યુટ્યુબ વિડિયો પર કોપીરાઈટ સ્ટ્રાઇક આવી? આ રીતે હટાવી શકશો
સોશ્યલ મિડિયા પર છવાઈ જવાના ચક્કરમાં ક્યારેક લોકો બીજાની સામગ્રીને ઉઠાવીને પોસ્ટ કરી દેતા હોય છે. આવા કિસ્સામાં યુટ્યુબ વિડિયો પર કોપી રાઈટ સ્ટ્રાઈક નાખી દે છે, હવે તમારો વિડિયો ભલે ને લાખો લોકો સુધી કેમ ના પોંહચી ગયો હોય પણ તેનો લાભ મળતો નથી. તો તમે પણ કઈ રીતે આ સ્ટ્રાઈકથી બચી શકો અને તેના માટેની રીત કઈ છે તે અમે તમને જણાવીશું.

સોશ્યલ મિડિયાની વિવિધ સાઈટ્સ પર સતત વિડિયો કન્ટ્ન્ટ બનતુ જાય છે અને પિરસાતુ જાય છે. ના માત્ર વિડિયો પણ ફોટો બેઝ પણ સોશ્યલ મિડિયા ઈન્ફ્લ્યુએન્સર કન્ટેન્ટને અપલોડ કરતા રહે છે. ખાસ કરીને આ અપલોડ પાછળનો હેતુ આર્થિક ઉપાર્જન તો ખરો જ સાથે સોશ્યલ મિડિયા પર ઈમેજ ક્રિએટ કરવાનો પણ રહે છે.
હવે સોશ્યલ મિડિયા પર છવાઈ જવાના ચક્કરમાં ક્યારેક લોકો બીજાની સામગ્રીને ઉઠાવીને પોસ્ટ કરી દેતા હોય છે. આવા કિસ્સામાં યુટ્યુબ વિડિયો પર કોપી રાઈટ સ્ટ્રાઈક નાખી દે છે, હવે તમારો વિડિયો ભલે ને લાખો લોકો સુધી કેમ ના પોંહચી ગયો હોય પણ તેનો લાભ મળતો નથી. તો તમે પણ કઈ રીતે આ સ્ટ્રાઈકથી બચી શકો અને તેના માટેની રીત કઈ છે તે અમે તમને જણાવીશું.
કોપી રાઈટ લાગવાનુ્ં કારણ શું હોય છે?
- કોપી રાઈટ એટલે તમારે જાણી લેવું જરૂરી છે કે જે કોઈ બીજાનું કન્ટેન્ટ યુઝ કરી લે છે અને તેને પોતાના કન્ટેન્ટ તરીકે ગણાવે છે અને પોસ્ટ કરી દે છે ત્યારે કોપી રાઈટ ક્લેમનો ઈસ્યુ આવે છે.
- અગર તમે કોઈ વિડિયો બનાવ્યો છે અને તેના પર એડિટ કરીને કોઈ બીજાનો વિડિયો મુકીને પોસ્ટ કરી દો છો તો તેમને વીડિયો પર કોપીરાઈટ ક્લેમ આવશે
- જો તમે કોઈપણ પુસ્તક, વાર્તા, નવલકથાનો ઉપયોગ કરો છો જે કોઈ અન્ય વ્યક્તિનું ટ્રેડમાર્ક છે, તો તમે તેનો ઉપયોગ તમારા વિડિયોમાં કરી શકતા નથી. આ તમારી ચેનલ પર કોપીરાઈટ લાવી શકે છે.
- કોપી રાઈટ લાગવાના કારણમાં એક એ પણ છે કે અગર તમે પેઈડ સોફ્ટવેરને ફ્રીમા ડાઉનલોડ કરવાનું શિખવાડો છો તો આવા કેસમા પણ તમારી યુ ટ્યુબ ચેનલ પર કોપીરાઈટ લાગી શકે છે.
- આ સિવાય જો તમે યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યા છો અને તે દરમિયાન કોઈ કન્ટેન્ટ કોપીરાઈટ હેઠળ આવે છે, તો તમારી ચેનલ પર કોપીરાઈટ ક્લેમ આવી શકે છે અને તમારું લાઈવ સ્ટ્રીમ પણ 7 થી 8 દિવસ માટે બંધ થઈ શકે છે.
સવાલ એ છે કે કોપીરાઈટ ક્લેમને દુર કઈ રીતે કરી શકાય
આને દુર કરવા માટે તમારે યુટ્યુબને લેખિતમાં જાણ કરવી પડે છે કે તે સામગ્રી તમારી પોતાની છે, અથવા તો તો એ વિડિયો જ તમારે હટાવી દેવો પડે છે તો કદાચ મોટા ઈસ્યુમાથી બચી શકો છો. પણ અહર યુટ્યુબની સ્ટ્રાઈકને અવગણો છો તમારૂ એકાઉન્ટ ડિલિટ થવાથી લઈ બ્લોક થવા સુધીના પગલાને સહન કરવાની તૈયારી રાખવી પડે છે.
કૉપિરાઇટ માલિકનો સંપર્ક કરો: વિડિઓ કાઢી નાખતા પહેલા, ચકાસો કે તમારી વિડિઓ કૉપિરાઇટ મુક્ત છે. આ પછી, સ્ટ્રાઈક સ્વીકારો અને કોપીરાઈટ સ્કુલ એટેન્ડ કરશો તો અહીં તમે કૉપિરાઇટ માલિક (જેણે દાવો કર્યો છે) નો સંપર્ક કરી શકશો.
કેટલા દિવસનો સમય તમને મળે છે?
આ માટે, જો તમારી ચેનલ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં સામેલ છે, તો તમને આ માટે 7 દિવસનો સમય આપવામાં આવે છે. નોંધ કરો કે જો તમને ચેનલ સામે કૉપિરાઇટ ઉલ્લંઘન માટે ત્રણ સ્ટ્રાઇક્સ મળે છે, તો તમારે સાત દિવસની અંદર વિડિઓ દૂર કરવી અથવા તે ભાગ દૂર કરવો પડશે. જો તમે આવું ન કરો તો તમારી ચેનલ બંધ થઈ જશે.