પૃથ્વીની સૌથી નજીક દેખાયો Black Hole, જુઓ સૂર્યથી 10 ગણા મોટા બ્લેક હોલનો ફોટો

|

Nov 07, 2022 | 6:58 PM

હાલમાં ખગોળ વૈજ્ઞાનિકો એ પૃથ્વીની સૌથી નજીક બ્લેક હોલ શોધી કાઢયો છે. તેના કેટલાક ચોંકાવનારા ફોટો પણ સામે આવ્યા છે. તેના ખાસિયત જાણીને આખી દુનિયા દંગ રહી ગઈ છે.

પૃથ્વીની સૌથી નજીક દેખાયો Black Hole, જુઓ સૂર્યથી 10 ગણા મોટા બ્લેક હોલનો ફોટો
Black Hole appeared closest to Earth
Image Credit source: file photo

Follow us on

આપણી પૃથ્વી અને બ્રહ્માંડમાં અનેક એવા રહસ્યો છે. જેને જાણીને આખી દુનિયા દંગ રહી જાય છે. બ્લેક હોલ પણ તે જ રહસ્યોમાંથી એક છે. ભૂતકાળમાં બ્લેક હોલના ઘણા ફોટો સામે આવ્યા છે અને તેના પર અનેક શોધ પણ થઈ રહી છે. હાલમાં ખગોળ વૈજ્ઞાનિકોએ પૃથ્વીની સૌથી નજીક બ્લેક હોલ શોધી કાઢયો છે. તેના કેટલાક ચોંકાવનારા ફોટો પણ સામે આવ્યા છે. તેની ખાસિયત જાણીને આખી દુનિયા દંગ રહી ગઈ છે. ચાલો જાણીએ પૃથ્વીની સૌથી નજીકના આ અનોખા બ્લેક હોલ વિશે.

મળતી માહિતી અનુસાર કેટલાક ખગોળ વૈજ્ઞાનિકો એ પૃથ્વીની સૌથી નજીકના બ્લેક હોલની શોધ કરી છે. આ બ્લેક હોલ પૃથ્વીથી 1,600 પ્રકાશ વર્ષ દૂર છે. તે કોઈ પણ બ્લેક હોલનું પૃથ્વીથી સૌથી નજીકનું અંતર છે. વૈજ્ઞાનિકો એ જણાવ્યુ છે કે આ બ્લેક હોલ સૂર્યથી લગભગ 10 ગણો વિશાળ છે. આ પહેલા જે બ્લેક હોલના નામે આ રેકોર્ડ હતો, તેનાથી આ બ્લેક હોલ 3 ગણો મોટો છે.

પૃથ્વીની સૌથી નજીકના બ્લેક હોલનો ફોટો

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

બ્લેક હોલની ઓળખ તેના જોડીદાર તારાની ગતિને જોઈને કરવામાં આવી છે. આ તારો બ્લેક હોલની પરિક્રમા એટલા જ અંતરથી કરે છે, જેટલા અંતરથી પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે. આ બ્લેક હોલની ઓળખ પહેલા યૂરોપીય અંતરિક્ષ એજન્સીના ગૈયા અંતરિક્ષ યાનના ઉપયોગથી કરવામાં આવ્યો હતો.

પહેલો બ્લેક હોલ ક્યારે દેખાયો હતો?

મીડિયા રિપોર્ટ અનુસાર દુનિયાનો સૌથી પહેલો બ્લેક હોલ વર્ષ 1964માં આકાશગંગા પાસે દેખાયો હતો. તેને સિગ્નસ X-1 નામ આપવામાં આવ્યુ હતુ. આપણી આકાશગંગામાં લગભગ 10 લાખથી 1 કરોડ જેટલા બ્લેક હોલ હાજર છે.

બ્લેક હોલ એટલે શું?

ઘણા બધા તારાઓના તૂટવાથી આ બ્લેક હોલ બનતા હોય છે. બ્લેક હોલ અવકાશની એવી જગ્યા છે, જ્યાંનું ગુરુત્વાકર્ષણ એટલુ વધારે છે જેનાથી પ્રકાશ પણ બહાર નથી આવી શકતો. બ્લેક હોલને આંખોથી જોઈ શકાતો નથી, તે અદ્રશ્ય હોય છે. તેને સ્પેસ ટેલિસ્કોપ જેવા વિશેષ ઉપકરણોથી જોઈ શકાય છે. બ્લેક હોલ મોટા તારાના અવશેષો હોય છે. બ્લેક હોલ નાના અને મોટા પણ હોય છે. નાના બ્લેક હોલ નાના પરમાણુ જેટલા પણ હોય છે.

Next Article