IRCTC Ticket Booking: શું હજી પણ તમે બ્રોકરની મદદથી ટ્રેનની ટિકીટ બુક કરો છો ? તો આ રીતે આજે જ બનાવો IRCTC પર તમારુ એકાઉન્ટ

|

Oct 02, 2021 | 9:48 AM

લોકો બ્રોકરના માધ્યમથી રિઝર્વેશન કરાવે છે. જે કરાવવા માટે લોકોએ દુકાનદારને ટિકિટ કરતાં થોડા વધારે પૈસા ચૂકવવા પડે છે. આવી સ્થિતિમાં, એ મહત્વનું છે કે તમે તમારું પોતાનું IRCTC એકાઉન્ટ બનાવો

IRCTC Ticket Booking: શું હજી પણ તમે બ્રોકરની મદદથી ટ્રેનની ટિકીટ બુક કરો છો ? તો આ રીતે આજે જ બનાવો IRCTC પર તમારુ એકાઉન્ટ
This is how to create your account on IRCTC

Follow us on

IRCTC Ticket Booking: જ્યારે પણ આપણે એક સ્થળેથી બીજી જગ્યાએ જવાનું હોય ત્યારે આપણે વિવિધ પ્રકારના વાહનોનો ઉપયોગ કરીએ છીએ. આમાં બસ, ટ્રેન, વિમાન અને પોતાના વાહનોનો સમાવેશ થાય છે. પરંતુ સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મધ્યમ વર્ગથી લઈને અન્ય વર્ગ સુધીના લગભગ તમામ લોકો પણ ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે.

તેના ઘણા ફાયદા છે, એક એ છે કે લાંબા અંતરની મુસાફરી પણ ટૂંકા સમયમાં પૂર્ણ થાય છે. તે જ રીતે, તમારે રેલવેમાં મુસાફરી કરવા માટે ટિકિટ લેવી પડશે, જેના માટે કેટલાક લોકો પ્લેટફોર્મ પર ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદે છે, પરંતુ અહીં લાંબી લાઈનને કારણે ઘણો સમય લાગે છે. તે જ સમયે, અન્ય લોકો બ્રોકરના માધ્યમથી રિઝર્વેશન કરાવે છે. જે કરાવવા માટે લોકોએ દુકાનદારને ટિકિટ કરતાં થોડા વધારે પૈસા ચૂકવવા પડે છે. આવી સ્થિતિમાં, એ મહત્વનું છે કે તમે તમારું પોતાનું IRCTC એકાઉન્ટ બનાવો, જેની સરળ પ્રક્રિયા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો આ વિશે જાણીએ.

સૌથી પહેલા તમારે આઇઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઇટ https://www.irctc.co.in/nget/train-search પર જવુ પડશે અને રજીસ્ટર પર ક્લિક કરવું પડશે અથવા તો IRCTC ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હવે તમારી સામે એક ફોર્મ આવશે જેમાં તમારે સામાન્ય વિગતો ભરવાની રહેશે, જેમકે, નામ, નંબર, ઇમેલ આઇડી. આ માહિતી ભર્યા બાદ એક કૈપ્ચા કોડ સબમિટ કરવાનો રહેશે.

હવે તમારી સામે ટર્મ્સ એન્ડ કંડિશનનું પેજ ખુલશે જેના પર ઓકે ક્લિક કરવાનું છે. હવે તમારા ફોનમાં મેસેજ આવી જશે કે તમારું એકાઉન્ટ બની ગયુ છે અને હવે તમે આઇડી પાસવર્ડ દ્વારા લોગીન કરી શકો છો.

આઇડી-પાસવર્ડથી લોગીન કર્યા બાદ ટિકીટ બુક કરવા તમારે મુસાફરીની તારીખ અને સ્થળની માહિતી એન્ટર કરવાની છે.

હવે તમને તમારી મુસાફરી માટે ટ્રેનનું એક લિસ્ટ મળશે જેમાંથી તમારે તમારા સમયના અનુકુળ ટ્રેન પર ક્લિક કરવાનું છે.

હવે કયા ક્લાસની ટિકીટ લેવી છે તે સિલેક્ટ કરીને પુછવામાં આવતી માહિતી ભરો અને ઓનલાઇન પેમેન્ટના ઓપ્શન પર ક્લિક કરો.

હવે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો જે તે વોલેટમાંથી પૈસા ભરવા માંગતા હોવ તેને સિલેક્ટ કરો અને પેમેન્ટની પ્રોસેસ પૂર્ણ કરો.

બસ તમારી ટિકીટ બુક થઇ જશે.

આ પણ વાંચો –

DNA માટે કોઈ પણ વ્યક્તિને મજબૂર કરવો તેની ગોપનીયતાનું ઉલ્લંઘન, જરૂરી મામલામાં જ આપો નિર્દેશ-સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચો –

Bollywood : કૃતિ સેનને બોલ્ડ અને સુંદર ડ્રેસમાં તસવીરો કરી શેયર, ફોટોઝ જોઇને ફેન્સ બોલ્યા ‘આગ લગાવી દીધી’

Next Article