AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disney+ Hotstar પહેલી સપ્ટેમ્બરથી લાવશે 3 નવા સબસ્ક્રિપ્શન પ્લાન્સ, કિંમત અને અન્ય સુવિધાઓ વિશે જાણો વિગતે

Disney+ Hotstarએ ત્રણ નવા સબ્સ્ક્રિપ્શન પ્લાન્સની જાહેરાત કરી છે. જેમાં 499 રૂપિયા, 899 રૂપિયા અને 1499 રૂપિયાનો સમાવેશ થાય છે.આ યોજનાઓ વિશે વિગતવાર જાણીએ.

Disney+ Hotstar પહેલી સપ્ટેમ્બરથી લાવશે 3 નવા સબસ્ક્રિપ્શન પ્લાન્સ, કિંમત અને અન્ય સુવિધાઓ વિશે જાણો વિગતે
Disney+ Hotstarએ ત્રણ નવા સબ્સ્ક્રિપ્શન પ્લાન્સની જાહેરાત કરી છે જેમાં 499 રૂપિયા, 899 રૂપિયા અને 1499 રૂપિયાનો સમાવેશ થાય છે.આ યોજનાઓ વિશે વિગતવાર જાણીએ.
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 4:43 PM
Share

Disney+ Hotstar ઓટીટી પ્લેટફોર્મેસએ ગયા મહિને ભારતીય ગ્રાહકો માટે ત્રણ નવા પ્લાન લોન્ચ કર્યા હતા. આ નવા સબ્સ્ક્રિપ્શન (subscription) પ્લાન્સ હાલના પ્લાન્સને બદલશે. 1 સપ્ટેમ્બરથી, ત્રણ નવા Disney+ Hotstar પ્લાન અમલમાં આવશે, તેથી હાલના યુઝર્સએ વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનો ઉપયોગ ચાલુ રાખવા અને કોઈ પણ મુશ્કેલી વિના તેમની મનપસંદ મૂવીઝ અને વેબ સિરીઝ જોવા માટે તેને અપગ્રેડ કરવું પડશે.

ભારતમાં Disney+ Hotstar સબ્સ્ક્રિપ્શન (subscription) પ્લાન્સ હવે 499 રૂપિયાથી શરૂ થાય છે અને વાર્ષિક સબ્સ્ક્રિપ્શન માટે 1499 રૂપિયા સુધી જાય છે.હાલમાં, Disney+ Hotstar ભારતીય ગ્રાહકોને ત્રણ પ્લાન પણ ઓફર કરે છે, જેમાં 299 રૂપિયાનો માસિક પ્લાન, 399 રૂપિયાનો વીઆઇપી પ્લાન અને વાર્ષિક રૂ. 1499 નું સબ્સ્ક્રિપ્શન પેક શામેલ છે.

Disney+ Hotstarના નવા પ્લાન્સ વિશે વિગતવાર જાણો

Disney+ Hotstarએ ત્રણ નવા સબ્સ્ક્રિપ્શન (subscription) પ્લાન્સની જાહેરાત કરી છે. જેમાં 499 રૂપિયા, 899 રૂપિયા અને 1499 રૂપિયાનો સમાવેશ થાય છે.

499 રૂપિયાનો સબસ્ક્રિપ્શન પ્લાન

499 રૂપિયાના સબ્સ્ક્રિપ્શન પ્લાન હેઠળ, ડિઝની+ હોટસ્ટાર એક વર્ષની વેલિડિટી માટે એચડી ક્વોલિટી વિડિયો એક્સેસ આપે છે. આ પ્લાન માત્ર મોબાઈલ યુઝર્સ માટે છે. તેથી, જો તમે ફક્ત તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને કંટેન્ટ બ્રાઉઝ કરો છો, તો જ એ પ્લાન એક્ટીવ કરવો જોઈએ અને તે પોકેટ ફ્રેન્ડલી પણ છે.

899 રૂપિયાનો સબસ્ક્રિપ્શન પ્લાન

899 રૂપિયાના સબ્સ્ક્રિપ્શન પ્લાન હેઠળ, Disney+ Hotstar બે સ્ક્રીન/ડિવાઇસનો ઉપયોગ કરવાની છુટ આપે છે અને એચડી ક્વોલિટી વિડિયો એક્સેસ આપે છે.299 રૂપિયાના પ્લાનથી વિપરીત, આ સબ્સ્ક્રિપ્શન પ્લાનનો ઉપયોગ સ્માર્ટફોન સાથે લેપટોપ અથવા ટીવી પર પણ થઈ શકે છે. આ એક એન્યુલ પ્લાન પણ છે.

1499 રૂપિયાનો સબસ્ક્રિપ્શન પ્લાન

સૌથી મોંઘા 1499 રૂપિયાના સબ્સ્ક્રિપ્શન પ્લાન હેઠળ Disney+ Hotstar 4 સ્ક્રીન/ડિવાઇસ અને 4K ક્વોલિટીના વીડિયો સ્ટ્રીમ કરે છે. આ ત્રણમાંથી સૌથી પ્રીમિયમ પ્લાન છે અને એક વર્ષની માન્યતા સાથે આવે છે.

Disney+ Hotstar સબ્સ્ક્રિપ્શન કેવી રીતે ખરીદવું

એ નોંધવું જોઇએ કે નવા Disney+ Hotstar સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ 1 સપ્ટેમ્બર, 2021 થી લાગુ થશે. ત્રણ સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ ખરીદવા માટે, તમે ફક્ત ડિઝની+ હોટસ્ટારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

g clip-path="url(#clip0_868_265)">