Tech News: Twitterનો મોટો નિર્ણય, હવે પ્લેટફોર્મ પર નહીં જોવા મળે આ Ads, જાણો શું થશે ફેરફાર

|

Apr 24, 2022 | 2:59 PM

ટ્વિટરે (Twitter)એક નિવેદનમાં જણાવ્યું હતું કે એડ્સના કારણે ક્લાઇમેટ ચેન્જ વિશે જરૂરી વાતચીત અલગ હોવી જોઈએ નહીં. આ અંગે માઇક્રો-બ્લોગિંગ સાઇટે એમ પણ કહ્યું કે આ નિર્ણય દર્શાવે છે કે ટ્વિટર કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા પર કામ કરી રહ્યું છે.

Tech News: Twitterનો મોટો નિર્ણય, હવે પ્લેટફોર્મ પર નહીં જોવા મળે આ Ads, જાણો શું થશે ફેરફાર
Twitter
Image Credit source: File Photo

Follow us on

લોકપ્રિય માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે (Twitter) એક મોટો નિર્ણય લીધો છે. ટ્વિટરે કહ્યું કે તે તેના પ્લેટફોર્મ પર એડ્સ નહીં બતાવે જે ક્લાઈમેટ ચેન્જ (Climate Change) પર વૈજ્ઞાનિક પક્ષમાં વિશ્વાસ ન કરે. આ પોલિસી સર્ચ એન્જિન દિગ્ગજ ગૂગલ દ્વારા પહેલાથી જ લાગુ કરવામાં આવી છે. ટ્વિટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એડ્સના કારણે ક્લાઈમેટ ચેન્જ વિશે જરૂરી વાતચીત અલગ હોવી જોઈએ નહીં. આ અંગે માઈક્રો-બ્લોગિંગ સાઈટે એમ પણ કહ્યું કે આ નિર્ણય દર્શાવે છે કે ટ્વીટર કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા પર કામ કરી રહ્યું છે.

કંપનીના જણાવ્યા અનુસાર આ નિર્ણય ક્લાઈમેટ ચેન્જ પર ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ (IPCC)ના અહેવાલ બાદ લેવામાં આવ્યો છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે 2030 સુધીમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને અડધુ કરવાની જરૂર છે, નહીંતર તો કોઈ તબાહી આવી શકે છે.

ટ્વીટરે પોતાના બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે ક્લાઈમેટ ચેન્જ પર ક્રેડબિલ, અધિકૃત માહિતીની જરૂર છે. આ માહિતીને યોગ્ય રીતે પહોંચાડવા માટે ટ્વિટર પરથી આવી ભ્રામક જાહેરાતો દૂર કરવામાં આવશે, જેઓ આ અંગે વૈજ્ઞાનિકોની વાત પર વિશ્વાસ કરતા નથી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

કંપનીએ કહ્યું કે તેમનું માનવું છે કે ક્લાઈમેન્ટને નષ્ટ કરતા કન્ટેન્ટ ટ્વીટર પર મોનિટાઈઝ થવા જોઈએ નહીં. આ કારણે ટ્વીટરે ક્લાઈમેટ ચેન્જ પર ગેરમાર્ગે દોરતી તમામ એડ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેરાતો પર પ્રતિબંધ ઉપરાંત કંપનીએ તેના નિર્ણયો વિશે પણ જણાવ્યું જે પર્યાવરણને અનુકૂળ છે. આપને જણાવી દઈએ કે ટ્વીટરમાં લગભગ 9 ટકા હિસ્સો ખરીદ્યા બાદ મસ્ક હવે આખી કંપની ખરીદવા માંગે છે. જેના માટે તેના શેરધારકો તૈયાર નથી.

માત્ર એલોન મસ્ક જ નહીં, બીજા લોકો પણ ટ્વીટર ખરીદવા માંગે છે

રિપોર્ટ અનુસાર થોમા બ્રાવો નામની ટેક ફર્મ પણ ગયા અઠવાડિયે ટ્વીટરના સંપર્કમાં આવી હતી. આ ટેક ફર્મે ટ્વીટરની ખરીદી અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. રિપોર્ટ અનુસાર આ થોમા બ્રાવો પણ ટ્વિટર ખરીદવામાં રસ ધરાવે છે અને એલોન મસ્કની ઓફરને પડકારી શકે છે.

ટ્વીટર ખરીદવા માટે એલોન મસ્કને નાણાં આપવાનો ઈનકાર

બીજી તરફ, બ્લેકસ્ટોન અને વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે ટ્વિટર ખરીદવા માટે એલોન મસ્કની ટેકઓવર બિડને નાણાં આપવાનો ઇનકાર કર્યો છે. આ સિવાય બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટે પણ એલોન મસ્કને નાણાં આપવાનો ઇનકાર કર્યો છે. નિષ્ણાતો માને છે કે બ્લેકસ્ટોન અને વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ ટ્વિટરને આ ડીલમાં કોઈ રસ ધરાવતા નથી.

આ પણ વાંચો: Tech Tips: શું છે વાઈ-ફાઈ કૉલિંગ? જાણો તેના ફાયદા શું છે અને પોતાના સ્માર્ટફોનમાં કેવી રીતે કરવું સેટિંગ

આ પણ વાંચો: જો આધાર કાર્ડને લગતી કોઈ સમસ્યા હોય તો આ નંબરને ડાયલ કરો, તરત જ મળી જશે ઉકેલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article