Elon Musk પોતાના મગજમાં લગાવશે બ્રેઈન ચિપ! જાણો શું છે Neuralink પ્રોજેક્ટ

|

Dec 02, 2022 | 3:14 PM

મસ્કની બીજી કંપની છે, જે ખૂબ જ જટિલ ટેક્નોલોજી પર કામ કરે છે. અમે ન્યુરાલિંક વિશે વાત કરી રહ્યા છીએ. ન્યુરલ ઈન્ટરફેસ ટેક્નોલોજી ધરાવતી આ કંપની છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે.

Elon Musk પોતાના મગજમાં લગાવશે બ્રેઈન ચિપ!  જાણો શું છે Neuralink પ્રોજેક્ટ
Elon Musk
Image Credit source: Google

Follow us on

સ્પેસએક્સ, ટેસ્લા અને ટ્વિટર જેવી કંપનીઓના માલિક એલોન મસ્કને નવી ટેક્નોલોજીમાં ઘણો ઈન્ટરસ્ટ રહે છે. મસ્કની બીજી કંપની છે, જે ખૂબ જ જટિલ ટેક્નોલોજી પર કામ કરે છે. ત્યારે અમે ન્યુરાલિંક વિશે વાત કરી રહ્યા છીએ. ન્યુરલ ઈન્ટરફેસ ટેક્નોલોજી ધરાવતી આ કંપની છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે.

તેનું કારણ કંપની દ્વારા બનાવવામાં આવેલી એક ચિપ છે, જેને લોકોના મગજમાં ઈમ્પ્લાન્ટ કરી શકાય છે. તેનાથી મનુષ્યની વિકલાંગતા દૂર કરવામાં મદદ મળશે. ખાસ વાત એ છે કે મસ્ક પોતે આ ચિપ પોતાના મગજમાં લગાવવા માંગે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ન્યુરાલિંક સાથે સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક વાંદરો તેના મગજની મદદથી ટાઈપ કરી રહ્યો છે. મસ્કની કંપની આ ટેક્નોલોજી પર લાંબા સમયથી કામ કરી રહી છે. આવો જાણીએ એલોન મસ્કની કંપનીની આ ખાસ ટેક્નોલોજી સાથે જોડાયેલી વિગતો.

ન્યુરાલિંક ચિપ શું છે?

આ એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંચાલિત માઈક્રો ચિપ છે, જે મગજની ગતિવિધિઓને રેકોર્ડ અને વાંચી શકે છે. તેની મદદથી લોકોની વિકલાંગતા દૂર કરવામાં મદદ મળશે.

આ ચિપની મદદથી લકવાગ્રસ્ત વ્યક્તિ પોતાના મગજનો ઉપયોગ કરીને સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે. મગજની મદદથી યુઝર્સ ફોનનો ઉપયોગ હાથ કરતાં વધુ ઝડપથી કરી શકશે. મસ્કે વર્ષ 2016માં પણ આ અંગે વાત કરી હતી.

ન્યુરાલિંક આ ટેક્નોલોજી પર લાંબા સમયથી કામ કરી રહી હતી. અગાઉ પણ આને લગતી કેટલીક વિગતો સામે આવી હતી. ન્યુરાલિંકે અગાઉ બતાવ્યું હતું કે કેવી રીતે શખ્સ તેના હાથનો ઉપયોગ કર્યા વિના પિંગપોંગની રમત રમી શકે છે.

આ ચિપ શું કરી શકે?

કંપની અનુસાર, આ ચિપ તમારા મનમાં આવતા વિચારોને વાંચી શકે છે. જે વ્યક્તિના મગજમાં પણ આ ચિપ હશે, તે વ્યક્તિ કંઈપણ બોલ્યા વગર મશીનો સાથે વાત કરી શકશે. હાલમાં, તેની મદદથી, વપરાશકર્તાઓ સ્માર્ટફોન અને કમ્પ્યુટર્સ જેવા મૂળભૂત ડિવાઈસને નિયંત્રિત કરી શકે છે.

આ અંગે ખુલાસો કરતાં મસ્કે કહ્યું, ‘અમે તેના વિશે ખૂબ કાળજી રાખવા માંગીએ છીએ અને એ પણ કે તે માણસના મગજમાં ઇમ્પ્લાન્ટ કરતા પહેલા યોગ્ય રીતે કામ કરે.’

મસ્કે કહ્યું કે આગામી 6 મહિનામાં સંભવતઃ આપણે મનુષ્યના મગજમાં ન્યુરાલિંક સ્થાપિત કરી શકીશું. કંપનીના જણાવ્યા અનુસાર, આ ટેક્નોલોજી પેરાલિસિસ, અંધત્વ, યાદશક્તિમાં ઘટાડો અને ન્યુરો સંબંધિત સમસ્યાઓથી પીડિત લોકોને મદદ કરશે.

શું મસ્કના મગજમાં લાગશે ચિપ ?

જો કે મસ્કએ આ અંગે સ્પષ્ટપણે કંઈ કહ્યું નથી, પરંતુ ચોક્કસપણે પોતાનો રસ દર્શાવ્યો છે. તેણે આ જાણકારી એશલી વેન્સના ટ્વીટના જવાબમાં આપી છે. એટલે કે મસ્કે પોતાના મગજમાં આવી ચિપ ઈમ્પ્લાન્ટ કરાવવાની વાત કરી છે.

યુઝરે ટ્વિટર પર લખ્યું, ‘એલોને બ્રેઈન ઈમ્પ્લાન્ટનું વચન આપ્યું છે. તેણે કહ્યું કે ડેમો દરમિયાન તેના મગજમાં એક ચિપ લગાવવામાં આવશે. તેના પરિણામો હજુ આવ્યા ન હોવાથી, તેણે હજુ સુધી ચિપ લગાવી નથી. જવાબમાં મસ્કે હા લખ્યુ છે.

Next Article