આ સરળ સ્ટેપ્સને ફોલોવ કરીને WhatsApp ના માધ્યમથી બુક કરો વેક્સિનેશન સ્લોટ

MyGov કોરોના હેલ્પડેસ્ક હવે વેક્સિન બુકિંગની પ્રક્રિયામાં પણ સહાય કરે છે. તેના દ્વારા તમે વેક્સિનેશનનું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો. આ સાચી રીતે ડિજીટલ સમાવેશનને સક્ષમ કરે છે.

આ સરળ સ્ટેપ્સને ફોલોવ કરીને WhatsApp ના માધ્યમથી બુક કરો વેક્સિનેશન સ્લોટ
Book your Vaccination slot on WhatsApp
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 12:27 PM

દેશભરમાં કોરોના સંક્રમણ સામે લડત આપવા માટે અભિયાન ચાલુ છે. તેવામાં હવે વેક્સિન લેવા માટે સ્લોટની બુકિંગ તમે વોટ્સએપ દ્વારા પણ કરી શકો છો. હવે તમારે સ્લોટ બુક કરવા માટે કોવિન એપ અથવા તો આરોગ્ય સેતુ એપની જરૂર નહીં પડે. સ્વાસ્થ્ય મંત્રાલય અને MyGov અનુસાર, વોટ્સએપ પર MyGov કોરોના હેલ્પડેસ્ક હવે ઉપયોગકર્તાઓને તેમના નજીકના વેક્સિનેશન કેન્દ્ર વિશે જાણકારી મેળવવા અને વેક્સિનનો સ્લોટ બુક કરવાનું કામ હવે વોટ્સએપ દ્વારા પણ સરળતાથી કરી શકાશે.

MyGovIndia ના ટ્વીટર હેન્ડલ પરથી કરવામાં આવેલા ટ્વીટમાં જણાવવામાં આવ્યુ છે કે, હવે તમે વોટ્સએપ દ્વારા પણ તમારો વેક્સિનેશન સ્લોટ બુક કરાવી શકો છો. તમારે બસ MyGovIndia કોરોના હેલ્પડેસ્ક પર ‘બુક સ્લોટ’ લખીને મોકલવાનું રહેશે. તેના બાદ ઓટીપી વેરિફાઇ અને કેટલાક અન્ય સ્ટેપ્સ ફોલોવ કરવાના છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

વોટ્સએપના માધ્યમથી કરો સ્લોટ બુક

કોન્ટેક્ટ લીસ્ટમાં MyGov કોરોના હેલ્પડેસ્ક 9013151515 ને સેવ કરો. વોટ્સએપ પર આ નંબર પર ‘Book Slot’ લખીને મોકલો. એસએમએસના માધ્યમથી પ્રાપ્ત થયેલા 6 અંકના ઓટીપીને એન્ટર કરો. વોટ્સએપ ચેટમાં પોતાની પસંદની તારીખ અને જગ્યા, આધાર, પિન કોડ અને વેક્સિનનો પ્રકાર પસંક કરો. સ્લોટ પ્રાપ્ત કરો અને વેક્સિનેશન સેન્ટર પર જઇને વેક્સિન લો.

આ રીતે ડાઉનલોડ કરો વોટ્સએપ સર્ટીફિકેટ

તમે વેક્સિનના બંને ડોઝ બાદ સરળતાથી વોટ્સએપ પર વેક્સિનેશન સર્ટીફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો. તેના માટે તમારે ફક્ત આ સરળ સ્ટેપ્સ ફોલોવ કરવાના છે.

+91 9013151515 નંબરને ફોનમાં સેવ કરો. વોટ્સએપ દ્વારા આ નંબર પર ‘કોવિડ સર્ટીફિકેટ’ ટાઇપ કરીને સેન્ડ કરો. ઓટીપી એન્ટર કરો. સર્ટીફિકેટ ડાઉનલોડ કરો.

MyGov ના સીએઓ અને NeGD ના અધ્યક્ષ અભિષેક સિંહે જણાવ્યુ કે, “MyGov કોરોના હેલ્પડેસ્ક હવે વેક્સિન બુકિંગની પ્રક્રિયામાં પણ સહાય કરે છે. તેના દ્વારા તમે વેક્સિનેશનનું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો. આ સાચી રીતે ડિજીટલ સમાવેશનને સક્ષમ કરે છે. કારણ કે મોટાભાગના લોકોને AI- આધારિત ઇન્ટરફેસને નેવિગેટ કવુ વધુ સરળ લાગે છે. અમે ચેટબોક્સની વાસ્તવિક ક્ષમતાને અનલોક કરવામાં મદદ કરવા બદલ વોટ્સએપના આભારી છીએ. તે મહામારીના આ સમયમાં નાગરીકોની મદદ કરવા માટે ઉપલબ્ધ છે. ”

આ પણ વાંચો –

Maharashtra : કેન્દ્રીય પ્રધાન રાણેના નિવેદન પર રાજકારણ ગરમાયું, શિવસૈનિકોએ ભાજપની ઓફિસ પર પથ્થરમારો કર્યો

આ પણ વાંચો –

Afghanistan: અફઘાનિસ્તાનના ક્રિકેટર સાથે આ સુંદર ભારતીય એક્ટ્રેસના સંબંધો પડ્યા મુશ્કેલીમાં, ઓક્ટોબરમાં થનાર હતી સગાઇ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">