5G Trial: Airtel બાદ Jio એ મુંબઈમાં શરૂ કર્યું 5G ટ્રાયલ, મળી આશ્ચર્યજનક સ્પીડ

|

Jun 16, 2021 | 2:00 PM

5G ટ્રાયલ્સ માટે કંપનીએ સ્વદેશી રીતે વિકસિત 5G ઉપકરણો અને ટેકનીકનો ઉપયોગ કર્યો છે. આ સિવાય કંપનીઓ Samsung, Ericsson અને Nokia જેવા અન્ય વિક્રેતાઓ સાથે પણ વાત કરી રહ્યા છે.

5G Trial: Airtel બાદ Jio એ મુંબઈમાં શરૂ કર્યું 5G ટ્રાયલ, મળી આશ્ચર્યજનક સ્પીડ
5G ટ્રાયલ

Follow us on

ભારતમાં હવે 5G પર કામ ચાલુ થઇ ગયું છે. કંપનીઓ 5G ને લઈને ટ્રાયલ પણ કરી રહી છે. બે દિવસ પહેલા જ અહેવાલ આવ્યા હતા કે Bharti Airtel એ ગુરુગ્રામમાં 5G નું ટ્રાયલ કર્યું હતું. અહેવાલો અનુસાર Airtel ને આ ટ્રાયલમાં અદ્દભુત સ્પીડ મળી હતી. જી હા અહેવાલ અનુસાર આ ટ્રાયલમાં 1Gbps ની સ્પીડ મળી આવી હતી. હવે ખાનગી સમાચારના અહેવાલોનું માનવામાં આવે તો Reliance Jio પણ ટ્રાયલમાં લાગી ગઈ છે.

વાત કરીએ 5G ટ્રાયલ્સની. તો આ ટ્રાયલ માટે કંપનીએ સ્વદેશી રીતે વિકસિત 5G ઉપકરણો અને ટેકનીકનો ઉપયોગ કર્યો છે. આ સિવાય કંપનીઓ Samsung, Ericsson અને Nokia જેવા અન્ય વિક્રેતાઓ સાથે વાતચીત કરી રહ્યું છે જેથી આગામી સમયમાં અન્ય શહેરોમાં પણ ટ્રાયલ્સ શરૂ થઈ શકે.

ખાનગી સમાચાર સંસ્થાઓ પોતાના સોર્સના માધ્યમથી જણાવી આ માહિતી આપી રહી છે. અહેવાલ અનુસાર ઓળખાણ છુપી રાખવાની શરતે એક સિનીયર એક્ઝીક્યુટીવે જણાવ્યું કે Reliance Jio એ મીડ અને mmwave બેન્ડ્સના યુઝથી મુંબઈમાં 5G ટ્રાય કરી રહી છે. જણાવ્યા પ્રમાણે આમાં 4G થી અનેકગણી સ્પીડ મળે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અહેવાલમાં જણાવ્યું છે કે 5G ટ્રાયલ માટે જરૂરી સાધનપને ભારતના લોકલ પાર્ટનરની મદદથી બનાવવામાં આવ્યા છે. સાઇટ જમાવટની બાબતમાં Jio નું 5G ટ્રાયલ એકદમ મોટું છે. ટ્રાયલ ટૂંક સમયમાં અન્ય શહેરો અને અન્ય વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત દિલ્હી, મુંબઈ, ગુજરાત અને હૈદરાબાદમાં Jio એ ટ્રાયલ એપ્લાય કર્યું છે. DoT (ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન) દ્વારા 5G ટ્રાયલ માટે તાજેતરમાં જ Airtel, Reliance Jio અને Vodafone Idea (Vi) ને મંજુરી આપી છે. આ માટે 700 MHz, 3.5 GHz અને 26 GHz બેન્ડ ઉપલબ્ધ કરાવ્યા છે.

એટલું જ નહીં વિભાગે આ કંપનીઓને ચીની કંપનીઓની તકનીકનો ઉપયોગ ન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. DoT એ આ કંપનીઓને એરિક્સન(Ericsson), નોકિયા (Nokia) અને સેમસંગ(Samsung) સાથે C-Dot ની ટેકનોલોજી સાથે 5G ટ્રાયલ્સને મંજૂરી આપી હતી. જ્યારે, રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ તેની પોતાની તકનીકનો ઉપયોગ કરીને 5G ટ્રાયલ કરશે.

 

આ પણ વાંચો: ટૂંક સમયમાં ફરી શરુ થશે કપિલ શર્મા શો! કૃષ્ણ અભિષેકે આ પોસ્ટ શેર કરીને આપી મોટી હિન્ટ

Next Article