LinkedIn પર મોટો સાયબર એટેક, ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે 70 કરોડ યુઝર્સનો ડેટા

|

Jun 30, 2021 | 3:25 PM

આ ડેટા લીક પર લિંક્ડઇન કહે છે કે કોઈ ડેટા લીક થયો નથી. નેટવર્કને સ્ક્રેપ  કરીને આ ડેટા કાઢવામાં આવ્યો છે. જો કે લિંક્ડઇને ચોક્કસપણે કહ્યું છે કે તે આ મામલાની તપાસ કરી રહ્યું છે.

LinkedIn પર મોટો સાયબર એટેક, ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે 70 કરોડ યુઝર્સનો ડેટા
LinkedIn પર મોટો સાયબર એટેક

Follow us on

સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઇન (LinkedIn)નો ડેટા લીક થવાના સમાચાર છે. રિપોર્ટ અનુસાર લિંક્ડઇન(LinkedIn)ના 756 મિલિયન યુઝર્સનો ડેટા લીક(Data leak) થયો છે. આ ડેટા લીકમાં લિંક્ડઇનના લગભગ 92 ટકા યુઝર્સનો ડેટા શામેલ છે, જો કે આ ડેટા લીક કરનારા હેકર્સ અંગે કોઈ માહિતી બહાર આવી નથી. લિંક્ડઇનના આ ડેટા લીકમાં યુઝર્સના ફોન નંબર, સરનામાં, લોકેશન અને યુઝર્સના પગાર જેવી વ્યક્તિગત માહિતી શામેલ છે.

લિંક્ડઇને પોતે જ 500 મિલિયન યુઝર્સના ડેટા લીક થવાની પુષ્ટિ કરી હતી

આ વર્ષે એપ્રિલની શરૂઆતમાં, લિંક્ડઇને પોતે જ 500 મિલિયન યુઝર્સના ડેટા લીક થવાની પુષ્ટિ કરી હતી. આ લિકમાં પણ ઈ-મેઇલ એડ્રેસથી લઈને મોબાઈલ નંબર સુધી, પૂરું નામ, એકાઉન્ટ આઈડી, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી અને ઓફિસની માહિતી લીક થઈ હતી. આ ડેટા લીકને ઓનલાઇન હેકર્સ ફોરમમાં પણ લિસ્ટ કરવામાં આવી હતું.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

લિંક્ડઇન સભ્યનો અંગત ડેટા લીક થયો નથી

આ ડેટા લીક પર લિંક્ડઇન કહે છે કે કોઈ ડેટા લીક થયો નથી. નેટવર્કને સ્ક્રેપ  કરીને આ ડેટા કાઢવામાં આવ્યો છે. જો કે લિંક્ડઇને ચોક્કસપણે કહ્યું છે કે તે આ મામલાની તપાસ કરી રહ્યું છે. પ્રાથમિક તપાસ બાદ લિંક્ડઇને કહ્યું છે કે કોઈ પણ લિંક્ડઇન સભ્યનો અંગત ડેટા લીક થયો નથી. કંપનીનું કહેવું છે કે ડેટાને સ્ક્રેપ કરવું એ લિંક્ડઇનની પ્રાઈવસી પોલિસીનું ઉલ્લંઘન છે.

માહિતી ડાર્ક વેબ પર વેચાઇ રહી છે

નવા ડેટા લીકમાં શામેલ 700 મિલિયન વપરાશકર્તાઓની માહિતી ડાર્ક વેબ પર વેચાઇ રહી છે. હેકરોએ ડાર્ક વેબના સાર્વજનિક ડોમેનમાં એક મિલિયન વપરાશકર્તાઓનો ડેટા પોસ્ટ કર્યો છે. Restore Privacy એ આ ડેટા લીક વિશે પ્રથમ માહિતી આપી છે.

Published On - 3:00 pm, Wed, 30 June 21

Next Article