WhatsApp Calling વખતે ડેટાનો વપરાશ ઘટાડવા અપનાવો આ સરળ Trick

દુનિયાભરના લોકો Whatsappનો ઉપયોગ ફક્ત વ્યક્તિગત ઉપયોગ માટે જ નહીં પણ વ્યાવસાયિક ઉપયોગ માટે પણ કરી રહ્યા છે. યુઝર્સ આ એપ્લિકેશન દ્વારા માત્ર સંદેશા, ફોટા અને વીડિયોની  સાથે વોઈસ અને  વીડિયો કોલિંગ પણ કરી રહ્યા છે.

WhatsApp Calling વખતે ડેટાનો વપરાશ ઘટાડવા અપનાવો આ સરળ Trick
| Edited By: | Updated on: Feb 05, 2021 | 9:30 PM

દુનિયાભરના લોકો Whatsappનો ઉપયોગ ફક્ત વ્યક્તિગત ઉપયોગ માટે જ નહીં પણ વ્યાવસાયિક ઉપયોગ માટે પણ કરી રહ્યા છે. યુઝર્સ આ એપ્લિકેશન દ્વારા માત્ર સંદેશા, ફોટા અને વીડિયોની  સાથે વોઈસ અને  વીડિયો કોલિંગ પણ કરી રહ્યા છે. મોબાઈલ ડેટા દ્વારા જ  WhatsAppનો વપરાશ કરનારા ઘણા યુઝર્સ છે. શું તમે પણ એવા લોકોમાં છો કે જેમનો ડેટા વોઈસ કોલિંગના લીધે સમાપ્ત થઈ જાય છે તો તમારે  આ ટ્રીક અપનાવવાની જરૂર છે.

 

વાસ્તવમાં WhatsApp કોલિંગ  મેસેજિંગ કરતા થોડો વધારે ડેટા વાપરે છે. જો તમે વીડિયો કોલિંગ કરી રહ્યાં છો તો ડેટા વપરાશ વધે છે તો આજે અમે તમને એક યુક્તિ વિશે જણાવી રહ્યા છીએ. જેના દ્વારા તમે વોટ્સએપ કોલિંગમાં  વપરાતા ડેટાને ઘણી હદ સુધી મર્યાદિત કરી શકો છો. આની માટે વોટ્સએપમાં એક વિશેષ સેટિંગ આપવામાં આવ્યું  છે. તેનું નામ લો ડેટા યુઝ છે.

 

Whatsappપર ડેટા વપરાશ કેવી રીતે ઘટાડવો

1. પહેલા તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ ઓપન કરો અને થ્રી ડોટ્સ (મેનુ) પર ક્લિક કરો.

2. અહીં તમારે સેટિંગ્સ વિકલ્પ પર ટેપ કરીને ડેટા અને સ્ટોરેજ વપરાશના વિકલ્પ પર જવું પડશે.

3. અહીં તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે. જેમાં નીચે સેટિંગ્સ વિકલ્પ જોવો પડશે.

4. આ વિકલ્પની નીચે લો ડેટા વપરાશનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

5. તમારે આ વિકલ્પ ઓન  કરવો પડશે.

 

નોંધનીય બાબત એ છે કે આ વિકલ્પને ચાલુ કરવાથી ચોક્કસપણે તમારી કોલિંગ ગુણવત્તાને અસર થશે. વોટ્સએપ વધુ ડેટાના ઉપયોગ કરીને તમારી કોલિંગ ગુણવત્તાને સુધારે છે.

 

આ પણ વાંચો: AMRELI: જેતપુર-વડીયા રોડ પર ST બસ પલટી, કોઈ જાનહાની નહીં