Google Chrome યુઝર્સ બની જજો સાવચેત ! સરકાર તરફથી આવી છે આવી ચેતવણી

|

May 04, 2022 | 10:39 AM

Google Chrome આજકાલ જાણે કે તેમના યુઝર્સ માટે ખતરારૂપ બની રહ્યું છે. ગુગલ ક્રોમને ચેતવણી ભારત સરકાર (Indian Government) તરફથી પ્રાપ્ત થયેલી છે. સરકાર દ્વારા ગુગલ ક્રોમને આવી ચેતવણી પ્રથમ વાર આપવામાં આવી છે.

Google Chrome યુઝર્સ બની જજો સાવચેત ! સરકાર તરફથી આવી છે આવી ચેતવણી
Google Chrome (File Photo)
Image Credit source: File Photo

Follow us on

જો તમે પણ ગૂગલ ક્રોમ (Google Chrome) યુઝ કરી રહ્યા છો, તો તમને સાવધાન થવાની જરૂર છે. ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા લોકપ્રિય ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં ઘણી ખામીઓ શોધવામાં આવી છે. CERTએ જણાવ્યું છે કે ગુગલ ક્રોમ વાપરતી દરેક વ્યક્તિએ તરત જ લેટેસ્ટ વર્જન પર અપડેટ કરવાની જરૂર છે. આ ચેતવણી ક્રોમ વપરાશકર્તાઓ (Google Chrome Users) માટે બહાર પાડવામાં આવી છે. જો કે, Googleએ તેમની ખામીઓને ઠીક કરવા માટે સોફ્ટવેર અપડેટ પણ ચાલુ રાખ્યું છે. ગૂગલે તેના એકપણ ઑફિશિયલ સ્ટેટમેન્ટમાં આ લેટેસ્ટ બ્રાઉઝર અપડેટ વિશે જણાવ્યું નથી.

શું છે સમગ્ર મામલો ?

વિશ્વના અગ્રણી એન્જીનિયર્સે જણાવ્યું છે કે ગૂગલ ક્રોમ 101.0.4951.41 વર્જન અમુક ટેક્નિકલ ખામીઓથી પ્રભાવિત છે. તેઓ મુખ્‍ય રીતે યુટ્યુબ સબ્સ્ક્રાઇબર્સ માટે જોખમી બની શકે છે. ગુગલની જ પેટ પ્રોડક્ટ એ યુટ્યુબ છે. ગૂગલ દ્વારા આ ખામીઓની ઓળખ કરીને ક્રોમ બ્લોગમાં 30 ખામીઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

CERT-In કહે છે કે, હાઈ લેનરેબિલિટીથી રિમોટ અટેકર્સ આર્બિટેરી કોડ મેળવીને, તેને પ્રોસેસ કરીન, ગુગલ ક્રોમ પર રહેલી સંવેદનશીલ ઇન્ફોર્મેશનની ઍક્સેસ મેળવી શકાય છે. તેમણે આગળ એમ પણ કહ્યું છે કે, હેકર્સ સિક્યુરિટી રિસ્ટ્રિક્શન બાયપાસ અને થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા વર્લ્ડ ટેક્નોલોજીની ટારગેટ સિસ્ટમ પર બફર પણ થઇ શકે છે, અથવા તો માહિતી ઓવરફ્લો પણ કરી શકે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગુગલ ક્રોમ બ્રાઉઝર તરત જ અપડેટ કરો

CERT-Inએ તમામ ગુગલ ક્રોમ બ્રાઉઝર વપરાશકર્તાઓને આ બ્રાઉઝર (101.0.4951.41) વર્જન પર તાત્કાલિક અપડેટ કરવા માટે જણાવ્યું છે. તમારા જુના ગુગલ ક્રોમ બ્રાઉઝર વર્જન પર હેકર્સ અટેક કરી શકે છે અને ખોટા વ્યક્તિઓને તમારો સેન્સિટિવ ડેટા પણ પહોંચાડી શકે છે. જેમાં, વિન્ડોઝ, મેક સાથે લિનક્સ જેવા અન્ય સોફ્ટવેર્સનો પણ સમાવેશ થઇ શકે છે.

ગુગલ ક્રોમને કઈ રીતે અપડેટ કરવું ?

ગુગલ ક્રોમને અપડેટ કરવા માટે તમે સૌથી પહેલા તેને ઓપન કરો. ત્યારબાદ રાઇટ કોર્નરમાં હાજર થ્રી-ડૉટ પર ક્લિક કરવું પડશે. તેના પછી નીચે જવાથી મેનુથી સેટિંગ ઓપ્શનને ઓપન કરો. ત્યારબાદ ગુગલ લેન્સ ચેક કરો. ફરી હેલ્પ ઓપ્શન પર ક્લિક કરીને Google Chrome વિશે ઑપ્શન ખોલો. તેના પછી ગુગલ ક્રોમના કોઈ પણ પેન્ડિંગ અપડેટ ડાઉનલોડ કરો. અપડેટ કર્યા પછી ગુગલ ક્રોમ શટ ડાઉન થશે અને રિસ્ટાર્ટ થશે. ત્યારબાદ તમે ગુગલ ક્રોમનું લેટેસ્ટ વર્જન વાપરી શકો છો.

આ પણ વાંચો – Frozen Water on Moon : ખુલી ગયું ચંદ્રના કાળા ભાગનું રહસ્ય, હાજર છે 6 લાખ કરોડ KG ‘ફ્રોઝન વોટર’

Next Article