એકદમ ખાસ છે Jioની 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ, દર્દી હોસ્પિટલ પહોંચે તે પહેલા મોકલી દેશે તમામ વિગતો

|

Oct 03, 2022 | 7:37 PM

મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં હોસ્પિટલમાં હાજર ડોકટરો દર્દીના પહોંચ્યા પહેલાં જ તમામ જરૂરી તબીબી વ્યવસ્થા કરી શકે છે. આ એમ્બ્યુલન્સ જોઈને ભવિષ્યમાં મેડિકલ ઈન્ડસ્ટ્રીનો ચહેરો કેટલો બદલાઈ જશે તેનો અંદાજ તમે મેળવી શકો છો.

એકદમ ખાસ છે Jioની 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ, દર્દી હોસ્પિટલ પહોંચે તે પહેલા મોકલી દેશે તમામ વિગતો
Jio's 5G connected ambulance
Image Credit source: Google

Follow us on

રિલાયન્સ જિયો (Jio)એ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ (Ambulance)રજૂ કરી છે. આ એક એવી એમ્બ્યુલન્સ છે કે દર્દીના પહોંચ્યા પહેલા તેની તમામ મહત્વની માહિતી ડિજીટલ રીતે હોસ્પિટલને રિયલ ટાઈમમાં પહોંચાડવામાં આવશે. મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં હોસ્પિટલમાં હાજર ડોકટરો દર્દીના પહોંચ્યા પહેલાં જ તમામ જરૂરી તબીબી વ્યવસ્થા કરી શકે છે. આ એમ્બ્યુલન્સ જોઈને ભવિષ્યમાં મેડિકલ ઈન્ડસ્ટ્રીનો ચહેરો કેટલો બદલાઈ જશે તેનો અંદાજ તમે મેળવી શકો છો.

Jio પેવેલિયનમાં એક રોબોટિક આર્મ પણ જોવા મળશે, જે એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ કરવામાં માહેર છે. ખરેખર, Jio True 5G દ્વારા, સેંકડો માઈલ દૂર બેઠેલા રેડિયોલોજિસ્ટ અથવા સોનોગ્રાફર તેને સરળતાથી ચલાવી શકે છે. આ રોબોટિક આર્મ શહેરમાં બેઠેલા રેડિયોલોજિસ્ટને ગ્રામીણ દર્દીઓ સાથે સીધા જોડશે.

હવે ગ્રામજનોએ એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ જેવી પ્રાથમિક તબીબી જરૂરિયાતો માટે શહેરના ચક્કર નહીં લગાવા પડે અને રિપોર્ટ પણ ઘરે બેઠા મળી શકશે. રિલાયન્સ દિવાળી પર 5G સેવા શરૂ કરી રહી છે. તેના True 5G નેટવર્કની હાઇ સ્પીડ અને લો-લેટન્સી પર આધાર રાખીને, રિલાયન્સ જિયો રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કેટલાક તકનીકી ઉકેલો પર પણ કામ કરી રહ્યું છે. આમાંથી એક છે Jio 5G હેલ્થકેર ઓટોમેશન.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

5G નિયંત્રિત રોબોટ્સ દર્દીઓને દવાઓ આપશે

કોવિડ રોગચાળા દરમિયાન, ઘણા ફ્રંટલાઈન વર્કર્સ હોસ્પિટલોના આઇસોલેશન વોર્ડમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. Reliance Jio 5G નિયંત્રિત રોબોટની ટેક્નોલોજી પર કામ કરી રહી છે જે આઈસોલેશન વોર્ડ તેમજ અન્ય દર્દીઓને દવાઓ અને ખોરાક પહોંચાડવામાં સક્ષમ હશે.

ક્લાઉડ આધારિત 5G નિયંત્રિત રોબોટ્સના ઉપયોગને કારણે, ભૂલની શક્યતા નહિવત્ હશે. તેમની જાળવણી અને સેનિટાઈઝેશન પણ રોબોટિક ફ્લીટ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે માણસો કરતાં વધુ સરળ બનશે અને સૌથી અગત્યનું હજારો ફ્રન્ટલાઈન વર્કર્સ અને દર્દીઓના જીવન બચાવી શકાશે.

Next Article