પૃથ્વી પર આવેલા ભયંકર રેતીના તોફાનની તસ્વીરો Space માંથી થઈ ક્લિક, જુઓ અદ્દભુત નજારો

|

Jul 01, 2021 | 4:12 PM

ISS થી તાજેતરમાં એવી તસ્વીરો આવી છે જે ખુબ વાયરલ થઇ ગઈ. વાત જાણે એમ છે કે આ તસ્વીરોમાં પૃથ્વી પરનું વંટોળ કેદ કરવામાં આવ્યું છે.

પૃથ્વી પર આવેલા ભયંકર રેતીના તોફાનની તસ્વીરો Space માંથી થઈ ક્લિક, જુઓ અદ્દભુત નજારો
ધરતી પર રેતીનું તોફાન

Follow us on

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી આવતી તસ્વીરોમાં ઘરતી બિલકુલ અલગ જોવા મળતી હોય છે. તાજેતરમાં ફ્રાંસીસી અવકાશયાત્રી થોમસ પેસ્ક્વેટે (Thomas Pesquet) પૃથ્વીની એવી તસ્વીરો શેર કરી છે જે વાયરલ થઇ ગઈ છે.

આ તસ્વીરો મધ્ય પૂર્વ એશિયામાં સ્થિત બહેરિનના ભાગોને લગતા વિશાળ રેતીના તોફાનની છે. ફ્રેન્ચ એરોસ્પેસ એન્જિનિયર, પાયલોટ અને યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી પેસ્ક્વેટ હાલમાં આઇએસએસ પર કાર્યરત છે. આઈએસએસની આ તેમની બીજી મુલાકાત છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

થોમસ પેસ્ક્વેટે ટ્વીટ કર્યું, ‘રેતીનું તોફાન! મેં આજ સુધી અવકાશથી જોયું નહોતું, આ ખૂબ મોટું લાગે છે. હું આશ્ચર્ય થઇ ગયો છું કે સેંકડો કિલોમીટરમાં કેટલી ટન રેતી ફેલાયેલી છે. મધર અર્થમાં શક્તિ છે.’

તમને જણાવી દઈએ કે પેસક્વેટ નવેમ્બર 2016 થી જૂન 2017 સુધી આઇએસએસ પર સવાર ફ્લાઇટ એન્જિનિયર તરીકે અભિયાન 50 અને અભિયાન 51 ના ભાગ હતા. થોમસ પેસ્ક્વેટ સ્પેસએક્સના ડ્રેગન ક્રૂ સ્પેસક્રાફ્ટ દ્વારા એપ્રિલ 2021 માં ફરી એક વખત આઈએસએસમાં ગયા છે.

ફ્રેન્ચ અવકાશયાત્રી થોમસ પેસ્ક્વેટ સાથે અમેરિકન સ્પેસ એજન્સી નાસાના મેગન મૈકઆર્થર અને જાપાની સ્પેસ એજન્સી JAXA ના અવકાશયાત્રી અકીહિકો હોશીડે સાથે હતા. શેન કિમ્બ્રો ડ્રેગન ક્રૂના કમાન્ડિંગ ઓફિસર હતા, જ્યારે મૈકઆર્થર પાઇલટ હતા. થોમસ પેસ્ક્વેટ એ અમેરિકન કમર્શિયલ ક્રુ યાનમાં પર સવાર અવકાશમાં જતા પ્રથમ યુરોપિયન અવકાશયાત્રી છે.

થોમસ પેસ્ક્વેટ દ્વારા શેર કરેલા ફોટામાં આઇએસએસ પર અવકાશયાત્રીઓ દ્વારા કરવામાં આવતી સ્પેસવોક જોઇ શકાય છે. Intenational Space station પૃથ્વીથી આશરે 400 કિલોમીટર ઉપર ઉડાન ભરી રહ્યું છે. તે દર 90 મિનિટમાં પ્રતિ કલાક 17,500 માઇલની ઝડપે વિશ્વભરમાં પ્રવાસ કરે છે.

અંતરીક્ષથી નજારો

 

આ પણ વાંચો: ના, આ કોઈ જંગલ નહીં, આ તો સુરતનું ગાર્ડન છે! મેઇન્ટેનન્સના અભાવે જાણો કેવી થઈ છે હાલત

આ પણ વાંચો: Drone license : શું તમે ડ્રોન ઉડાવવાનું સપનું જોઈ રહ્યા છો, તો તેમની સાથે જોડેલા કાયદાઓ જાણો

Published On - 4:11 pm, Thu, 1 July 21

Next Article