AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TAFCOP : તમારા મોબાઈલ નંબર સિવાય તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલે છે? જાણો આ રીતે

TAFCOP તમને જણાવશે તમારા મોબાઈલ નંબર સિવાય તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલે છે.

TAFCOP : તમારા મોબાઈલ નંબર સિવાય તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલે છે? જાણો આ રીતે
સાંકેતિક તસ્વીર
| Updated on: Apr 24, 2021 | 9:08 PM
Share

TAFCOP : શું તમને પણ શંકા છે કે તમારા નામે કોઈ બીજું પણ સીમકાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે? જો હા તો આ સમગ્ર અહેવાલ તમારા માટે મહત્વનો છે. આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે જેના દ્વારા તમે જાણી શકશો કે તમારા નામે કોઈ અન્ય સીમકાર્ડ ચાલે છે કે નહીં.

15 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ટેલિકોમ મંત્રાલયે ટેલિકોમ્યુનિકેશંસ સંસાધનોના ઉપયોગ સાથે જોડાયેલી છેતરપિંડી પ્રવૃત્તિઓને રોકવા માટે જામતારા અને મેવાતના વિસ્તારોમાં વધી રહેલી ચિંતાઓને કારણે ટેલિકોમ સેવાઓનાં સંચાલનને બ્લોક કરવા સહિતની એક વિશેષ વ્યૂહરચના ઘડવાનો પણ નિર્દેશ આપ્યો હતો. જે અંતર્ગત ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટ (DIU) નામની નોડલ એજન્સી બનાવવામાં આવી અને ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP ) સિસ્ટમ પણ વિકસિત કરવામાં આવી છે.

જાણો TAFCOP સિસ્ટમ વિશે ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટે tafcop.dgtelecom.gov.in ડોમેનથી એક પોર્ટલ શરૂ કર્યું છે. દેશભરમાં કાર્યરત તમામ મોબાઇલ નંબરોનો ડેટાબેસ આ પોર્ટલમાં અપલોડ કરવામાં આવે છે. આ પોર્ટલ દ્વારા સ્પામ અને છેતરપિંડી પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો તમને લાગે છે કે કોઈ અન્ય તમારા નામે મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યો છે, તો તમે આ વેબસાઇટ દ્વારા આ અંગે ફરિયાદ કરી શકો છો. ચાલો જાણીએ આ વેબસાઇટનો ઉપયોગ કેવી રીતે કરવો.

TAFCOP

1)સૌ પ્રથમ, તમારા મોબાઇલ ફોન બ્રાઉઝરમાં અથવા લેપટોપ અથવા કમ્પ્યુટર પર tafcop.dgtelecom.gov.in ખોલો.

2) ત્યારબાદ તમારો 10 અંકનો મોબાઇલ નંબર દાખલ કરો. હવે તમારા નંબર પર એક ઓટીપી આવશે. દાખલ કરો અને તે ઓટીપી માન્ય કરો.

3) ઓટીપીને માન્યતા આપ્યા પછી, તમને તે બધા નંબરનું લીસ્ટ મળશે જે તમારા નામે કાર્યરત છે. તેમાંથી, તમે તમારી અનુકૂળતા પર કોઈપણ નંબરની જાણ કરી શકો છો.

4) પછી સરકાર તમારા નંબર પર ચાલતા નંબરોની તપાસ કરશે જેની તમે ફરિયાદ કરી છે.

tafcop.dgtelecom.gov.in અત્યારે અમુક ક સર્કલ માટે બહાર પાડવામાં આવી છે. ટૂંક સમયમાં તે બધા સર્કલોમાં રજૂ કરવામાં આવશે. એક આઈડી પ્રૂફ પર મહત્તમ નવ મોબાઈલ નંબર કાર્યરત રહી શકે છે, પરંતુ જો તમને આ પોર્ટલમાં કોઈ નંબર દેખાય જે તમારા નામે છે પરંતુ તમે ઉપયોગમાં નથી લેતા તો તમે તે નંબર વિશે ફરિયાદ કરી શકો છો. આ પછી સરકાર તે નંબરને બ્લોક કરશે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">