Apple એ કાયમ માટે બંધ કરી દીધી આ પ્રોડકટ, જાણો શું છે કારણ

|

Mar 13, 2021 | 3:51 PM

Apple એ તેનું પહેલું સ્માર્ટ સ્પીકર હોમપોડ કાયમ માટે બંધ કરી દીધું છે. Apple હોમપોડ સિરી અવાજને સ્પોર્ટ કરતું કંપનીનું પ્રથમ સ્પીકર હતું. કંપનીએ આ સ્પીકરને ચાર વર્ષ પહેલા 2018 માં લોન્ચ કર્યું હતું.

Apple એ કાયમ માટે બંધ કરી દીધી આ પ્રોડકટ, જાણો શું છે કારણ

Follow us on

Apple એ તેનું પહેલું સ્માર્ટ સ્પીકર હોમપોડ કાયમ માટે બંધ કરી દીધું છે. Apple હોમપોડ સિરી અવાજને સ્પોર્ટ કરતું કંપનીનું પ્રથમ સ્પીકર હતું. કંપનીએ આ સ્પીકરને ચાર વર્ષ પહેલા 2018 માં લોન્ચ કર્યું હતું. Apple હોમપોડના વર્તમાન એકમોનું વેચાણ ચાલુ રાખશે. આની સાથે કંપની હાલના હોમપોડ્સ ગ્રાહકો  માટે  સોફ્ટવેર અપડેટ્સ અને Apple કેર સેવા ચાલુ રાખશે. ભારતમાં Apple હોમપોડ સ્માર્ટ સ્પીકરની કિંમત 19,900 રૂપિયા રાખવામાં આવી હતી. ઉપરાંત, તેમાં ઉચ્ચ ઓડિયો ક્વોલિટી હતી. યુઝર્સ આ સ્પીકર પર એપલ મ્યુઝિક સાથે 60 લાખ ગીતો સાંભળી શકે છે.

એપલ હોમપોડને બદલશે હોમપેડ મિનિ

આ સ્પીકરને હવે હોમપોડ મીની દ્વારા બદલવામાં આવશે. કંપનીએ ટેકક્રંચને કહ્યું કે હવે તે હોમપોડ મિની પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. હોમપોડ મીનીને પણ બજારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કારણોસર, મૂળ હોમપોડ બંધ કરવામાં આવી રહ્યું છે. એપલ હોમપોડ મીનીની વિશેષતા એ છે કે આ સ્પીકરની સાથે સંગીત ઉપરાંત હેન્ડ ફ્રી કોલિંગ પણ કરી શકશો. આ પર્સનલ લિવિંગ સજેશન પણ આપે છે. એપલ ટીવીના સાઉન્ડને પણ લાઉડ કરે છે. તેને એપલના લેપટોપને મેક સાથે પણ કનેક્ટ કરી શકાય છે. એપલ હોમપોડ મીનીની કિંમત 9,990 રૂપિયા છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

હોમપોડ મીનીના સ્પેશિફિકેશન

હોમપોડ મીનીમાં Apple એસ 5 પ્રોસેસર છે. આ તે જ ચિપ છે જે એપલ વોચ સિરીઝ 5 માં આપવામાં આવી હતી.તેની સાથે આ સ્માર્ટ સ્પીકરમાં u1 ચિપ સાથે અલ્ટ્રા-વાઇડબેન્ડ ટેક્નોલોજીને સમર્થન આપ્યું છે. આ ટેકનોલોજીથી તમે ડોર બેલથી લઇને લોક સુધીના વોલ્યુમને કંટ્રોલ કરી શકો છો. તેમજ આ સ્પીકરની વિશેષતાએ એ છે કે જો કોઈ આ સ્પીકર ઘરેથી ચોરી કરે છે તો તે યુઝર્સને એલર્ટ કરે છે.

Published On - 3:50 pm, Sat, 13 March 21

Next Article