગોરિધમ છે જે માનવ ભાષાને સમજાવવા માટે રચાયેલ છે.

આ પણ વાંચો

સોફ્ટવેર એન્જિનિયર બ્લેક લેમોઈને નિવેદનો આપી તોડી હતી પોલિસી

ગૂગલે ગયા મહિને સીનિયર સોફ્ટવેર એન્જિનિયર બ્લેક લેમોઈનને બરતરફ કર્યો હતો. ગૂગલના પ્રવક્તાએ રોઈટર્સને મોકલેલા ઈમેઈલમાં આ બાબતે કંપનીનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઈમેઈલમાં શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આ વિષય પર લાંબા સમયથી સંકળાયેલા હોવા છતાં બ્લેકે સ્પષ્ટપણે રોજગાર અને ડેટા સુરક્ષા નીતિઓનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખવાનું પસંદ કર્યું છે. આમાં ઉત્પાદન સંબંધિત માહિતીને સુરક્ષિત રાખવાનો પણ સમાવેશ થાય છે. તેમણે આવા નિવેદનો આપીને કંપનીની પોલીસી તોડી હતી. જેને કારણે તેમને કંપનીમાંથી કાઢવામાં આવ્ચા.

Next Article