દેશમાં પ્રથમ ‘ક્વોન્ટમ કમ્પ્યુટિંગ’ આધારિત ટેલિકોમ નેટવર્ક લિંક શરૂ, હેક કરનારને મળશે 10 લાખ રૂપિયા

|

Mar 28, 2023 | 4:13 PM

એથિકલ હેકર્સ એક જવાબદાર પ્રોફેશનલ હોય છે અને તેમનો ઈરાદો ખોટો હોતો નથી, પરંતુ એથિકલ હેકર્સ કોઈ સિસ્ટમમાં રહેલી ખામીઓ શોધીને તેને હેક કરવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં, કંપનીઓ અથવા સંસ્થાઓને તેમની સિસ્ટમમાં રહેલી ખામીઓ વિશે ખબર પડે છે અને પછી તેઓ તેને સુધારે છે.

દેશમાં પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ આધારિત ટેલિકોમ નેટવર્ક લિંક શરૂ, હેક કરનારને મળશે 10 લાખ રૂપિયા
Ashwini Vaishnaw

Follow us on

કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવારે જણાવ્યું હતું કે ‘ક્વોન્ટમ કમ્પ્યુટિંગ‘ પર આધારિત દેશની પ્રથમ ટેલિકોમ નેટવર્ક લિંક રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શરૂ થઈ છે. ‘ઈન્ટરનેશનલ ક્વોન્ટમ એન્ક્વલ’ને સંબોધતા, ટેલિકોમ મંત્રીએ માહિતી આપી હતી કે રાષ્ટ્રીય રાજધાનીમાં સંચાર ભવન અને CGO કોમ્પ્લેક્સમાં નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) વચ્ચે ક્વોન્ટમ કોમ્યુનિકેશન લિંક હવે શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો: Adani Group Stocks : અદાણી ગ્રુપના શેરના રોકાણકારો માટે માઠાં સમાચાર, ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો, ચાર કંપનીમાં લોઅર સર્કિટ લાગી

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવ આ સિસ્ટમમાં તોડ કરવા માટે એથિકલ હેકર્સને 10 લાખ રૂપિયાનું ઈનામ પણ આપશે. આ જાહેરાત કરતી વખતે ટેલિકોમ મંત્રીએ કહ્યું, “અમે હેકાથોન પણ શરૂ કરી રહ્યા છીએ. જે કોઈ આ સિસ્ટમ અને સી-ડોટ દ્વારા વિકસિત સિસ્ટમને તોડી શકે છે, તેને દરેક તોડ માટે 10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

અશ્વિની વૈષ્ણવે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ કંપનીઓના નાના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેમણે આ કંપનીઓને ટેલિકોમ નેટવર્ક અને ભારતીય રેલવે માટે પાયલોટ પ્રોજેક્ટ ચલાવવા માટે પણ આમંત્રણ આપ્યું છે.

Quantum Computing શું છે?

ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એ આધુનિક ટેકનોલોજી છે. આ ટેક્નોલોજીથી સજ્જ કોમ્પ્યુટરનો ઉપયોગ ઘણી સમસ્યાઓ ઉકેલવા માટે થાય છે. આ કોમ્પ્યુટરો વધુ ઝડપે કામ કરવા માટે બનાવવામાં આવ્યા છે. ક્વોન્ટમ કોમ્પ્યુટર ડેટાને વધુ ઝડપથી પ્રોસેસ કરે છે.

જાણકારી માટે આપને જણાવી દઈએ કે એથિકલ હેકર્સ એક જવાબદાર પ્રોફેશનલ હોય છે અને તેમનો ઈરાદો ખોટો હોતો નથી, પરંતુ એથિકલ હેકર્સ કોઈ સિસ્ટમમાં રહેલી ખામીઓ શોધીને તેને હેક કરવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં કંપનીઓ અથવા સંસ્થાઓને તેમની સિસ્ટમમાં રહેલી ખામીઓ વિશે ખબર પડે છે અને પછી તેઓ તેને સુધારે છે.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article