શું એરોપ્લેન મોડ પર જલ્દી ચાર્જ થઈ જાય છે સ્માર્ટફોનની બેટરી? જાણો પૂરી હકીકત આ અહેવાલમાં

|

Jun 13, 2022 | 10:34 PM

Technology news : આજના જમાનામાં લોકો પોતાના કામને કારણે આખો દિવસ પોતાના સ્માર્ટફોનમાં વ્યસ્ત હોય છે. અને તેને કારણે સ્માર્ટફોનની બેટરી ઓછી થઈ જાય છે. તેવામાં લોકોને ઝડપથી ચાર્જ થઈ શકે તેવા ચાર્જરની જરુર પડે છે. એવુ માનવામાં આવે છે કે જો તમે તમારા સ્માર્ટફોનને ઝડપથી ચાર્જ કરવા માંગો છો, તો તેને એરપ્લેન મોડ પર કરી શકો છો. પણ શું ખરેખર આવું થાય છે? ચાલો જાણીએ તેની હકીકત..

શું એરોપ્લેન મોડ પર જલ્દી ચાર્જ થઈ જાય છે સ્માર્ટફોનની બેટરી? જાણો પૂરી હકીકત આ અહેવાલમાં
Charging port
Image Credit source: File Image

Follow us on

Technology news : આજના જમાનામાં લોકો પોતાના કામને કારણે આખો દિવસ પોતાના સ્માર્ટફોનમાં (Smartphone) વ્યસ્ત હોય છે. આજે સ્માર્ટફોન આપણા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. દિવસમાં લગભગ 24 કલાકમાંથી આપણે સતત 4-5 કલાક આપણા સ્માર્ટફોન પર કાઢીએ છીએ. એક ડેટા અનુસાર ભારતમાં લોકો દિવસમાં લગભગ 4 કલાક પોતાના સ્માર્ટફોન પર કાઢે છે. જો તમે દરરોજ સારા સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમારે તેની બેટરી ચાર્જિંગનું (bettery charging) પણ ખાસ ધ્યાન રાખવું પડશે. એવું માનવામાં આવે છે કે જો તમે તમારા સ્માર્ટફોનને ઝડપથી ચાર્જ કરવા માંગો છો તો તમે તેને એરપ્લેન મોડ પર કરી શકો છો પણ શું ખરેખર આવું થાય છે? ચાલો જાણીએ.

જો તમે એરોપ્લેન મોડ પર સ્માર્ટફોન ચાર્જ કરો છો તો તમારા મોબાઈલને જીપીએસ ફંક્શનની જરૂર નથી. મોબાઈલને નેટવર્ક માટે સતત સેલ ફોન ટાવરની જરૂર પડે છે. મોબાઈલ તેના માટે બેટરીનો ઉપયોગ કરે છે. જો તમે તમારા સ્માર્ટફોનને એરપ્લેન મોડ પર રાખો છો, તો તમારા મોબાઈલની બેટરી ઓછી થતી નથી.

રિપોર્ટમાં કરવામાં આવ્યો આ દાવો

verizon.com ના રિપોર્ટ અનુસાર જ્યારે તમારો સ્માર્ટફોન રેગ્યુલર મોડમાં હોય છે, ત્યારે તે સતત સિગ્નલ સેલ ટાવર અને પિન પોઈન્ટ લોકેશન શોધે છે. GPS દ્વારા સંચાલિત તમારો સ્માર્ટફોન સેટેલાઈટને બદલે સેલફોન નેટવર્ક દ્વારા સ્થાન સાથે સંકલન કરે છે. આ કારણે તમારા સ્માર્ટફોનની બેટરીનો મહત્તમ વપરાશ થાય છે. આ પ્રક્રિયા સતત ચાલે છે અને આ માટે બેટરીનો ઉપયોગ થાય છે. જ્યારે તમે એરોપ્લેન મોડ ચાલુ કરો છો, ત્યારે તમે તે રેડિયો ટ્રાન્સમિશન બંધ કરો છો અને તમારો સ્માર્ટફોન રેગ્યુલર મોડ કરતાં વધુ ઝડપથી ચાર્જ થાય છે. પરંતુ જો તમે આ ડેટાની મદદથી સમજો છો, તો તમારા સમયની આ બચત એટલી નથી જેટલી દાવો કરવામાં આવે છે.

Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
Canada Citizenship : કેનેડાની નાગરિકતા કેવી રીતે મળે છે ?
શું તમને પુરતી ઊંઘ પછી પણ દિવસભર થાક લાગે છે? તો દરરોજ કરો આ 10 કામ
સિંગર સચેત-પરંપરા એક પુત્રના માતા-પિતા બન્યા, જુઓ ફોટો
ભુલથી Expiry Date વાળી દવા લેવાઇ જાય તો શું થાય ?
ભારત છોડો... પાકિસ્તાનમાં પણ વાગ્યો મુકેશ અંબાણીનો ડંકો, જાણો કારણ

એરોપ્લેન મોડથી કેટલો સમય બચે છે?

થોડા વર્ષો પહેલા CNETના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તમે એરોપ્લેન મોડ પર સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે ટ્રાયલમાં 4 મિનિટ બચી હતી. જ્યારે બીજી ટ્રાયલમાં કુલ 11 મિનિટ બચી હતી. તેના પરથી કહી શકાય છે કે એરોપ્લેન મોડ પર ચાર્જિંગ દરમિયાન થોડો સમય બચે છે.

Next Article