Facebook એ ડિલીટ કર્યા 3000 એકાઉન્ટ્સ, જો તમે પણ આ કામ કર્યુ તો તમારા એકાઉન્ટ પર પણ થશે કાર્યવાહી

|

Aug 20, 2021 | 8:26 AM

આવી સામગ્રી અથવા તો આવી જાણકારી ફેલાવવા વાળા એકાઉન્ટ અને વ્યક્તિને તે પ્લેટફોર્મ પર રહેવાની અનુમતી આપવામાં નહીં આવે

Facebook એ ડિલીટ કર્યા 3000 એકાઉન્ટ્સ, જો તમે પણ આ કામ કર્યુ તો તમારા એકાઉન્ટ પર પણ થશે કાર્યવાહી
Facebook to take down false vaccine claims

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) કંપની ફેસબુકે (Facebook) પોતાના પ્લેટફોર્મ પરથી એ લોકોના એકાઉન્ટ ડિલીટ કરી દીધા છે જેઓ કોરોના વેક્સિનને (Corona Vaccine) લઇને ખોટી માહિતી શેયર કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા દિગ્ગજ કંપનીએ પોતાની કમ્યુનિટી સ્ટાન્ડર્ડ ઇન્ફોર્સમેન્ટની રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે તેણે કોરોના અને કોરોના વેક્સિનેશન (Vaccination) વિશે વારંવાર ખોટી માહિતી ફેલાવવા બદલ 3000 થી વધુ એકાઉન્ટ્સ, પેજ અને ગ્રૃપ્સને હટાવી દીધા છે.

ફેસબુકે આ પણ શેયર કર્યુ કે કોવિડ 19 થી સંબંધિત ખોટી જાણકારી ફેલાવવા બદલ વિશ્વ સ્તર પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી 20 મિલિયન સામગ્રીને હટાવી દીધી છે.

કોવિડ 19 હજી પણ દુનિયા માટે પડકાર છે. કોરોના વાયરસના સંક્રમણની ગતી ધીમી કરવા માટે એક જ ઉપાય છે વેક્સિનેશન. ત્યારે કેટલાક લોકો કોવિડ-19 વેક્સિન વિશે ખોટી માહિતી ફેલાવવા માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો (Facebook, WhatsApp, Instagram) ઉપયોગ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો વેક્સિન લીધા બાદ શરીર ચુંબક બની જાય છે અને વેક્સિન લીધા બાદ નપુંસક બની જવાય છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આવી સામગ્રી અથવા તો આવી જાણકારી ફેલાવવા વાળા એકાઉન્ટ અને વ્યક્તિને તે પ્લેટફોર્મ પર રહેવાની અનુમતી આપવામાં નહીં આવે

એક તરફ જ્યાં થોડા લોકો વેક્સિનને લઇને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે તો બીજી તરફ એવા લોકોની સંખ્યા વધુ છે જેઓ વેક્સિનેશનને સપોર્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો એવા હતા જેણે ફેસબુકને મદદ કરી અન્ય લોકો સુધી વેક્સિનને લઇને સાચી માહિતી શેયર કરવા, કંપનીના કહ્યા મુજબ, વિશઅવ સ્તર પર 18 મિલિયનથી વધુ લોકોએ વેક્સિનને સપોર્ટ કરવા વાળા ફએસબુક પ્રોફાઇળ ફ્રેમનો ઉપયોગ કર્યો છે. ઇન્સ્ટાગ્રામના કોવિડ 19 વેક્સિન સ્ટીકરનો ઉપયોગ વિશ્વ સ્તર પર 7.6 મિલિયનથી વધુ લોકો દ્વારા યૂઝ કરવામાં આવ્યા છે.

કોવિડ -19 સાથે જોડાયેલી ખોટી સુચના સિવાય ફેસબુક અભદ્ર ભાષાને પણ પ્લેટફોર્મ પરથી હટાવવામાં સફળ રહી છે. એક રિપોર્ટથી ખબર પડે છે કે ફેસબુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી 31.5 મિલિયન અભદ્ર સામગ્રી અને 9.8 મિલિયન ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી છે. જ્યારથી કંપનીએ આ વિશે રિપોર્ટ કરવાનું શરૂ કર્યુ તો સતત ત્રણ મહિના સુધી અભદ્ર ભાષાનો પ્રસાર ઓછો થયો હતો.

આ પણ વાંચો –

UP Assembly Election 2022: CM યોગી અને જેપી નડ્ડા સાથે ગૃહપ્રધાન અમિત શાહે કરી 3 કલાકથી વધુની બેઠક, જાણો ક્યાં મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા ?

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 20 ઓગસ્ટ: કામ-કાજની જગ્યા પર સર્જાઈ શકે છે સમસ્યાઓ, પેટ સબંધિત બીમારીઓ કરી શકે પરેશાન

Next Article