ભારતીયો રાખે છે એવા સામાન્ય પાસવર્ડ જેને હેક કરવા છે સૌથી સરળ, જાણો કયા છે એ પાસવર્ડ

|

Jun 10, 2022 | 11:14 PM

Most Common Password : કેટલીકવાર ભારતીયો પોતાના ઓનલાઈન એકાઉન્ટના એવા પાસવર્ડ રાખતા હોય છે. જે ખુબ જ સામાન્ય હોય છે અને જેના કારણે હેકર્સ સરળતાથી ઓનલાઈન એકાઉન્ટ હેક કરી દે છે.

ભારતીયો રાખે છે એવા સામાન્ય પાસવર્ડ જેને હેક કરવા છે સૌથી સરળ, જાણો કયા છે એ પાસવર્ડ
Most common passwords
Image Credit source: file photo

Follow us on

Most Common Passwords: જો તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોવ તો તમારી પાસે અનેક ઓનલાઈન એકાઉન્ટ હશે. જેમ કે જીમેલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, ઓનલાઈન બેન્ક એકાઉન્ટ વગેરે. તે દરેક એકાઉન્ટ માટે આપણે પાસવર્ડ પણ રાખતા હોઈએ છે. જેથી તે ઓનલાઈન એકાઉન્ટને ફકત આપણે જ ઉપયોગ કરી શકીએ. તે પાસવર્ડ જેટલો મજબૂત અને યુનિક હશે તેટલી જ તેની હેક થવાની સંભાવના ઘટશે. પણ કેટલીકવાર ભારતીયો પોતાના ઓનલાઈન એકાઉન્ટના એવા પાસવર્ડ રાખતા હોય છે. જે ખુબ જ સામાન્ય હોય છે અને જેના કારણે હેકર્સ (Hackers) સરળતાથી ઓનલાઈન એકાઉન્ટ હેક કરી દે છે. હેકર્સને તમારી તમામ પ્રાઈવેટ માહિતીઓ મળી શકે છે અને તેમને નુકશાન કરી શકે છે. એટલા માટે તમારા ઓનલાઈન એકાઉન્ટના પાસવર્ડ (Passwords) યુનિક અને મજબૂત રાખવા જરુરી છે.

તમારી આસપાસ તમે ઓનલાઈન એકાઉન્ટ હેક થવાના અનેક કિસ્સા સાંભળ્યા હશે. તમારી આસપાસના જાણીતા લોકો કે મિત્રોના કે તમારા ઓનલાઈન એકાઉન્ટ કયારેક હેક થયા જ હશે. તેનુ એક કારણ ઓનલાઈન એકાઉન્ટનો નબળો પાસવર્ડ પણ હોય શકે છે. ઘણા હેકર્સ તમને તમારા અંગત ફોટા અને ડેટા લીક કરવા માટે ડરાવે છે. તેના બદલામાં તે મોટી રકમની માંગણી પણ કરી શકે છે. એટલા માટે એ જરૂરી છે કે યુઝર્સ ખાતરી કરે કે તેમના એકાઉન્ટનો પાસવર્ડ મજબૂત છે. નોર્ડ પાસવર્ડ્સની વાર્ષિક યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં ‘મોસ્ટ કોમન પાસવર્ડ્સ’(Most Common Passwords )ની યાદી બહાર પાડવામાં આવી છે. આ લિસ્ટના પાસવર્ડ જોયા પછી એ લોકો સમજી જશે અને સાવધાન રહેશે કે જેઓ આવા નબળા પાસવર્ડનો ઉપયોગ કરે છે.

1.Password : મોટાભાગના લોકો તેમના એકાઉન્ટનો પાસવર્ડ રાખે છે, જે સૌથી સામાન્ય પાસવર્ડ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

2.123456 : સૌથી સામાન્ય પાસવર્ડ તરીકે બીજો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાસવર્ડ 123456 છે.

3.123456789 : ત્રીજો સૌથી સામાન્ય પાસવર્ડ 123456789 છે.

4.12345678 : આ ચોથો સૌથી સામાન્ય પ્રકારનો પાસવર્ડ વપરાય છે.આ પાસવર્ડની મદદથી કોઈપણ યુઝર તમારા એકાઉન્ટમાં લોગઈન કરી શકે છે.

5.1234567890: પાસવર્ડનો પાંચમો પ્રકાર એ છે કે લોકો એક થી 0 સુધીના પાસવર્ડનો ઉપયોગ કરે છે.

6.1234567: આ છઠ્ઠા સ્થાને સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાસવર્ડ છે.

7.qwerty: આ સાતમા સ્થાને સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાસવર્ડ છે.

8.abc123 : 8મો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો સામાન્ય પાસવર્ડ.

9.xxx : આ પાસવર્ડ નવમો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાસવર્ડ છે, જો કે ઘણી વેબસાઈટ ત્રણ-અંકના પાસવર્ડની ભલામણ કરતી નથી.

10.iloveyou : દસમો સૌથી સામાન્ય પાસવર્ડ પ્રકાર iloveyou છે.

Published On - 7:59 pm, Fri, 10 June 22

Next Article