જો તમે બે અલગ અલગ વેક્સિનના ડોઝ લઇ લો તો શું થશે? જાણો શું કહે છે રિસર્ચ

જો કોઈને પ્રથમ ડોઝમાં કોવિશિલ્ડ અને બીજા ડોઝમાં કોવેક્સિન આપવામાં આવે છે, તો પછી તે શરીર પર કેવી અસર કરશે અને તે વાયરસ સામે અસરકારક રહેશે કે નહીં?

જો તમે બે અલગ અલગ વેક્સિનના ડોઝ લઇ લો તો શું થશે? જાણો શું કહે છે રિસર્ચ
File Image
Gautam Prajapati

|

May 13, 2021 | 3:12 PM

વેક્સિનને વિશ્વભરમાં કોરોના વાયરસના ચેપ સામે એક મહત્વપૂર્ણ શસ્ત્ર માનવામાં આવે છે. ભારતમાં પણ 17.72 કરોડથી વધુની વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. આ સંક્રમણ સામે લગભગ તમામ રસીના બે ડોઝ આપવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો બંને ડોઝમાં અલગ અલગ રસીઓ લાગુ કરવામાં આવી હોય તો તેની અસર શું થશે? ઉદાહરણ તરીકે, જો કોઈને પ્રથમ ડોઝમાં કોવિશિલ્ડ અને બીજા ડોઝમાં કોવેક્સિન આપવામાં આવે છે, તો પછી તે શરીર પર કેવી અસર કરશે અને તે વાયરસ સામે અસરકારક રહેશે કે નહીં?

એક સંશોધનના પ્રારંભિક અધ્યયનમાં બહાર આવ્યું છે કે બે અલગ અલગ વેક્સિન ડોઝ લેતા લોકોમાં થાક અને માથાનો દુખાવો જેવી આડઅસર વધી છે. જો કે હજી સુધી તે જાણી શકાયું નથી કે બે અલગ અલગ પ્રકારના રસી લઈને વાયરસ સામે કેટલું અસરકારક છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધનકારોએ મેડિકલ જર્નલ લૈન્સેટમાં આ અભ્યાસની જાણ કરી છે કે, જેમણે પ્રથમ ડોઝમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિન લીધી હતી અને 4 અઠવાડિયા પછી બીજા ડોઝમાં ફાઈઝર / બાયોએન્ટેક રસી લીધી હતી તેમાં મોટાભાગના લોકોને ટૂંકા ગાળાની આડઅસરો હતી જે સામાન્ય છે.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, સંશોધનકારો અને જાહેર આરોગ્ય અધિકારીઓ ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં આ પ્રકારનો અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યા છે જેથી ટે દેશોમાં વેક્સિનના અભાવને દુર કરી શકાય. તેઓ માને છે કે બે અલગ અલગ રસીના ડોઝ સલામત અને અસરકારક છે. આનાથી સરકારો માટે રસીનો સ્ટોક બનાવવાનું સરળ બનશે અને તેના વિશે વધુ માહિતી બહાર આવશે.

ફ્રાન્સમાં એસ્ટ્રાઝેનેકા પર પ્રતિબંધ મૂકાયા પછી બીજી રસી મુકવામાં આવી

ફ્રાન્સમાં વૃદ્ધો સુધી જ સીમિત કર્યા પહેલા જે લોકોએ એસ્ટ્રાઝેનેકા રસીનો પ્રથમ ડોઝ લીધો હતો, તેઓને બીજા ડોઝ માટે ફાઇઝર / બાયોએન્ટેક રસી આપવામાં આવી રહી છે. લોહી ગંઠાઈ જવા અને અન્ય આડઅસરો પછી, ફ્રાન્સે એસ્ટ્રાઝેનેકા રસી પર મર્યાદિત પ્રતિબંધ લાદ્યો હતો.

ટ્રાયલનું નેતૃત્વ કરનાર ઓક્સફર્ડ યુનિવર્સિટીના બાળ ચિકિત્સા અને રસી વિકાસના પ્રોફેસર ડો. મેથ્યુ સ્નેપે કહ્યું, “આ ખરેખર રસપ્રદ શોધ છે અને એવું નથી કે આપણે આવા પરિણામની અપેક્ષા રાખીએ છીએ. આ રોગ પ્રતિરક્ષા વધારવામાં અસરકારક રહેશે કે નહીં, તે હજુ સુધી જાણી શકાયું નથી. આગામી થોડા અઠવાડિયામાં, અમે તે પરિણામો વિશે પણ જાણ કરીશું. ”

તેમણે કહ્યું કે હાલના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે મજબૂત આડઅસરો થોડા દિવસો પછી નાબૂદ થઇ રહી છે, જોકે સલામતી અંગે હજી સુધી કોઈ દાવા નથી. સંશોધન મુજબ મિશ્રિત માત્રા ધરાવતા 10 ટકા લોકોમાં તીવ્ર થાક જોવા મળ્યો. જ્યારે કોઈ રસીના એક ડોઝમાં 3 ટકા લોકો પર આ આડઅસર હતી. આ અજમાયશમાં ભાગ લેનારા તમામ લોકો 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના હતા. મેથ્યુ સ્નેપે જણાવ્યું હતું કે શક્ય છે કે નાના લોકો વધુ આડઅસરો જોશે.

આ અભ્યાસ ફેબ્રુઆરીમાં શરૂ થયો હતો

સંશોધનકારો 12 અઠવાડિયાના લાંબા અંતરાલમાં ડોઝની પણ તપાસ કરી રહ્યા છે. આ માટે સંશોધનમાં મોડર્ના અને નોવાવૈક્સ રસીના સમાવેશ અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. બધી રસીઓ વિવિધ ડોઝના મિશ્રણમાં કામ કરી શકતી નથી, પરંતુ સંશોધનકારો માને છે કે જેનો ટાર્ગેટ એક હોય તેની સાથે આ કરવામાં આવી શકે છે. આ કિસ્સામાં, વાયરસની સ્પાઇક એ પ્રોટીન છે. રસીના મિશ્રણને હેટરોલોગસ બુસ્ટ કહેવામાં આવે છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ફેબ્રુઆરીની શરૂઆતમાં આ અભ્યાસ શરૂ કર્યો હતો. અભ્યાસનો મુખ્ય ધ્યેય એ હતો કે વિવિધ રસીઓનો ઉપયોગ કરીને, કોરોના વાયરસ સામે તેની પ્રતિરક્ષા જોઇ શકાય છે. યુકે સરકારે આ માટે 70 લાખની મદદ કરી હતી. ‘નેશનલ ઈમ્યુનાઇઝેશન શિડ્યુલ ઇવેલ્યુએશન કન્સોર્ટિયમ’ દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન સંસ્થા માટે સંકળાયેલ 8 સ્થળોએ આ પરીક્ષણ લેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: વેક્સિન મુદ્દે રાજ્યો આમને સામને! અરવિંદ કેજરીવાલે કહ્યું “ભારતની છબી ખરાબ થઇ રહી છે.”

આ પણ વાંચો: કેરળનો કમાલ: મળેલી વેક્સિન કરતા 87 હજાર વધુ લોકોને આપી વેક્સિન, PM મોદીએ કરી પ્રશંસા

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati