ખેડૂતે કર્યો ગજબનો જુગાડ! ખેતરમાં પક્ષીઓને ભગાડવા માટે બનાવી આ ઓટોમેટિક મશીન, વીડિયો થયો વાયરલ

|

Sep 30, 2021 | 4:41 PM

આ વીડિયો જોયા પછી તમે પણ વિચારતા થઈ જશો. ખેડૂતો પક્ષીઓથી પાકને બચાવવા માટે આ અનોખી રીત લઈને આવ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર જુગાડ લાઈફ હેક્સ નામથી શેર કરવામાં આવ્યો છે.

ખેડૂતે કર્યો ગજબનો જુગાડ! ખેતરમાં પક્ષીઓને ભગાડવા માટે બનાવી આ ઓટોમેટિક મશીન, વીડિયો થયો વાયરલ
This automatic machine made to repel birds on the farm

Follow us on

જુગાડમાં ભારતીય લોકોનો મુકાબલો કોઇ કરી શકે તેમ નથી. ભારતીય લોકો પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે. તમને બધાને જ ખબર છે કે ખેતરમાં પક્ષીઓ અને પ્રાણીઓ દ્વારા પાકને નુક્સાન પહોંચતુ હોય છે. આ માટે ખેડૂતો ખેતરમાં ચાડિયાને પણ મુકતા હોય છે. તમે આ પહેલા ચાડિયાને ક્યારેને ક્યારે તો જોયો જ હશે. પરંતુ સમય જતા જતા હવે ટેક્નોલોજીમાં બદલાવ આવી રહ્યો છે તેમ તેમ લોકોના જુગાડમાં પણ ટેક્નોલોજીનો સમાવેશ થઇ રહ્યો છે. હાલમાં એક એવા જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમે પણ બોલી ઉઠ્શો વાહ…

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે એક ખેતરમાં કઇંક ટેક્નોલોજીનો જુગાડ જોઇ શકો છો. ખેડુતોએ પક્ષીઓને ખેતરોમાં પાકને બરબાદ કરતા અટકાવવા માટે એક અનોખા ઉપકરણનો ઉપયોગ કર્યો છે. આ ઉપકરણ સાથે, ક્ષેત્રમાં સતત અવાજ આવે છે, જેના કારણે પક્ષીઓ દૂર રહે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે બાજરીના ખેતરની વચ્ચે પક્ષીઓને ભગાડવા માટે મશીનરી મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં એક પંખો લગાવવામાં આવ્યો છે, જે પવન ફૂંકાય ત્યારે આપોઆપ નાચવાનું શરૂ કરે છે.

 

 

આ સાથે જ પંખાની નીચે એક થાળીને ઉંધી કરીને નટ બોલ્ટના મદદથી ફિટ કરવામાં આવી છે. હવા આવતા જ તે જાતે નાચવાનું શરૂ કરી દે છે અને થાળી સાથે લગાવેલી ચમચીના કારણે અવાજ આવવા લાગે છે. આ સાંભળીને નજીકમાં બેઠેલા પક્ષીઓ ઉડી જાય છે. વળી આ ઉપકરણમાં વીજળી કે બેટરીનો ઉપયોગ થતો નથી.

 

આ વીડિયો જોયા પછી તમે પણ વિચારતા થઈ જશો. ખેડૂતો પક્ષીઓથી પાકને બચાવવા માટે આ અનોખી રીત લઈને આવ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર જુગાડ લાઈફ હેક્સ નામથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘પક્ષીઓને ભગાડવાની સરળ રીત’

 

 

આ પણ વાંચો – RR vs RCB Head to Head Records: કોના મા કેટલો છે દમ, જાણો રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે હેડ ટુ હેડ

 

આ પણ વાંચો – Narendra Giri Death: નરેન્દ્ર ગિરીના મૃત્યુ પાછળ વાઘંમ્બરી મઠની ગાદીની અંતિમ વસિયત જવાબદાર ! CBI સાયકોલોજીકલ ઓટોપ્સીનાં રસ્તે

 

આ પણ વાંચો – RR vs RCB, IPL 2021 Match Prediction: વિરાટ કોહલીની ટીમ RCB આજે સંજૂ સેમસનની રાજસ્થાન રોયલ્સ સાથે ટકરાશે

Next Article