જો તમારા ફોનમાં પણ આ એપ્સ ઈન્સ્ટોલ કરેલી છે, તો તરત જ અનઈન્સ્ટોલ કરી નાખજો, એક ભૂલથી બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી

|

Feb 08, 2024 | 3:42 PM

સાયબર ગુનેગારો આ પ્રકારની સ્ક્રીન શેરિંગ એપ દ્વારા તમારા ફોનને હેક કરીને કંટ્રોલ કરી શકે છે. આ રીતે તેઓ તમારી અંગત વિગતો અને બેંકિંગ માહિતીનો ઉપયોગ ફ્રોડ કરવા માટે કરી શકે છે. જે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ઠગ તમારા ફોનને કંટ્રોલ કરીને ટ્રાન્સેકશન પણ કરી શકે છે.

જો તમારા ફોનમાં પણ આ એપ્સ ઈન્સ્ટોલ કરેલી છે, તો તરત જ અનઈન્સ્ટોલ કરી નાખજો, એક ભૂલથી બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી
Mobile App

Follow us on

દેશમાં ઓનલાઈન ફ્રોડના કેસ વધી રહ્યા છે. છેતરપિંડી કરવા માટે સ્કેમર્સ અવનવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. બેંક વિગત અને OTP દ્વારા ફ્રોડ બાદ હવે સ્કેમર્સ મોબાઈલ હેક કરીને ફ્રોડ કરી રહ્યા છે. ગૂગલ સર્ચ દ્વારા હેલ્પલાઇન નંબર પર કોલ દ્વારા સાયબર ગુનેગારો લોકોને શિકાર બની રહ્યા છે. ઠગ મદદના બહાને લોકોના મોબાઈલ ફોનમાં એવી એપ્સ લોડ કરે છે, જેની મદદથી તેઓ ફોન હેક કરી શકે.

ગૂગલ પે દ્વારા સ્ક્રીન શેરિંગ એપ્સને લઈ આપી સાવચેત રહેવાની સલાહ

જો તમારા ફોન પણ સ્ક્રીન શેરિંગ એપ્લીકેશન ઈન્સ્ટોલ કરેલી છે, તો સાવધાન રહેજો. જો શક્ય હોય તો, તેને તરત જ અનઈન્સ્ટોલ કરી નાખજો. નહીં તો તમારું બેંક એકાઉન્ટ એક ભૂલના કારણે ખાલી થઈ શકે છે. થોડા દિવસ પહેલા જ ડિજિટલ પેમેન્ટ કંપની ગૂગલ પે દ્વારા તેના કસ્ટમર્સને સ્ક્રીન શેરિંગ એપ્સને લઈ સાવચેત રહેવાની સલાહ આપી હતી.

બેંકિંગ માહિતીનો ઉપયોગ ફ્રોડ કરવા માટે કરી શકે

સાયબર ગુનેગારો આ પ્રકારની સ્ક્રીન શેરિંગ એપ દ્વારા તમારા ફોનને હેક કરીને કંટ્રોલ કરી શકે છે. આ રીતે તેઓ તમારી અંગત વિગતો અને બેંકિંગ માહિતીનો ઉપયોગ ફ્રોડ કરવા માટે કરી શકે છે. જે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ઠગ તમારા ફોનને કંટ્રોલ કરીને ટ્રાન્સેકશન પણ કરી શકે છે. સ્કેમર્સ તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડની માહિતી મેળવીને ફ્રોડ કરી શકે છે. ફોનમાં આવતા OTP દ્વારા રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરે છે.

નવા વર્ષમાં આ જાણીતી એક્ટ્રેસની તસવીરો થઈ વાયરલ, જુઓ
ભારતનું એવું રેલવે સ્ટેશન જ્યાં ઉતરીને ચાલતા વિદેશ જવાશે
Neem Karoli Baba : વ્યક્તિનું ભાગ્ય બદલતા પહેલા મળે છે આ 5 શુભ સંકેતો, જાણો
PI ને કોણ કરી શકે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
આ સ્ટાર કિડ્સ બોલિવુડમાં ડેબ્યુ કરશે, જુઓ ફોટો
ટેસ્ટ મેચમાં ખેલાડીઓ સફેદ કપડા જ કેમ પહેરે છે?

કેવી રીતે કામ કરે છે સ્ક્રીન શેરિંગ એપ્સ

સ્ક્રીન શેરિંગ એપ્સ દ્વારા સ્માર્ટફોનની સ્ક્રીનને અન્ય લોકો સાથે શેર કરવામાં આવે છે. તમારા ફોનની સ્ક્રીન પર શું ચાલી રહ્યું છે તે પણ જાણી શકાય છે. આ પ્રકારની એપ્સનો ઉપયોગ ફોન, ટેબ્લેટ કે લેપટોપમાં આવતી સમસ્યાને ઠીક કરવા માટે કરવામાં આવે છે.

આ પણ વાંચો : ના OTP ના કોઈ પીન નંબર! એક મહિલાના ડિજિટલ વોલેટમાંથી 1 લાખ રૂપિયાની ચોરી, જાણો કેવી રીતે થયું ફ્રોડ

હાલમાં આવી અનેક એપ્સ ઉપલબ્ધ છે. લોકો તેના ફોનમાં આ એપ ઈન્સ્ટોલ કરતા હોય છે. AnyDesk, Screen Share અને TeamViewer એપ ઘણી લોકપ્રિય છે. જો શક્ય હોય તો, તમારા ફોનમાંથી આ એપ્સને ઈન્સ્ટોલ કરો. પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરતી વખતે સ્ક્રીન શેરિંગ એપ બંધ રાખવી જોઈએ.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:17 pm, Wed, 29 November 23

Next Article