ઘર બંધ હશે કે એસી-પંખા બંધ રાખશો તો પણ આવશે મોટું બિલ! સરકારી કંપનીઓ વધારી રહી છે આ ચાર્જીસ

પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા બાદ હવે સામાન્ય જનતાને વધુ એક મોટો કરંટ લાગવાનો છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ વીજળી બિલના ફિક્સ મંથલી ચાર્જમાં મોટો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેની સીધી અસર દરેક ગ્રાહક પર પડશે.

ઘર બંધ હશે કે એસી-પંખા બંધ રાખશો તો પણ આવશે મોટું બિલ! સરકારી કંપનીઓ વધારી રહી છે આ ચાર્જીસ
Image Credit source: AI
| Updated on: May 17, 2026 | 8:36 PM

આજકાલ દેશમાં અમીર પરિવારો અને મોટી ફેક્ટરીઓ પોતાના ઘર કે કંપનીની છત પર રૂફટોપ સોલર સિસ્ટમ લગાવી રહ્યા છે. આના કારણે તેઓ સરકારી કંપનીઓ પાસેથી વીજળી ઓછી ખરીદે છે અને પોતાનું બિલ બચાવે છે. પરંતુ આ સ્માર્ટ આઈડિયાના કારણે સરકારી વીજ વિતરણ કંપનીઓની (ડિસ્કોમ) કમાણી ધડામ થઈ ગઈ છે. કંપનીઓની આ ખોટ ભરપાઈ કરવા માટે હવે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) એક એવો પ્લાન લાવી રહી છે જેની સીધી અસર એવા મધ્યમ વર્ગ પર પડશે જેઓ બહુ ઓછી વીજળી વાપરે છે.

ભલે ઘર પર તાળું હશે, તો પણ ફિક્સ રકમ ચૂકવવી પડશે

જો આ પ્રસ્તાવ મંજૂર થઈ જશે તો તમારા વીજળી બિલમાં ફિક્સ મંથલી ચાર્જ એટલે કે ‘અનિવાર્ય નિશ્ચિત શુલ્ક’ નો હિસ્સો ખૂબ વધી જશે. આનો અર્થ એ થયો કે તમે મહિના દરમિયાન ભલે ગમે તેટલી ઓછી વીજળી વાપરો, એસી-પંખા બંધ રાખો અથવા તમારા ઘરને તાળું મારીને બહારગામ જતા રહો, તો પણ કંપની દ્વારા નક્કી કરાયેલી એક મોટી રકમ (ફિક્સ ચાર્જ) તમારે દર મહિને ફરજિયાત ચૂકવવી જ પડશે.

વીજ કંપનીઓનું ગણિત અને માસ્ટર પ્લાન

તંત્રે રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે વીજ કંપનીઓનો કુલ ખર્ચ (જેમ કે ટ્રાન્સમિશન માળખું, કર્મચારીઓનો પગાર, નેટવર્કની જાળવણી અને વીજ ઉત્પાદકોને અપાતું પેમેન્ટ) માંથી 38 થી 56 ટકા હિસ્સો ફિક્સ કોસ્ટ (સ્થિર ખર્ચ) નો હોય છે. તેની સામે કંપનીઓને ફિક્સ મંથલી ચાર્જ દ્વારા કુલ કમાણીના માત્ર 9 થી 20 ટકા જ મળે છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે કંપનીઓએ તબક્કાવાર ફિક્સ ચાર્જ વધારવાનો પ્લાન બનાવ્યો છે:

  • સામાન્ય ઘરેલું ગ્રાહકો અને ખેડૂતો માટે ફિક્સ ચાર્જ વધારીને કુલ ખર્ચના 25 ટકા સુધી કરવામાં આવી શકે છે.
  • મોટી ફેક્ટરીઓ, મોલ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સ માટે આ ચાર્જ વર્ષ 2030 સુધીમાં વધારીને 100 ટકા સુધી કરવાનો પ્રસ્તાવ છે.

સોલર પેનલ લગાવનારાઓ પર પણ નવો ટેક્સ!

આ અહેવાલમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે જે ગ્રાહકોએ પોતાના ઘરે રૂફટોપ સોલર પેનલ લગાવ્યા છે અને નેટ-મીટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે, તેમના માટે એક તદ્દન અલગ ટેરિફ માળખું એટલે કે અલગથી ચાર્જ વસૂલવાનો નિયમ લાવવામાં આવે. કારણ કે આ લોકો સોલર લગાવ્યા પછી પણ બેકઅપ ગ્રીડ તરીકે સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ તો ચાલુ જ રાખે છે.

આગામી દિવસોમાં મોંઘવારીનો આ નવો કરંટ દેશના મધ્યમ વર્ગ અને સામાન્ય ગ્રાહકોના માસિક બજેટને વધુ ખોરવી નાખશે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ પ્રસ્તાવને ક્યારથી અને કેટલા પ્રમાણમાં લાગુ કરે છે.

કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતી સંસ્થા NTA ની સ્થાપનાથી લઈને NEET વિવાદ સુધીની ઇનસાઇડ સ્ટોરી

Follow Us
Loading...
Unable to load recommendations.