ઓર્ડર કર્યું Laptop, બોક્સ ખોલ્યું તો ગ્રાહકના ઉડી ગયા હોંશ, રિટર્ન રિક્વેસ્ટ કરતા મળ્યો આવો જવાબ
વ્યક્તિએ ગેમિંગ લેપટોપનો ઓર્ડર આપ્યો હતો અને ઓર્ડર મળતાં જ જ્યારે બોક્સ ખોલવામાં આવ્યું તો ગ્રાહકની આંખો ફાટી ગઈ હતી. શું છે હકીકત, આવો અમે તમને આ મામલાની વિગતવાર માહિતી આપીએ.
આ પહેલીવાર નથી જ્યારે ફ્લિપકાર્ટ પર ઓર્ડર કરવા પર પથ્થર નીકળ્યા હોય, અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. થોડા સમય પહેલા યોજાયેલા ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ (Flipkart Big Diwali Sale) માં એક વ્યક્તિએ ગેમિંગ લેપટોપનો ઓર્ડર આપ્યો હતો અને ઓર્ડર મળતાં જ જ્યારે બોક્સ ખોલવામાં આવ્યું તો ગ્રાહકની આંખો ફાટી ગઈ હતી. કારણ કે બોક્સમાં લેપટોપ (Laptop) નહીં પણ એક મોટો પથ્થર નીકળ્યો હતો. શું છે હકીકત, આવો અમે તમને આ મામલાની વિગતવાર માહિતી આપીએ.
શું છે હકીકત
થોડા સમય પહેલા તહેવારોની સિઝનને ખાસ બનાવવા માટે, બિગ દિવાળી સેલ ચાલી રહ્યો હતો અને આ ફ્લિપકાર્ટ સેલ દરમિયાન કર્ણાટકના મેંગલોરમાં રહેતા ચિન્મય નામના વ્યક્તિએ ગેમિંગ લેપટોપનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર મળ્યા બાદ બોક્સ ખોલતાની સાથે જ બોક્સમાં કોમ્પ્યુટરના કેટલાક જૂના પાર્ટસ અને કેટલોક ઈ-વેસ્ટ પડ્યો હોવાનું જણાયું હતું.
મેંગ્લોરમાં રહેતા આ વ્યક્તિએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. ટ્વીટમાંથી મળેલી માહિતી અનુસાર, ચિન્મયએ 15 ઓક્ટોબરે તેના મિત્ર માટે Asus TUF ગેમિંગ F15 ગેમિંગ લેપટોપનો ઓર્ડર આપ્યો હતો અને 20 ઓક્ટોબરે પ્રોડક્ટની ડિલિવરી કરવામાં આવી હતી.
Ordered for laptop and recived a big stone and E-waste ! During Diwali sale on Flipkart!@VicPranav @geekyranjit @ChinmayDhumal @GyanTherapy @Dhananjay_Tech @technolobeYT @AmreliaRuhez @munchyzmunch @naman_nan @C4ETech @r3dash @gizmoddict @KaroulSahil @yabhishekhd @C4EAsh pic.twitter.com/XKZVMVd4HK
— Chinmaya Ramana (@Chinmaya_ramana) October 23, 2022
ટ્વીટ મુજબ, આ ફ્લિપકાર્ટ પ્લસ એશ્યોર્ડ પ્રોડક્ટ હતી પરંતુ હજુ પણ આ પ્રોડક્ટ સાથે કોઈ ઓપન બોક્સ ડિલિવરી વિકલ્પ ઉપલબ્ધ નથી. બૉક્સ બહારથી સારું લાગતું હતું, જેના કારણે પીડિતાએ ડિલિવરી કરવા આવેલા વ્યક્તિને OTP આપ્યો. બોક્સ ખોલતાની સાથે જ આસુસનું બોક્સ ખુલ્લું હતું અને બારકોડ અને પ્રોડક્ટ કાઢી નાખવામાં આવી હતી.
જ્યારે આસુસનું બોક્સ ખોલીને જોયું તો ખબર પડી કે બોક્સમાં કોમ્પ્યુટરના કેટલાક જૂના ભાગો અને પથ્થરો સાથે ઈ-વેસ્ટ પડેલો હતો. પથ્થર મૂકવા પાછળનો હેતુ બોક્સને ઉપાડવામાં ભારે લાગે તેવો હતો.
પથ્થર નીકળ્યા બાદ શખ્સે રિટર્નની રિક્વેસ્ટ નાખી તો સેલરએ રિક્વેસ્ટને એપ્રૂવ કરી નહીં. જ્યારે ફ્લિપકાર્ટે વિક્રેતાનો સંપર્ક કર્યો, ત્યારે વિક્રેતાએ સ્પષ્ટપણે આ હકીકત સ્વીકારવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે ઉત્પાદન યોગ્ય રીતે મોકલવામાં આવ્યું છે.