હવે સ્ક્રીન પર ફોટો સ્પર્શ કરીને અનુભવી પણ શકશો! IIT મદ્રાસે આ ક્રાંતિકારી શોધનો કર્યો દાવો

|

Oct 17, 2022 | 5:44 PM

IIT મદ્રાસના સંશોધકોએ આવી ટેક્નોલોજી (Technology) તૈયાર કરવાનો દાવો કર્યો છે. સંશોધકોએ નવી ટચસ્ક્રીન ડિસ્પ્લે ટેક્નોલોજી ડિઝાઈન કરી છે. આના દ્વારા યુઝર તસવીરોને અનુભવી શકે છે. આ માટે તેણે તસવીરો પર આંગળીઓ ફેરવવી પડશે. વર્તમાન ટચસ્ક્રીન માત્ર તમે જ્યાં સ્પર્શ કરો ત્યાં જ કામ કરે છે.

હવે સ્ક્રીન પર ફોટો સ્પર્શ કરીને અનુભવી પણ શકશો! IIT મદ્રાસે આ ક્રાંતિકારી શોધનો કર્યો દાવો
iTad Technology prepared by IIT Madras
Image Credit source: Pexels

Follow us on

હવે તમે તમારા મોબાઈલ, લેપટોપ, પેડમાં દર્શાવેલ ઈમેજને ટચ કરી શકો છો. તમે માત્ર સ્પર્શ જ નહીં, પરંતુ અનુભવી પણ શકો છો, અમે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી કરી રહ્યા, પરંતુ તે હવે સત્ય બની ગયું છે. ખરેખર, IIT મદ્રાસ (IIT Madras)ના સંશોધકોએ આવી ટેક્નોલોજી (Technology) તૈયાર કરવાનો દાવો કર્યો છે. સંશોધકોએ નવી ટચસ્ક્રીન ડિસ્પ્લે ટેક્નોલોજી ડિઝાઈન કરી છે. આના દ્વારા યુઝર તસવીરોને અનુભવી શકે છે. આ માટે તેણે તસવીરો પર આંગળીઓ ફેરવવી પડશે. વર્તમાન ટચસ્ક્રીન માત્ર તમે જ્યાં સ્પર્શ કરો ત્યાં જ કામ કરે છે.

IIT મદ્રાસની ટીમે આ શોધને iTad નામ આપ્યું છે, જે એક ઇન્ટરેક્ટિવ ટચ એક્ટિવેટેડ ડિસ્પ્લે છે. IIT મદ્રાસ અનુસાર આ ટચ ડિસ્પ્લે ટેક્નોલોજીની નેક્સ્ટ જનરેશન બનવા જઈ રહી છે. આ સોફ્ટવેરના ઉપયોગ દ્વારા રિસર્ચર્સ કિનારે, સ્વિચ અને વિવિધ પ્રકારના ટેક્સચર બનાવી શકે છે. આ રીતે એક નવા લેવલની ટેક્નોલોજી દ્વારા ફિઝિકલ સર્ફેસને અનુભવી શકાય છે.

ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે?

iTadમાં કોઈ હિલચાલનો ભાગ નથી. તેના બદલે, તેમાં ઈન-બિલ્ટ મલ્ટી-ટચ સેન્સર છે, જે આંગળીઓની હિલચાલને શોધી કાઢે છે. સપાટીના ઘર્ષણને સોફ્ટવેર દ્વારા એડજસ્ટ કરવામાં આવે છે. IIT એ કહ્યું કે ઈલેક્ટ્રિક ફિલ્ડને ‘ઈલેક્ટ્રોએડિશન’ તરીકે ઓળખાતી ભૌતિક ઘટના દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. યુઝરની આંગળીઓ આખી સ્ક્રીન પર હોય છે. તે સોફ્ટવેરને ટ્રેક કરે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Professors M. Manivanan (centre of the photo), IIT Madras scholars Jagan KB (left) and Prasanna Routre (right)

IIT મદ્રાસના વર્ચ્યુઅલ રિયાલિટી એન્ડ હેપ્ટિક્સ, ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લાઇડ મિકેનિક્સના CoE પ્રોફેસર એમ. મણિવન્ન, દ્વારા આ રિસર્ચનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. આઈઆઈટી મદ્રાસ રિસર્ચ પાર્કમાં એક સ્ટાર્ટ-અપ મર્કલે હેપ્ટિક્સ, ટચલેબ (Touchlab)રિસર્ચર્સ સાથે આ ટેક્નોલોજી પર આગળ લઈ જવા માટે કામ કરી રહી છે.

ટેકનોલોજીનો શું ફાયદો થશે?

ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો પર આ ટેક્નોલોજીની અસરને રેખાંકિત કરતાં પ્રોફેસર મણિવનને કહ્યું કે આ આવનાર iTadનો યુગ છે. આ ટેક્નોલોજી દ્વારા ઓનલાઈન શોપિંગનો અનુભવ બદલાઈ જશે. આપણે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કંઈપણ ખરીદતા પહેલા સ્પર્શ અને અનુભવી શકીએ છીએ. તેમણે કહ્યું કે ઓનલાઈન શોપિંગ પછી 30 ટકા સામાન તો એટલા માટે રિટર્ન કરવામાં આવે છે કારણ કે યુઝરે જે ઓર્ડર કર્યો હોય છે તે ડિલીવર પ્રોડ્કટ સાથે મેચ થતો નથી.

Next Article