સપ્ટેમ્બરની આ તારીખથી બેકાર થઈ જશે એન્ડ્રોઈડ ફોન! બચવા માટે કરો આ ઉપાય

સપ્ટેમ્બર મહિનો કેટલાક એન્ડ્રોઈડ સ્માર્ટફોન (android smartphone) યુઝર્સ માટે પરેશાનીવાળો રહેશે. ખરેખર, સપ્ટેમ્બર મહિનાની આ તારીખે કેટલાક એન્ડ્રોઈડ સ્માર્ટફોન ગૂગલ એપ્સને સપોર્ટ ( google Stop Support) કરવાનું બંધ કરી દેશે. આવો જાણીએ કયા ફોન પર થશે અસર.

સપ્ટેમ્બરની આ તારીખથી બેકાર થઈ જશે એન્ડ્રોઈડ ફોન! બચવા માટે કરો આ ઉપાય
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 4:35 PM

સપ્ટેમ્બર મહિનામાં કેટલાક ફેરફાર આવી રહ્યા છે તો એન્ડ્રોઈડ યુઝર્સ (android users) માટે સપ્ટેમ્બર મહિનો ખરાબ રહેશે. આ મહિનાના અંતમાં અમુક એન્ડ્રોઈડ સ્માર્ટફોન (android smartphone) બેકાર થઈ જશે. ઘણી એપ્લિકેશન આ ફોનમાં સપોર્ટ કરવાનું બંધ કરી દેશે એટલે એ ફોન કોઈ જ ઉપયોગી નહીં રહે. આ બાદ એન્ડ્રોઈડ યુઝર્સ પાસે ફોન અપડેટ કરવાનો અને નવો ફોન ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. વાંચો તમારો એન્ડ્રોઈડ ફોન તો બિન ઉપયોગી નહીં થાય ને?

રિપોર્ટ અનુસાર ગૂગલ હવે Android 2.3.7 અથવા તેનાથી નીચેના વર્ઝન પર ચાલતા એન્ડ્રોઈડ ફોન પર સાઈન-ઈનને સપોર્ટ કરશે નહીં. ગૂગલ દ્વારા યુઝર્સને મોકલવામાં આવેલ એક ઈમેઈલ બતાવે છે કે આ ફેરફાર 27 સપ્ટેમ્બર 2021થી લાગુ થશે. ઈમેઈલ યુઝર્સેને સપ્ટેમ્બર પછી ગૂગલ એપ્સનો ઉપયોગ ચાલુ રાખવા માટે એન્ડ્રોઈડ 3.0 હનીકોમ્બ પર અપડેટ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સિસ્ટમ અને એપ લેવલ સાઈન-ઈનને અસર કરશે, પરંતુ યુઝર્સે ફોનના બ્રાઉઝર દ્વારા જીમેઈલ, ગૂગલ સર્ચ, ગૂગલ ડ્રાઈવ, યુટ્યુબ અને અન્ય ગૂગલ સેવાઓમાં સાઈન ઈન કરવાની ક્ષમતા આપી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જાણો શા માટે કંપની આ પગલું ભરી રહી છે

9to5 Googleએ તેના રિપોર્ટમાં એવા યુઝર્સને મોકલવામાં આવેલા ઈમેઈલનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જે આ ફેરફારથી પ્રભાવિત થવાની સંભાવના છે. એન્ડ્રોઈડના ખૂબ જ જૂના વર્ઝન પરના યુઝર્સ બહુ જ ઓછા હોવાની શક્યતા છે અને ગૂગલ સ્પષ્ટપણે યુઝર ડેટાને સુરક્ષિત કરવા અને એકાઉન્ટ સિક્યુરિટી જાળવવા માટે આ કરી રહ્યું છે.

27 સપ્ટેમ્બરથી તેમના ફોનને Android v2.3.7 અને નીચા OS વર્ઝન પર ચલાવતા યુઝર્સ જ્યારે પણ ફોન પર ઈન્સ્ટોલ કરેલી કોઈપણ Google એપ્લિકેશનમાં સાઈન-ઈન કરવાનો પ્રયાસ કરશે, ત્યારે તેમને “USERNAME OR PASSWORD ERROR” મળશે. આ ઇમેઈલ કેટલાક યુઝર્સ માટે ચેતવણી તરીકે દેખાય છે. જે હજી પણ જૂના સોફ્ટવેર વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમને તેમના સોફ્ટવેરને અપડેટ કરવાની અથવા ફોન બદલવાની જરૂર પડશે.

27 સપ્ટેમ્બર પછી શું થશે?

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જૂના એન્ડ્રોઈડ વર્ઝનના વપરાશકર્તાઓ જ્યારે ગૂગલ પ્રોડક્ટ અને જીમેઈલ, યુટ્યુબ અને મેપ્સ જેવી સેવાઓમાં સાઈન ઈન કરવાનો પ્રયાસ કરશે ત્યારે તેમને એક ભૂલ દેખાશે. જો તેઓ નવું Google એકાઉન્ટ ઉમેરવા અથવા બનાવવાનો અથવા ફેક્ટરી રીસેટ કરવાનો પ્રયાસ કરે અને ફરીથી સાઈન ઈન કરવાનો પ્રયાસ કરે તો તેઓને હજુ પણ એક એરર દેખાશે.

જો તેઓ તેમનો ગૂગલ એકાઉન્ટ પાસવર્ડ બદલીને ફરીથી સાઈન ઈન કરવાનો પ્રયાસ કરશે તો પણ તેઓ એક એરર જોવા મળશે. આ સિવાય જો તમે ડિવાઈસમાંથી એકાઉન્ટ ડિલીટ કરવાનો અને તેને ફરીથી ઉમેરવાનો પ્રયત્ન કરો તો પણ એ જ એરર દેખાશે.

આ એન્ડ્રોઈડ વર્ઝન યુઝર્સ પાસે કોઈ વિકલ્પ નથી

અનિવાર્યપણે Android v2.3.7 અને નીચેના વર્ઝનના ઉપયોગ કરતા યુઝર્સ માટે કોઈ વિકલ્પ બાકી રહેશે નહીં. આ સ્થિતિમાં ગૂગલ એપ્સ અને સેવાઓનો ઉપયોગ ચાલુ રાખવા માટે વૈકલ્પિક વિકલ્પો શોધવાનું શ્રેષ્ઠ છે.

આ પણ વાંચો : India And China : આ મહિનામાં થઇ શકે છે કમાન્ડર લેવલની મિટિંગ, હોટ સ્પ્રિંગને લઈને થશે વાતચીત

આ પણ વાંચો :ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ISIS દ્વારા આતંકી હુમલો, પોલીસે આતંકીને માર્યો ઠાર

 

g clip-path="url(#clip0_868_265)">