Fathers Day 2021 : વોટ્સએપે લોન્ચ કર્યા નવા સ્ટીકર્સ, નામ આપ્યુ ‘પાપા મેરે પાપા’

|

Jun 19, 2021 | 5:45 PM

પેકનું નામ બોલીવૂડના એક પ્રખ્યાત સોન્ગ 'પાપા મેરે પાપા' ના નામ પરથી રાખવામાં આવ્યુ છે. આ પેકને શરૂઆતમાં ભારત અને ઇંડોનેશિયામાં રોલ આઉટ કરવામાં આવ્યુ હતુ.

Fathers Day 2021 : વોટ્સએપે લોન્ચ કર્યા નવા સ્ટીકર્સ, નામ આપ્યુ પાપા મેરે પાપા
Fathers Day 2021: વોટ્સએપના નવા સ્ટીકર્સ

Follow us on

વોટ્સએપ એ ફાધર્સ ડે (Fathers Day 2021) માટે ભારતમાં એક નવું સ્ટીકર પેક લોન્ચ (New Stickers) કર્યુ છે. આ સ્ટીકરના પેકનું નામ બોલીવૂડના એક પ્રખ્યાત સોન્ગ ‘પાપા મેરે પાપા’ ના નામ પરથી રાખવામાં આવ્યુ છે. આ પેકને શરૂઆતમાં ભારત અને ઇંડોનેશિયામાં રોલ આઉટ કરવામાં આવ્યુ હતુ.

20 જૂન 2021 ના રોજ ફાધર્સ ડે મનાવવામાં આવે છે. જો તમે તમારા ઘરથી દૂર છો અને તમારા પિતાને વોટ્સએપ પર વિશ કરવા માંગો છો તો તમે વોટ્સએપ દ્વારા લોન્ચ કરેલા આ સ્ટીકરનો ઉપયોગ કરી શકો છો. સ્ટીકરમાં મૂંછો વાળા વ્યક્તિને ચશ્મા સાથે દર્શાવવામાં આવ્યા છે. આ સ્ટીકરને ડાઉનલોડ કરવા માટે તમે તમારી એપ્લિકેશનને અપડેટ કરી શકો છો. આ સ્ટીકરની સાઇઝ 8.2 MB છે.

આ સ્ટીકર પેક આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને માટે વોટ્સએપ પર ઉપલબ્ધ છે. નીચેના સ્ટેપ્સને ફોલો કરીને તમે આઇફોનામાં આ સ્ટીકર ડાઉનલોડ કરી શકો છો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

1. પર્સનલ ચેટ વિંડો અથવા ગ્રૃપ ચેટ વિંડો ઓપન કરો.

2. નવા સ્ટિકર સેક્શન બ્રાઉઝ કરવા માટે સ્ટિકર મેનૂ પર પ્લસ આઇકોન પર ટેપ કરો.

3. સ્ટીકર સેક્શનમાં તમને સૌથી ઉપર આ નવું સ્ટીકર પેક દેખાશે.

4. તમે જે પણ સ્ટીકર પેક ડાઉનલોડ કરવા માંગતા હોય તેના ડાઉનલોડ આઇકોન પર ટેપ કરો.

5. પેક ડાઉનલોડ કર્યા બાદ એક ચેક માર્ક દેખાશે.

6. સ્ટીકર પેક ડાઉનલોડ કર્યા બાદ, સ્ટિકર પોપઅપ પર નીચેની તરફ સ્વાઇપ કરો.

7. ડાઉનલોડ સ્ટીકર પેકને શોધીને ચેટમાં આ સ્ટીકર મોકલો.

જો તમને તમારા ફોનમાં લેટેસ્ટ ‘પાપા મેરે પાપા’ સ્ટીકર પેક નથી મળતુ તો વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરો. આ સ્ટીકર વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનમાં જ ઉપલબ્ધ છે. અગાઉ વોટ્સએપે મધર્ડ ડે માટે પણ સ્ટીકર પેક લોન્ચ કર્યુ હતુંં.

 

આ પણ વાંચો – Uttarakhand : મુશળધાર વરસાદથી નદીઓમાં પૂર, ગંગા નદીના જળ સ્તરમાં વધારો, ઋષિકેશમાં અનેક ઘાટો ડૂબ્યા

આ પણ વાંચો – India vs New Zealand Live Score, WTC Final 2021 Day 2: ટીમ ઈન્ડિયાએ શરુ કરી બેટિંગ, રોહિત-શુભમ મેદાન પર

આ પણ વાંચો Corona Third Wave : ‘આગામી 6થી 8 અઠવાડિયામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, જેને રોકવી અશક્ય છે’ : રણદીપ ગુલેરિયા

Next Article