Drone license : શું તમે ડ્રોન ઉડાવવાનું સપનું જોઈ રહ્યા છો, તો તેમની સાથે જોડેલા કાયદાઓ જાણો

Drone license : ફોટોગ્રાફી અને સામાનની ડિલીવરી થી લઈ ખેતરમાં જંતુનાશક દવાના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ડ્રોન ઉડાવનારા લોકોને લાઈસન્સ ( license ) અને પરમિશન સિવાય અન્ય કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે.

Drone license : શું તમે ડ્રોન ઉડાવવાનું સપનું જોઈ રહ્યા છો, તો તેમની સાથે જોડેલા કાયદાઓ જાણો
Drone license If you are dreaming of flying drones, know the laws attached to them
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 2:13 PM
Drone license : ફોટોગ્રાફી અને સામાનની ડિલીવરી થી લઈ ખેતરમાં જંતુનાશક દવાના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ડ્રોન ઉડાવનારા લોકોને લાઈસન્સ ( license ) અને પરમિશન સિવાય અન્ય કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. ત્યારે ડ્રોન (Drone)સાથે જોડાયેલા કેટલાક નિયમો જાણવા જરુરી છે.
આજના સમયમાં ટેકનોલોજી ( Technology ) ના સ્તર પર કેટલીક વસ્તુઓમાં ઝડપીથી બદલાવ થઈ રહ્યો છે, ત્યારે વાત ક્રિપ્ટોકરન્સી ( Cryptocurrency ) ની હોય કે પછી આધુનિક સુવિધાઓથી સજ્જ ઈલેક્ટ્રોનિક કારની હોય, દુનિયાભરમાં ડ્રોનની લોકપ્રિયતા ખુબ જ ઝડપથી વધી રહી છે. તેનું મોટું કારણ છે કે, ડ્રોનની મદદથી કેટલાક કામો ખુબ સરળતાથી પૂર્ણ થઈ જાય છે.
ડ્રોનની મદદથી સામાનોની ડિલીવરી થી લઈ ફોટોગ્રાફી ( Photography ) સુધીનું કામ આસાનીથી થાય છે.  તે તમારી પર નિભર કરે છે કે, તમે કેવી રીતે ક્રિએટીવ રીતે ડ્રોન  ( Drone ) નો ઉપયોગ કરો છે. બજારમાં અલગ-અલગ આકાર, કામ અને કાબિલિયત વાળા ડ્રોન આસાનીથી મળી જાય છે. લગ્નમાં ફોટોગ્રાફીથી લઈ ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ પણ ડ્રોનની મદદથી કરી શકાય છે.
આ ડ્રોનનો ઉપયોગ કોઈ ખોટા કામમાં પણ કરવામાં આવે છે, મતલબ કે, ડ્રોનનો ઉપયોગ ગેર-કાનૂની ગતિવિધીઓ માટે પણ કરવામાં આવી શકે છે. હાલમાં જ જમ્મુમાં ભારતીય વાયુ સેના ( Indian Air Force ) પર હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આવી સ્થિતિમાં ડ્રોન (Drone)ના ફાયદા અને ગેરફાયદાને ધ્યાનમાં લેતા તેના પર નિયંત્રિત કરવું જરૂરી છે. તે નક્કી કરવામાં આવે કે કઈ પરિસ્થતિમાં ડ્રોનનો ઉપયોગ થશે. કેન્દ્ર સરકારે આ વર્ષ એક નવું પગલું ભર્યું છે. ( UAS Rules, 2021 )  હેઠળ ઉડ્ડયન મંત્રાલયે ડ્રોનના ઉપયોગ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.
આ નિયમ ભારતમાં ઉપયોગ થનારા ડ્રોન માટે છે. ભારતમાં ડ્રોન ઉડાડવાની પરવાનગી એ વાત પર નિર્ભર કરે છે કે, તમારી પાસે ક્યા પ્રકારના ડ્રોન છે અને શું તમે ડ્રોન ઉડાડવા માટેની પરવાનગી કે લાઈસન્સ લીધું છે, ડ્રોનની સાઈઝના આધારે કેટેગરી બનાવવામાં આવી છે.
નેનો ડ્રોન્સ : 250 ગ્રામ કે તેનાથી ઓછા વજન વાળા ડ્રોન નેનો ડ્રોન (Drone) કેટેગરીમાં છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન હેઠળ આવા ડ્રોન(Drone)ને ઉડાવવા માટે કોઈ પણ લાઈસન્સ અથવા પરવાનગી આપી જરુરી નથી.
માઈક્રો સ્મૉલ ડ્રોન :  250 ગ્રામથી 2 કિલોગ્રામ વજન વાળા ડ્રોન માઈક્રો કેટેગરીમાં આવે છે, જ્યારે 2 કિલોગ્રામ થી વધુ અને 25 કિલોગ્રામથી ઓછા વજન વાળા ડ્રોન સ્મૉલ ડ્રોનની કેટેગરીમાં આવે છે. આવી જ રીતે ડ્રોનને ચલાવવા માટે વ્યક્તિની પાસે UAS ઑપરેટ પરમિટ-1 (UAOP-I) હોવી જોઈએ. ડ્રોનના પાયલટને એક સ્ટૈન્ડર્ડ ઑપરેટિંવ પ્રોસિઝર (SoP)નું પાલન કરવું પડશે.
મીડિયમ અને લાર્જ ડ્રોન : 25 કિલોગ્રામથી વધુ અને 150 કિલોગ્રામથી ઓછા વજન વાળા ડ્રોન મીડિયમ કેટેગરીમાં આવે છે, જ્યારે લાર્જ કેટેગરીમાં આવનારા ડ્રોનનું વજન 150 કિલોગ્રામ થી વધુ હોવું જોઈએ, આવી જ રીતે ડ્રોનને ઉડાવવા માટે UAS ઑપરેટ પરમિટ-2 (UAOP-II) હોવી જોઈએ.
આવી જ રીતે ડ્રોનને ઉડાવવા માટે DGCAએ કેટલીક શરતો રાખી છે. જેનું પાલન કરવું અનિવાર્ય છે, આવા ડ્રોનને ઉડાવ્યા પહેલા એર ટ્રાફિક અને એર ડિફેન્સ કંટ્રોલ (Air Defense Control) પાસે પરવાનગી લેવાની હોય છે. ઑપરેટરને સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ (SMS)નું પાલન પણ કરવાનું હોય છે. UAOP-I અને UAOP-IIની વેલિટિડી 10 વર્ષથી વધુ હોઈ શકતી નથી.
ડ્રોન ઉડાવવા પાસે લાઈસન્સ જરુરી :  ઑપરેટર પરમિટ માટે બે રીતના લાઈસન્સ હોય છે. જેમાં સ્ટુડન્ટ રિમોટ પાયલટ લાઈસન્સ અને રિમોટ પાયલટ લાઈસન્સ (Remote pilot license) કહેવામાં આવે છે. આ બંન્નેમાંથી કોઈ પણ લાઈસનેસના અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ વ્યવસાયિક પ્રવૃત્તિ માટે વાપરવામાં આવેલા ડ્રોનને લાગુ પડે છે. ક્વૉલિફિકેશનની વાત કરવામાં આવે તો ડ્રોન લાઈસન્સ(Drone license)ના અરજદારની પાસે ઓછામાં ઓછા ધોરણ 10 તેમજ અન્ય ડિગ્રી હોવી જોઈએ. અરજદારને DGCA દ્વારા તૈયાર કરાયેલા મેડિકલ પરિક્ષા અને બેકગ્રાઉન્ડ ચેકની પ્રકિયામાંથી પસાર થવું જરુરી છે.
સ્ટુડન્ટ રિમોરટ પાયલટ લાઈસન્સ : જેની વેલિડિટીની તારીખ 5 વર્ષના સમયગાળા સુધી હોય છે. 5 વર્ષ પછી તે વધુ બે વર્ષ માટે રિન્યુ કરી શકાય છે. રિમોટ પાયલટ લાઈસન્સ : આ લાઈસન્સને DGCA ના એક નક્કી કરાયેલા ચાર્જ વસુલ કર્યા બાદ જાહેર કરવામાં આવે છે. જેની વેલિડિટી જાહેર કરવાની તારીખથી 10 વર્ષ સુધી હોય છે.ટ્રેનિંગ અને સ્કિલ ટેસ્ટના આધાર પર જાહેર કરવામાં આવે છે.
ડ્રોન ઉડાવવા માટે શું છે નિયમ અને શરત : જો તમે લાઈસન્સ અને પરમિટ મેળવવા માટે સફળ થાવ છો તો તમને ડ્રોન (Drone) ઉડાવવ માટેના કેટલાક નિયમ અને શરતનું પાલન કરવું જરુરી છે, જેમાં સૌથી પહેલી શરત છે કે, જો તમે પ્રતિબંધિત ક્ષેત્રમાં ડ્રોન ઉડાવી ન શકો. આ સિવાય ડ્રોન ઉડવાની ઉંચાઈ અને સ્પીડને લઈ નિયમ નક્કી છે. આ ડ્રોનના પ્રકાર પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે માઈક્રો ડ્રોનને જમીનથી 60 મીટર ઉપર અને 25 મીટર પ્રતિ સેકન્ડથી વધુ સ્પીડથી ઉડાવી શકાય નહિ, સ્મૉલ ડ્રોન માટે આ લિમિટ ગ્રાઉન્ડ લેવલથી 120 મીટર ઉપર અને સ્પીડ 25 મીટર પ્રતિ સેકન્ડ નક્કી છે. આ સિવાય અન્ય કેટલાક પ્રતિબંધો છે આ વિશે જાણવા માટે તમે (UAS Rules, 2021) વાંચી શકો છો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">