શું તમને ખબર છે તમારા કારણે, Google ને દર મીનિટે કેટલી કમાણી થાય છે ? જાણો અહીં

|

Jul 29, 2021 | 4:20 PM

ગુગલને YouTube કરતા વધુ જાહેરાતો મળે છે. Google ને આ વર્ષના બીજા ક્વોટરમાં 7 બિલિયન ડૉલરની જાહેરાત મળી છે. ગત વર્ષે આ આંકડો 3.8 બિલિયન ડૉલરનો છે. એટલે કે ગત વર્ષ કરતા બે ગણી વધારે આવક તેને જાહેરાતથી મળી છે.

શું તમને ખબર છે તમારા કારણે, Google ને દર મીનિટે કેટલી કમાણી થાય છે ? જાણો અહીં
Google search earns Rs 2 crore per minute.

Follow us on

Google Search પ્લેટફોર્મનો ઉપયોગ આજે કોણ નથી કરતુ ? દરેક ઉંમર, દરેક પ્રોફેશન, દરેક રાજ્ય અને દેશના લોકો Google Search નો ઉપયોગ કરે છે. Google આવ્યુ તે પહેલા લોકો પોતાના સવાલોના જવાબ મેળવવા માટે લાઇબ્રેરીમાં જઇને મોટા મોટા ચોપડાઓ વાંચતા હતા. પરંતુ હવે લોકો ફક્ત એક ક્લિક પર દુનિયાભરની કોઇ પણ માહિતી મેળવી લે છે. ભારતની વાત કરીએ તો મોબાઈલ કંપનીઓ વચ્ચેની ગળાકાપ હરીફાઈને કારણે મોબાઈલ ઈન્ટરનેટ સસ્તુ થયુ અને લોકો ઈન્ટરનેટનો વ્યાપક વપરાશ કરતા થયા.

 

ગુગલનો (Google) ઉપયોગ તો તમે હોંશે હોંશે કરો છો પરંતુ શું તમને ખબર છે કે Google દર મીનિટે કેટલી કમાણી કરે છે ? Google દર મીનિટે 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે. Google માટે કમાણીના હિસાબે 2021 ખૂબ લાભદાયક સાબિત થયુ છે. Google વર્ષ 2021 ના બીજા ક્વોટરમાં સૌથી વધુ 61.9 બિલિયન ડૉલરની કમાણી કરી છે. આ આવકમાં સૌથી મોટુ યોગદાન Google સર્ચનું છે. ગુગલને સર્ચની મદદથી 35.8 બિલિયન ડૉલરની કમાણી થઇ છે. એટલે કે તમારા સર્ચની મદદથી ગુગલ દર મીનિટે 2 કરોડ રૂપિયા કમાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Alphabet કંપનીને ગુગલ સર્ચ પછી સૌથી વધુ કમાણી યુટ્યુબના કારણે થાય છે. Youtube ની મદદથી 2021 ના બીજા ક્વોટરમાં 35.8 બિલિયન ડૉલરની કમાણી થઇ છે. ગત વર્ષ કરતા આ આંકડો 14 ગણો વધારે છે.

 

ગુગલને યુટ્યુબ કરતા વધુ જાહેરાતો મળે છે. Google ને આ વર્ષના બીજા ક્વોટરમાં 7 બિલિયન ડૉલરની જાહેરાત મળી છે. ગત વર્ષે આ આંકડો 3.8 બિલિયન ડૉલરનો છે. એટલે કે ગત વર્ષ કરતા બે ગણી વધારે આવક તેને જાહેરાતથી મળી છે. વર્ષ 2019 ના આંકડાઓની વાત કરીએ તો ગુગલ પર દર મિનીટે 3.8 મિલિયન સર્ચ કરવામાં આવ્યા હતા.

 

 

આ પણ વાંચો – જો તમે સવારના રાંધેલા ભાત સાંજે અને સાંજના રાંધેલા ભાત સવારે ખાતા હોવ, તો આ તમારે ખાસ વાંચવુ

 

આ પણ વાંચો – Maharashtra: શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે, ભાજપના કિરીટ સોમયા સામે કર્યો 100 કરોડનો માનહાનીનો કેસ

Next Article